તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The World Of Mice That Came Up With The Music Effect, People Are Crazy; The Name Is Mickey Mouse

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:મ્યૂઝિક ઈફેક્ટની સાથે સામે આવી આ ઉંદરની દુનિયા, લોકો છે દીવાના; નામ છે- મિકી માઉસ

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વોલ્ટ ડિઝ્નીને ઓળખ અપાવનારા મિકી માઉસનો આજે 92મો જન્મદિવસ છે, પરંતુ આ ડિઝ્નીનું પહેલું કાર્ટુન કેરેક્ટર ન હતું. તેઓએ ઓસવોલ્ટઃ ધ લકી રેબિટ બનાવ્યું હતું. 1927માં પહેલી વખત ડિઝ્નીએ એનિમેટેડ ફિલ્મોની સીરીઝ પર કામ શરૂ કર્યું. પહેલી ફિલ્મમાં ઓસવોલ્ટ જ કેરેક્ટર હતું. મોટા કાન વાળા સસલાને લોકોને ઘણું જ પસંદ કર્યું. યુનિવર્સલ પિક્ચર્સે તેના કાયદાકીય રીતે અધિકારો જ ખરીદી લીધા હતા. યુનિવર્સલ પિક્ચર્સે સાથે કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો, પરંતુ પૈસા ઓછા હતા તેથી ડિઝ્નીએ ઈનકાર કરી દીધો. ત્યારે યુનિવર્સલે ડિઝ્ની બ્રધર્સ સ્ટૂડિયોને એનિમેટર્સને પોતાની કંપનીમાં કામ આપી દીધું.

ડિઝ્નીની પાસે કોઈ કેરેક્ટર ન હતું. શરૂઆતમાં નિષ્ફળ પણ રહ્યાં. એક દિવસે જ્યારે વોલ્ટ ડિઝ્ની પોતાની ડેસ્ક પર બેઠા હતા તો તેઓને એક ઉંદર નજરે પડ્યો. તેની એક્ટિવિટી તેમને ઘણી જ મજેદાર લાગી અને ત્યારે ડિઝ્નીએ ઉંદરનું પોટ્રેટ બનાવ્યું. પેટ મોટું કરી દીધું અને કાન નાના. હાથોમાં ગ્લોવ્ઝ, પગમાં જોડાં અને કપડાં પણ પહેરાવી દીધા. નામ રાખ્યું- મોર્ટિમર. ડિઝ્નીની પત્નીને આ નામ પસંદ ન આવ્યું અને તેઓએ તેનું નામ મિકી રાખ્યું. ડિઝ્નીને હવે ઓસવોલ્ટને ટક્કર આપવા માટે કાર્ટુન કેરેક્ટર મળી ગયું હતું.

ડિઝ્નીએ 1928માં મિકી માઉસની સાથે શોર્ટ ફિલ્મ ‘પ્લેન ક્રેઝી’ અને ‘ધ ગેલોપિન ગેચો’ બનાવી. આ ફિલ્મને સારો એવો રિસ્પોન્સ મળ્યો. તે જ વર્ષે સ્ટીમબોટ વિલી ફિલ્મ આવી, જેમાં સિન્ક્રોનાઇઝ્ડ મ્યુઝિક ઈફેક્ટ પણ હતી. વર્ષના અંત સુધીમાં મિકી ફેમસ થઈ ગયું હતું. મિકીની લોકપ્રિયતાને વધતી જોઈને 1929માં ‘ધ કાર્નિવલ કિડ’ નામની ફિલ્મ બનાવી. મિકીને પહેલી વખત અવાજ મળ્યો. જેમાં મિકીને બે જ શબ્દો બોલ્યા હતા- હોટ ડોગ્સ. આ અવાજ પણ ડિઝ્નીએ જ મિકીને આપ્યો હતો.

મિકી બોલવાવાળું પહેલું કાર્ટુન બની ગયું હતું. જેની સફળતા પછી વોલ્ટે મિકી માઉસ કલબ અને ફેન કલબ ફોર ચિલ્ડ્રન નામની બે કંપનીઓ ખોલી. ડિઝ્નીએ મિકીની સાથે અનેક કેરેક્ટર બનાવ્યાં, જે મિકીના મિત્ર તરીકે સામે આવ્યાં. મિકીની ગર્લફ્રેન્ડ મિની. જે પછી ગૂફી, પ્લુટો અને ડોનાલ્ડ ડક પણ આવ્યા જે પણ લોકપ્રિય થઈ ગયા.

1932માં ‘એકેડમી ઓફ મોશન પિક્ચર આટર્સ એન્ડ સાયન્સ’ દ્વારા મિકી માઉસના કેરેક્ટરને એવોર્ડ એનાયત કર્યો. 1935માં મિકીને ડિઝ્નીના નવા એનિમેટર ફ્રેડ મૂરે રંગીન બનાવી દીધો. નાક નાનું કરી દીધું. પેટને બોલની બરાબર ગોળ કરી દીધું અને પીળા રંગના જૂતાં અને સફેદ ગ્લોવ્ઝ પહેરાવી દીધા. 1950માં મિકી માઉસ કલબ શરૂ થઈ. પછી ડિઝ્ની થીમ પાર્ક આવ્યો. મિકી માઉસ પર કોમિક્સ પણ બની. ‘ધ મિકી માઉસ’ નામથી ટીવી શો પણ બન્યો.

પછી તો મિકી સતતને સતત આગળ વધતો ગયો અને ક્યારેય રોકાયો જ નહીં. આજે મિકી માઉસની બ્રાંડ વેલ્યુ 180 બિલિયન ડોલર છે. 22 શોર્ટ ફિલ્મ, 11 ફિલ્મો અને 6 કાર્ટુન સીરીઝ પણ આવી ગઈ છે. 2020માં વોલ્ટ ડિઝ્નીની ગ્લોબલ રેવેન્યૂ 69.57 બિલિયન ડોલર છે. ડિઝ્ની મીડિયા બિઝનેસ નેટવર્કની પાસે ડિઝ્ની ચેનલ, ઈએસપીએન, હિસ્ટ્રી, લાઈફટાઈમ જેવી અનેક ચેનલ છે. 8 મિલિયન યુઝર્સની સાથે હોટ સ્ટાર ભારતનું સૌથી મોટું OTT પ્લેટફોર્મ છે.

બંગાલ ટાઈગર બન્યું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી

રોયલ બંગાલ ટાઈગર વધુ સ્ફુર્તિલું અને શક્તિશાળી છે. ભારતમાં વાઘની આજ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.
રોયલ બંગાલ ટાઈગર વધુ સ્ફુર્તિલું અને શક્તિશાળી છે. ભારતમાં વાઘની આજ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.

આજના દિવસે જ 1972માં ‘ઈન્ડિયન બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ’ દ્વારા રોયલ બંગાલ ટાઈગરને ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્વીકાર કર્યો. આ ભારતમાં જોવા મળતી વાઘની આઠ પ્રજાતિઓમાંથી એક છે. રોયલ બંગાલ ટાઈગર અન્ય વાઘોની તુલનાએ સ્ફુર્તિલું અને તાકતવર છે. દેશમાં વાઘોની સંખ્યામાં ઘટાડો નોંધાતા 1972માં પ્રોજેક્ટ ટાઈગરનો પ્રારંભ થયો હતો. જેની અસર પણ જોવા મળી અને વાઘની સંખ્યા વધતી ગઈ.

આ પહેલાં 1948માં ગુજરાત નેચરલ હિસ્ટ્રી સોસાયટીએ ગીરમાં જોવા મળતા એશિયાટિક લાયનને નેશનલ એનિમલ જાહેર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ભારતમાં વાઘ 16 રાજ્યોમાં જોવા મળે છે. 2006માં દેશમાં ટાઈગર્સ 1,411 બચ્યા હતા જે 2019માં વધીને 2,967 થયા હતા. 29 જુલાઈએ ઈન્ટરનેશનલ ટાઈગર ડેની ઉજવણી કરવામાં આવે છે.

ભારત અને વિશ્વમાં 18 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓઃ

 • 1727: જયપુર શહેરની સ્થાપન થઈ. જેને મહારાજા જયસિંહે વસાવ્યું હતું. તેના આર્કિટેક્ટ બંગાળના રહેવાસી વિદ્યાધર ચક્રવર્તી હતા.
 • 1738: ફ્રાંસ અને ઓસ્ટ્રિયા વચ્ચે શાંતિ સમજૂતી થઈ.
 • 1910: પ્રસિદ્ધ ક્રાંતિકારી બટુકેશ્વર દત્તનો જન્મ થયો હતો.
 • 1918: યુરોપ સ્થિત લાતવિયા દેશે પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી.
 • 1963: અમેરિકી ટેલીફોન કંપની બેલ સિસ્ટમ્સે બટન ડાયલિંગ પેડવાળો ટેલિફોન બનાવ્યો.
 • 1994: પેલેસ્ટાઈનવાસીઓના આત્મનિર્ણયના અધિકારને સંયુક્ત રાષ્ટ્રએ માન્યતા આપી.
 • 2013: નાસાએ મંગળ ગ્રહ પર માવેન યાન મોકલ્યું.
 • 2017: ભારતની માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો