• Gujarati News
  • National
  • The Workers Were Going Back To Their Homes, The Car Was Cut Open And The Bodies Were Taken Out

MPમાં બસ-કાર વચ્ચે અકસ્માત, 11નાં મોત:શ્રમિકો પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા, ગાડીને કાપી મૃતદેહ બહાર કઢાયા

એક મહિનો પહેલા

પોતાના ઘરે પરત ફરી રહેલા 11 શ્રમિકોનાં એકસાથે મોત થયાં છે. તમામ શ્રમિકો એક કારમાં સવાર હતા. જીવતા બચેલા કાર ડ્રાઈવરે કહ્યું કે, તેને ઊંઘનું જોકું આવ્યું હતું, ત્યારે જ ગાડી બસ સાથે અથડાઈ હતી.

મધ્ય પ્રદેશના બેતુલ-અમરાવતી સ્ટેટ હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે. ગુરુવારે રાત્રે લગભગ 2 વાગ્યે ખાલી બસ અને તવેરા ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. કાર સવાર 11 લોકોના મોત થયા છે. મૃતકોમાં 6 પુરુષ, 3 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહોને ઝલ્લાર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચાડ્વામાં આવ્યા છે, જ્યાં તેમના પોસમોર્ટમ થશે.

મળતી માહિતી અનુસાર, બસ બેતુલ તરફ આવી રહી હતી, જ્યારે ગાડી શ્રમિકોને લઈ પરતવાડા તરફ જઈ રહી હતી. ઝલ્લાર ગામથી લગભગ એક કિલોમીટર દૂર બસ પહોંચી હતી કે બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે, ગાડીમાં સવાર 11 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. પોલીસે લોકોની મદદથી 11માંથી 7 મૃતદેહ કાઢવામાં હતા. બાકી ચાર મૃતદેહ ગાડીને કટરથી કાપીને નીકાળ્યા હતા.

પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો માટે સંવેદના વ્યક્ત કરી. PM મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો માટે 2-2 લાખ અને ઈજાગ્રસ્ત લોકો માટે 50 હજાર સહાયની જાહેરાત કરી છે.

સોયાબીન કાપવા ગયા હતા શ્રમિકો
ઝલ્લાર પોલીસ ઈન્સ્પેક્ટર દીપક પરાશરે જણાવ્યું કે, રાત્રે પોણા બે વાગ્યે ઘટનાની જાણકારી 100 નંબર પર મળી હતી. ગાડી અમરાવતી જિલ્લાના સોયાબીન કાપનાર શ્રમિકોને ઝલ્લાર તરફ લઈને આવી રહી હતી. બીજી તરફ બસ ખેડીથી ગુડગાંવ તરફ આવી રહી હતી. તવેરામાં 11 લોકો સવાર હતા. તમામ લોકો ફસાયેલા હતા. મૃતકોમાં ડોઢ વર્ષનો બાળક અને પાંચ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.

પ્રત્યક્ષદર્શી મનીષનું કહેવું છે કે, ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તમામ લોકો મરી ચૂક્યા હતા. પહેલા jcbની મદદથી બસ અને ગાડીને અલગ કર્યા. ત્યાર પછી ગાડીને કટરથી કાપીને મૃતદેહો બહાર કાઢ્યા.

મુખ્યમંત્રી શિવરાજે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ ટ્વીટ કર્યું

ડ્રાઈવરે કહ્યું- જોકું આવી ગયું હતું
એસપી સિમાલા પ્રસાદે જણાવ્યું કે, ઝલ્લાર ગામના શ્રમિકો 20 દિવસ પહેલા અમરાવતીના કલમતા ગામ ગયા હતા. ગુરુવારે રાત્રે 9 વાગ્યે ગાડીમાં ત્યાંથી નિકળ્યા હતા. રાત્રે લગભગ સવા 2 વાગ્યે ઝલ્લાર ગામથી એક કિલોમીટર દૂર હતા, ત્યારે અકસ્માત થયો. ગાડીના ડ્રાઈવરે કહ્યું કે, તેને જોકું આવ્યું હતું જેના કારણે અકસ્માત સર્જાયો.

અકસ્માતની જાણ થતાં જ એસપી સિમાલા પ્રસાદ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાર ચાલકને જોકું આવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર લોકોમાંથી માત્ર ડ્રાઈવર જ બચી ગયો હતો.
અકસ્માતની જાણ થતાં જ એસપી સિમાલા પ્રસાદ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાર ચાલકને જોકું આવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર લોકોમાંથી માત્ર ડ્રાઈવર જ બચી ગયો હતો.
મૃતકોમાં 6 પુરૂષો, 3 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહોને ઝલ્લાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. તેનું પોસ્ટમોર્ટમ અહીં કરવામાં આવશે.
મૃતકોમાં 6 પુરૂષો, 3 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહોને ઝલ્લાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. તેનું પોસ્ટમોર્ટમ અહીં કરવામાં આવશે.

મૃતકોના પરિવારજનોને વળતર
કલેક્ટર અમનવીર સિંહ બેન્સે જણાવ્યું કે, કારમાં સવાર તમામ 11 લોકોના મોત થયા છે. જેમાં 2 બાળકોનો સમાવેશ થાય છે. તેને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે. મૃતદેહને તેમના ગામ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અંતિમ સંસ્કારની રકમ માટે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક અકસ્માતમાં આપવામાં આવેલ વળતરની રકમ પણ પરિવાર દ્વારા તાત્કાલિક સ્વીકારવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...