• Gujarati News
  • National
  • The World's First Shivling 20 Feet High Out Of 5 Lakh Rudrakshas Was Erected In Motihari, Gold Plated

બિહારમાં અનોખું શિવલિંગ:મોતીહારીમાં 5 લાખ રુદ્રાક્ષમાંથી 20 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ, સોનાનો વરખ ચઢાવાયો

મોતીહારીએક મહિનો પહેલા

બિહારના મોતીહારીમાં 20 ફૂટ ઊંચા 5 લાખ રુદાક્ષથી બનેલા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. એને બનાવવામાં 5 લાખ પંચમુખી રુદ્રાક્ષનો ઉપયોગ કરાયો છે, સાથે જ સોનાનો ગિલેટ પણ કરવામાં આવ્યો છે. આ અનોખા શિવલિંગ પર અભિષેક કરવા માટે લોકો અલગ-અલગ જગ્યાએથી મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ શિવલિંગ આ વિસ્તારમાં ચર્ચાનો વિષય છે.

આ શિવલિંગને રાધાકૃષ્ણ સેવા સંસ્થાનના અધ્યક્ષ આચાર્ય ડો.શંભુ નાથ સિકરિયાએ મનોકામના સિદ્ધ હનુમાન આશ્રમના પ્રાંગણ સિકરિયા બીએડ કોલેજ રાધાનગરમાં સ્થાપિત કરાવ્યું છે. તેમનો દાવો છે કે સપનામાં મહાદેવે આવીને તેમને મંદિર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સપનામાં જેવું મંદિર તેમણે જોયું એવું જ મંદિર તેમણે બનાવડાવ્યું છે. શુક્રવારે રુદ્રાભિષેક પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ કર્યો હતો.

જગતગુરુ શંકરાચાર્યએ જણાવ્યું હતું કે સાક્ષાત શિવના નેત્રમાંથી ઉત્પન્ન થયેલા પાંચ લાખ રૂદાક્ષમાંથી આ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની ઉપર શિવનું મસ્તક છે, જેને આપણે ત્રિવેણી કહીશું, જ્યાં શિવલિંગ રુદાક્ષનું હોય છે ત્યાં દરિદ્રતા આવતી નથી. લક્ષ્મીનો વાસ થાય છે.

આ શિવલિંગની ચર્ચા સમગ્ર બિહારમાં થઈ રહી છે.
આ શિવલિંગની ચર્ચા સમગ્ર બિહારમાં થઈ રહી છે.

ગુજરાતમાં 11 ફૂટનું શિવલિંગ
જગતગુરુ શંકરાચાર્યે જણાવ્યું હતું કે અગાઉ ગુજરાતમાં 11 ફૂટનું રુદ્રાક્ષનું શિવલિંગ હતું, જ્યારે મોતીહારીમાં 20 ફૂટનું શિવલિંગ બન્યું છે, જે સંસારનું સૌથી ઊંચું રુદાક્ષનું શિવલિંગ છે. એની સ્થાપના દેશ-વિદેશમાં શાંતિ સ્થાપિત કરવા અને જંગના કલ્યાણ માટે કરવામાં આવી છે. રુદ્રાભિષેક દરમિયાન 200થી વધુ લોકોએ ભગવાન શંકરને જળ અર્પિત કર્યું હતું. શંકરાચાર્યએ તમામ ભક્તોને એક-એક રુદ્રાક્ષ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...