આલીશાન ગંગા રિવર ક્રૂઝના PHOTOS:વિશ્વની સૌથી લાંબી 51-દિવસની યાત્રા; બાર, સ્પા અને 18 સ્યૂટ્સ, 5 વર્ષ માટે બુક; એક વ્યક્તિનો ખર્ચ 19 લાખ

વારાણસી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રૂઝ પરથી ચંદ્રની રાતનો નજારો અદ્ભુત હશે

હિમાંશુ અસ્થાના
વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા પર જવા માટે 'એમવી ગંગા વિલાસ' તૈયાર છે. એ વારાણસીના રામનગર બંદર પર ઊભું છે. 13 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3,200 કિલોમીટરની લાંબી યાત્રા માટે એને રવાના કરાવશે. વારાણસીથી ક્રૂઝ વાયા બાંગ્લાદેશના રસ્તે આસામના ડિબ્રુગઢ જશે. આ રિવર ક્રૂઝમાં 32 વિદેશી પ્રવાસી હશે. એ 51 દિવસની યાત્રા કરશે. આ ક્રૂઝમાં 5 સ્ટાર હોટલ જેવી લક્ઝરી સુવિધાઓ છે.

ક્રૂઝમાં શું ખાસ છે, ભાડું કેટલું છે? રૂટ મેપ શું છે? ચાલો... આપણે પણ એક પછી એક એના વિશે જાણીએ...

પ્રથમ ક્રૂઝ વિશે તમે જે જાણવા માગતા હતા એ બધું

યાત્રા- 51 દિવસની છે. અંતર- 3200 કિમી.

ક્રૂઝનો રૂટ- ગંગા-ભાગીરથી-હુગલી રિવર સિસ્ટમ (નેશનલ વોટર વે 1), કોલકાતાથી ધુબરી (ઇન્ડો બાંગ્લા પ્રોટોકોલ રૂટ) અને બ્રહ્મપુત્રા (નેશનલ વોટર વે 2). માર્ગમાં 27 નદીઓ આવશે.

મુખ્ય નદીઓ જે માર્ગ પર પડશે - ગંગા, ભાગીરથી, હુગલી, વિદ્યાવતી, માતલા, સુંદરવન રિવર સિસ્ટમ-5, મેઘના, પદ્મા, જમુના અને બ્રહ્મપુત્રા.

આ ક્રૂઝ 5 રાજ્ય અને બાંગ્લાદેશમાંથી પસાર થશે - યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને બાંગ્લાદેશ.

ક્રૂઝના માર્ગમાં મુખ્ય સ્ટોપ- વારાણસી, પટના, કોલકાતા, ઢાકા, ગુવાહાટી, ડિબ્રુગઢ સહિત 50 મુખ્ય પ્રવાસન સ્થળો સામેલ છે.

ક્રૂઝમાં સુવિધાઓ - 18 સ્યૂટ્સ, રેસ્ટોરાં, બાર, સ્પા, સનડેક, જિમ અને લાઉન્જ.

મુખ્ય ડેક પરની એની 40-સીટર રેસ્ટોરાંમાં કોન્ટિનેન્ટલ અને ભારતીય ભોજન સાથે બુફે કાઉન્ટર્સ છે.

ઉપલા ડેકની આઉટડોર બેઠકમાં સ્ટીમર ચેર અને કોફી ટેબલ સાથેનો બાર છે.

બાથટબ, કન્વર્ટિબલ બેડ, ફ્રેન્ચ બાલ્કની, એલઇડી ટીવી, સેફ, સ્મોક એલાર્મ, લાઇફ વેસ્ટ અને સ્પ્રિંકલર સાથેના બાથરૂમ પણ છે.

સમગ્ર પ્રવાસનું ભાડું - એક વ્યક્તિ માટે 19 લાખ રૂપિયા. સ્યૂટનું ભાડું 38 લાખ છે. આ દર જગ્યા પ્રમાણે વધી કે ઘટી શકે છે.

ક્રૂઝની ખાસિયત - 62.5 મીટર લાંબી અને 12.8 મીટર પહોળી ગંગા વિલાસ ક્રૂઝમાં 40 હજાર લિટરની ફ્યુઅલ ટેન્ક અને 60 હજાર લિટરની પાણીની ટાંકી છે.

-62.5 મીટર લાંબી, 9 મીટર ઊંચી અને 12.8 મીટર પહોળી ક્રૂઝ ગંગા વિલાસ લકઝરી સુવિધાઓથી સજ્જ છે.

ક્રૂઝની સ્પીડ - અપ સ્ટ્રીમમાં ક્રૂઝની સ્પીડ 10થી 12 કિમી પ્રતિ કલાક છે. ડાઉન સ્ટ્રીમમાં ક્રૂઝની ઝડપ 15થી 20 કિમી પ્રતિ કલાક છે.

એ ક્યારે આસામ પહોંચશે- ગંગા વિલાસ ક્રૂઝના ડિબ્રુગઢ ખાતે આગમનની અપેક્ષિત તારીખ 1 માર્ચ, 2023 છે.

કોલકાતાથી ક્રૂઝ 22 ડિસેમ્બરે કાશી માટે રવાના થઈ હતી. કાશીથી ડિબ્રુગઢ માટે આ ક્રૂઝ 13 જાન્યુઆરીએ રવાના થશે.

હવે ક્રૂઝની અંદર શું છે એ જોવા તસવીરો પર નજર નાખો

ક્રૂઝના બીજા માળે 40 સીટર રેસ્ટોરાં છે. એ કોઈપણ 5 સ્ટાર હોટલથી ઓછું નથી.
ક્રૂઝના બીજા માળે 40 સીટર રેસ્ટોરાં છે. એ કોઈપણ 5 સ્ટાર હોટલથી ઓછું નથી.
ક્રૂઝના લક્ઝુરિયસ સ્યૂટની અંદરથી ગંગાનો સુંદર નજારો દેખાય છે.
ક્રૂઝના લક્ઝુરિયસ સ્યૂટની અંદરથી ગંગાનો સુંદર નજારો દેખાય છે.
ક્રૂઝના બેડરૂમ એકદમ લક્ઝરી છે. એ હોટલની અનુભૂતિ ધરાવે છે.
ક્રૂઝના બેડરૂમ એકદમ લક્ઝરી છે. એ હોટલની અનુભૂતિ ધરાવે છે.
ક્રૂઝમાં પુડુચેરીથી મેળવેલાં માટીનાં વાસણો રાખવામાં આવ્યાં છે.
ક્રૂઝમાં પુડુચેરીથી મેળવેલાં માટીનાં વાસણો રાખવામાં આવ્યાં છે.
ક્રૂઝ ગેલરીમાં એલઇડી લાઇટો લગાવવામાં આવી છે.
ક્રૂઝ ગેલરીમાં એલઇડી લાઇટો લગાવવામાં આવી છે.
ક્રૂઝમાં એક કોમન હોલ પણ છે, જ્યાં પ્રવાસીઓ એકસાથે બેસી શકે છે.
ક્રૂઝમાં એક કોમન હોલ પણ છે, જ્યાં પ્રવાસીઓ એકસાથે બેસી શકે છે.
ક્રૂઝ પર એક જિમ પણ છે. પ્રવાસીઓ અહીં કસરત કરી શકે છે.
ક્રૂઝ પર એક જિમ પણ છે. પ્રવાસીઓ અહીં કસરત કરી શકે છે.
સનડેક્સ ક્રૂઝની સૌથા ઉપર બનાવવામાં આવ્યું છે. અહીં ક્રૂઝના મુસાફરો આરામ કરી શકે છે અને ગંગા દર્શન અને વાઈલ્ડલાઈફનો આનંદ માણી શકે છે.
સનડેક્સ ક્રૂઝની સૌથા ઉપર બનાવવામાં આવ્યું છે. અહીં ક્રૂઝના મુસાફરો આરામ કરી શકે છે અને ગંગા દર્શન અને વાઈલ્ડલાઈફનો આનંદ માણી શકે છે.
ક્રૂઝની સજાવટ અને અહીંની સુવિધાઓ નજરે પડે છે.
ક્રૂઝની સજાવટ અને અહીંની સુવિધાઓ નજરે પડે છે.
ક્રૂઝમાં સૌથી ઉપર એક ખુલ્લું ટેરેસ પણ છે, જ્યાં પ્રવાસીઓ ફરી શકે છે.
ક્રૂઝમાં સૌથી ઉપર એક ખુલ્લું ટેરેસ પણ છે, જ્યાં પ્રવાસીઓ ફરી શકે છે.
ક્રૂઝની અંદર ભવ્ય શણગાર કરાયો છે, જે કોઈપણ 5 સ્ટાર હોટલ કરતાં ઓછો નથી.
ક્રૂઝની અંદર ભવ્ય શણગાર કરાયો છે, જે કોઈપણ 5 સ્ટાર હોટલ કરતાં ઓછો નથી.
ક્રૂઝમાં અંદર ખાણી-પીણી રેસ્ટોરાંની સાથે બુફે પણ છે.
ક્રૂઝમાં અંદર ખાણી-પીણી રેસ્ટોરાંની સાથે બુફે પણ છે.
ક્રૂઝની અંદર ઠેર-ઠેર સોફા રાખવામાં આવ્યા છે, જ્યાં બેસીને વાતો પણ કરી શકાય છે.
ક્રૂઝની અંદર ઠેર-ઠેર સોફા રાખવામાં આવ્યા છે, જ્યાં બેસીને વાતો પણ કરી શકાય છે.
ક્રૂઝની અંદરનો બાથરૂમ. અહીં શાવરની સાથે બાથ ટબ વગેરેની સુવિધાઓ પણ છે.
ક્રૂઝની અંદરનો બાથરૂમ. અહીં શાવરની સાથે બાથ ટબ વગેરેની સુવિધાઓ પણ છે.

સુંદરવન અને રોયલ બંગાળ ટાઈગર જોશે યાત્રી

  • ડિબ્રુગઢના રસ્તામાં ક્રૂઝ મેઘના નદીમાંથી પસાર થશે. અહીં ટૂરિસ્ટ સંદરવન પણ જોશે. એ યુનેસ્કો દ્વારા પ્રમાણિત વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. રોયલ બંગાળ વાઘ પણ સુંદરવનમાં રહે છે.
  • કાઝીરંગા નેશનલ પાર્ક પણ રસ્તામાં પડશે, જ્યાં વિશ્વવિખ્યાત એક શિંગડાંવાળા ગેંડા અને હાથી રહે છે. માજુલી ટાપુ પણ અહીં છે. એ વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે. ક્રૂઝ પરથી ચંદ્રની રાતનો નજારો અદ્ભુત હશે.

ક્રૂઝ પરથી ચંદ્રની રાતનો નજારો અદ્ભુત હશે

  • ક્રૂઝના ડાયરેક્ટર રાજ સિંહે કહ્યું હતું કે ક્રૂઝમાંથી ચંદ્રની રાતનો નજારો અદ્ભુત હશે. જ્યાં ધુમ્મસ હશે ત્યાં ક્રૂઝ રોકાશે. એક જહાજ ક્રૂઝની આગળ ચાલે છે. એ ક્રૂઝની સુરક્ષામાં તહેનાત છે.
  • જહાજ પર એક પાઇલટ હશે, જે ક્રૂઝના કેપ્ટનને માર્ગદર્શન આપશે. કોલકાતામાં ક્રૂઝના પાઇલટ અને માસ્ટર બદલાશે. અન્ય તમામ સ્ટાફ એ જ રહેશે.
  • સુરક્ષા માટે ક્રૂઝ સ્યૂટમાં લાઈફ જેકેટ, ફાયર એલાર્મ વગેરે ફિટ કરવામાં આવ્યાં છે. જ્યારે ઇમર્જન્સી માટે ક્રૂઝ સાથે 4 નાના સ્ટીમર પણ જોડાયેલા છે. ક્રૂઝમાં 51 દિવસ માટે ખાવા-પીવાની સુવિધા ઉપલબ્ધ છે.
આ ગંગા વિલાસ ક્રૂઝનો રૂટ મેપ છે, જે મુજબ ક્રૂઝ યાત્રા પર છે.
આ ગંગા વિલાસ ક્રૂઝનો રૂટ મેપ છે, જે મુજબ ક્રૂઝ યાત્રા પર છે.

5 વર્ષ માટે ક્રૂઝના તમામ 18 સ્યૂટ્સ

  • રાજ સિંહે ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે ગંગા વિલાસનું 5 વર્ષ માટેનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. એને દુનિયાનાં જુદાં-જુદાં ટૂરિસ્ટ ગ્રુપે બુક કર્યું છે. 13મી જાન્યુઆરીથી શરૂ થનારી યાત્રાનું 19 લાખ રૂપિયા ભાડું છે. વારાણસીથી સવારે તમામ 32 યાત્રી ડિબ્રુગઢ સુધી યાત્રા કરશે.
  • જોકે હાલમાં દેશમાં વારાણસી અને કોલકાતા વચ્ચે 8 રિવર ક્રૂઝ કાર્યરત છે. આ ઉપરાંત બીજા રાષ્ટ્રીય જળમાર્ગ (બ્રહ્મપુત્રા નદી) પર પણ ક્રૂઝ ચાલુ છે.

જ્યારે ફ્યુ્અલ ટેન્ક ફુલ થઈ જાય ત્યારે એ એક જ વારમાં 40 દિવસ સુધી મુસાફરી કરી શકે છે

  • ગંગા વિલાસ એ સેલ્ફ કન્ટેટ જહાજ છે. ગંગા વિલાસ ક્રૂઝની ફ્યુઅલ ટેન્કની ક્ષમતા 40 હજાર લિટર છે. આટલા ફ્યુઅલથી તે 40 દિવસ સુધી મુસાફરી કરી શકાય છે. ક્રૂઝનો પોતાનો એક STP પ્લાન્ટ પણ છે. આને કારણે ગંગામાં સોલિડ વેસ્ટ જોવા મળશે નહીં. જ્યારે ગંદા પાણીને ફિલ્ટર કરીને ગંગામાં છોડવામાં આવશે.
  • તાજા પાણીના ટેન્કરની ક્ષમતા 60 હજાર લિટર છે. જહાજમાં જ એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જે નિયમિત ગંગાજળને ચોખ્ખું કરે છે. આ પાણીનો ઉપયોગ વોશરૂમ અને કિચનમાં કરાય છે. જ્યારે બાંગ્લાદેશના કેટલાક ભાગોમાં, નદીમાં ખારું પાણી જોવા મળે છે. આવી સ્થિતિમાં 60 હજાર લિટર શુદ્ધ પાણીનો સંગ્રહ કામમાં આવે છે. આ ક્રૂઝમાં ટેક્નિકલ વ્યવસ્થા છે.
અન્ય સમાચારો પણ છે...