તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The World Welcomed The New Year With Fireworks In The Corona Era But The Joy Of Celebration Faded

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:ક્વીન્સમાં ખિસકોલીની ‘સટકલી!’: કોરોનાકાળમાં નવા વર્ષની ઉજવણીનો આનંદ ફિક્કો; VLP બનશે કોરોનાનો કાળ?

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ન્યૂયોર્ક સ્થિત ક્વીન્સ કાઉન્ટીમાં રેગો પાર્કમાં ખિસકોલીથી લોકો ડરી ગયા છે અને ઘરની બહાર પણ નીકળતા ડરે છે. - Divya Bhaskar
ન્યૂયોર્ક સ્થિત ક્વીન્સ કાઉન્ટીમાં રેગો પાર્કમાં ખિસકોલીથી લોકો ડરી ગયા છે અને ઘરની બહાર પણ નીકળતા ડરે છે.

ક્વીન્સ કાઉન્ટીમાં ખિસકોલીની ‘સટકલી’

ન્યૂયોર્ક સ્થિત ક્વીન્સ કાઉન્ટીમાં રેગો પાર્કમાં ખિસકોલીએ આતંક મચાવી દીધો છે. સામાન્ય રીતે ખિસકોલીને એક રમતિયાળ અને ભીરૂ પ્રાણી માનવામાં આવે છે પણ રેગો પાર્કમાં રહેતી ખિસકોલીની જાણે ‘સટકલી હૈ’. અહીંની રહેવાસી એક મહિલા મિશેલિન ફ્રેડરીક ખિસકોલીના હુમલાનો ભોગ બની. કોઈ કારણસર ગુસ્સે ભરાયેલી ખિસકોલીએ તેના પર કૂદીને ડોક અને હાથની આંગળી પર સાત-આઠ બચકાં ભરી લીધા અને તેને લોહીલુહાણ કરી નાખી.

સામાન્ય રીતે ખિસકોલીમાં હડકવાના લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ નિષ્ણાતોનાં કહેવા પ્રમાણે, ખિસકોલીમાં હડકવા ન થાય એ અશક્ય પણ નથી. હજુ સુધી જો કે જાણવા મળ્યું નથી કે ખિસકોલી અચાનક આ રીતે આક્રમક કેમ થઈ ગઈ પણ રેગો પાર્કના રહેવાસીઓમાં અત્યારે ખિસકોલીના જેવા નાનકડા પ્રાણીથી પણ ભય જરૂર ફેલાઈ ગયો છે.

નવા વર્ષનું આતશબાજીથી સ્વાગત પણ લોકોની ભીડ ગાયબ

ન્યૂ યરના સ્વાગતમાં સિડનીના ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજ ખાતે આતશબાજી, ફેરી રેસ, મ્યુઝિકલ ઈવેન્ટ્સ અને સૈન્ય પ્રદર્શનો જેવા કાર્યક્રમો તો યોજાયા પરંતુ કોરોનાના લીધે આ સ્થળે લોકો એકત્ર થઈ શક્યા નહોતા. આ કાર્યક્રમો સિડનીના લોકોએ લાઈવ નિહાળ્યા હતા.

કોરોનાવાયરસના કહેર વચ્ચે ન્યૂ યર 2021ને લોકોએ નવી આશાઓ સાથે આવકાર્યું. મોસ્કોમાં ક્રેમલીનના ટાવરો પાસે આતશબાજીનો નજારો.

કોરોનાના નવા સ્ટ્રેનથી ચિંતિત બ્રિટનમાં ન્યૂ યરની ઉજવણી

કોરોનાવાયરસના નવા સ્ટ્રેનની ભીતિ વચ્ચે બ્રિટનના લંડનમાં ટાવર બ્રિજ પર લાઈટ શોનો નજારો. ન્યૂ યરને આવકારવા દર વર્ષે યોજાતા ઉજવણીના કાર્યક્રમો આ વખતે રદ કરવામાં આવ્યા હતા પરંતુ લાઈટ શો અને આતશબાજીનું આયોજન કરાયું, જે કાર્યક્રમો લોકોએ લાઈવ નિહાળ્યા હતા.

કોરોનાનો કાળ VLP

કહેવાય છે કે દુશ્મનને મારવા માટે તેના વેશમાં જ તેની સેનામાં ઘૂસી જાઓ. એ જ રીતે વિજ્ઞાનીઓએ વાયરસ લાઈફ પાર્ટિકલ (VLP)ને પણ હૂબહૂ કોરોનાવાયરસની જેમ પ્રોટીનથી બનાવ્યો છે. આ પાર્ટિકલ્સથી દુનિયાભરમાં કોરોનાની અનેક વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. આ પાર્ટિકલને કોરોનાવાયરસથી અલગ બતાવવા માટે તેનો રંગ લીલો રખાયો છે. આ તસવીર વિજ્ઞાનીઓએ કમ્પ્યુટરાઈઝ્ડ 3ડી ટેકનીકથી તૈયાર કરી છે.

નવા વર્ષના પ્રારંભે કાતિલ ઠંડીનો સપાટો

નવા વર્ષની શરૂઆતમાં કડકડતી ઠંડીના આસાર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં કોલ્ડવેવની સ્થિતિ છે. રાજસ્થાનમાં 11 જિલ્લામાં તાપમાન 5 ડિગ્રી સે.થી નીચે પહોંચ્યું છે.

હરિયાણાના હિસારમાં 31 ડિસેમ્બરની રાત છેલ્લા 24 વર્ષમાં સૌથી ઠંડી રાત રહી. કાતિલ ઠંડીમાં અહીં વૃક્ષો પર બાઝેલી ઝાકળના ટીપાં થીજી ગયા હતા.

શિખર K-2: મિશન ઈમ્પોસિબલ

માઉન્ટ એવરેસ્ટ સહિત 13 એવા પર્વત છે, જ્યાં ઠંડીમાં પણ પર્વતારોહી સાહસિકો ચઢાણ કરવામાં સફળ રહ્યા છે પરંતુ ગાડવિન આસ્ટિન એટલે કે K-2 શિખર આજે પણ અજેય છે. દર વર્ષે K-2 પર ફતેહ મેળવવા પર્વતારોહકો નીકળી પડે છે પણ કોઈ સફળ થઈ શક્યું નથી. આ વર્ષે પણ 55 સભ્યોની ટુકડી તેના પર ચઢાણ કરવા નીકળી છે અને તેમના એક્સપીડિશનનું નામ છે - મિશન ઈમ્પોસિબલ. આ તસવીર K-2 પર્વતના બેઝ કેમ્પની છે.

તાઈવાનમાં બિલ્લીમાસીને છે જલસા

તાઈવાનની રાજધાની તાઈપેઈમાં શેરીઓમાં ફરતી બિલાડીઓની કેર લેવામાં આવી રહી છે. અહીં બિલાડીઓ માટે ‘કાફેટેરિયા’ બનાવાયા છે.

શહેરભરમાં 45 આવા કાફેટેરિયા છે જે લાકડાના બનેલા નાના ઘર છે જેમાં બિલાડીઓને રહેવા મળે છે અને સાથે ખાવાનું પણ મળે છે. વોલિન્ટિયર્સ દ્વારા આ રીતે સ્ટ્રીટ કેટ્સની સંભાળ લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો