તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Woman's Last Wish Was Fulfilled By Her Husband, Who Gave 7 Lakh Ornaments To The Ram Temple Before The Cremation Procession

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામના નામે:મહિલાની અંતિમ ઈચ્છા પતિએ પૂરી કરી, સ્મશાનયાત્રા પહેલાં રામ મંદિરને આપ્યાં 7 લાખના ઘરેણાં

12 દિવસ પહેલા
 • કૉપી લિંક
54 વર્ષના આશા કંવર હાલમાં જ કોરોના સંક્રમિત થઈ ગયા હતા જે બાદ ફેફસાં વધુ ડેમેજ થતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું - Divya Bhaskar
54 વર્ષના આશા કંવર હાલમાં જ કોરોના સંક્રમિત થઈ ગયા હતા જે બાદ ફેફસાં વધુ ડેમેજ થતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું

રાજસ્થાનમાં એક ભાવુક કરી દેનારો અનોખો કિસ્સો સામે આવ્યો છે. રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં સમર્પણ નિધિ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે રામ મંદિર નિર્માણ માટે જોધપુરમાંથી મળેલી એક રકમની ઘણી ચર્ચા થઈ રહી છે. વાત જાણે એમ છે કે એક મહિલાએ પોતાની અંતિમ ઈચ્છા જણાવી કે તેના ઘરેણાંને રામ મંદિરના નિર્માણ માટે આપવામાં આવે. જે બાદ મહિલાના પરિવારે તેમની ભાવનાઓની કદર કરતાં આવું જ કર્યું.

15 તોલા સોનું અને 23 ગ્રામ ચાંદી વેચીને રામ મંદિર નિર્માણ માટે આપ્યા
મીડિયા રિપોર્ટ મુજબ મામલો રાજસ્થાનના જોધપુરનો છે. લોકો રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં પોતાની ઈચ્છા મુજબ રકમ ભેટ આપી રહ્યાં છે. જોધપુરમાં આશા કંવર નામની એક મહિલાએ પોતાના મૃત્યુ પહેલાં 1લી ફેબ્રુઆરીએ પરિવારની સામે એવી અંતિમ ઈચ્છા જાહેર કરી કે તેમના ઘરેણાંને રામ મંદિરના નિર્માણ માટે ભેટ કરવામાં આવે. પુત્ર મનોહરે માતાની અંતિમ ઈચ્છાને માનતા કહ્યું કે, 'હું જાણીને કહિશ કે ઘરેણાં કઈ રીતે આપી શકાય છે. જે બાદ પરિવારના લોકોએ સંપર્ક કર્યો પરંતુ નિયમો અંતર્ગત ઘરેણાં ન આપી શકાય. ત્યારે પરિવારે 15 તોલા સોનું અને 23 ગ્રામ ચાંદી સોનીને વેચીને 7,08,521 રૂપિયા પ્રાપ્ત કર્યા અને રામના ભવ્ય મંદિર માટે ભેટમાં આપી દિધા.

આશા કંવર નામની એક મહિલાએ પોતાના મૃત્યુ પહેલાં 1લી ફેબ્રુઆરીએ પરિવારની સામે એવી અંતિમ ઈચ્છા જાહેર કરી કે તેમના ઘરેણાંને રામ મંદિરના નિર્માણ માટે ભેટ કરવામાં આવે
આશા કંવર નામની એક મહિલાએ પોતાના મૃત્યુ પહેલાં 1લી ફેબ્રુઆરીએ પરિવારની સામે એવી અંતિમ ઈચ્છા જાહેર કરી કે તેમના ઘરેણાંને રામ મંદિરના નિર્માણ માટે ભેટ કરવામાં આવે
15 તોલા સોનું અને 23 ગ્રામ ચાંદી સોનીને વેચીને 7,08,521 રૂપિયા પ્રાપ્ત કર્યા
15 તોલા સોનું અને 23 ગ્રામ ચાંદી સોનીને વેચીને 7,08,521 રૂપિયા પ્રાપ્ત કર્યા

પતિએ ફોન કરીને કહ્યું, પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવી છે
સમર્પણ નિધિ અભિયાન અંતર્ગત રામ મંદિર માટે ફાળો એકઠો કરનાર જોધપુરની ટીમના RSSના પ્રાંત પ્રચાર પ્રમુખ હેમંત ગોષ્ટેની પાસે 4 ફેબ્રુઆરીનાં રોજ એક ફોન કોલ આવ્યો હતો, જેમાં ફોન કરનારે પોતાનું નામ વિજયસિંહ ગૌડ જણાવ્યું અને કહ્યું કે તેમની પત્ની આશા કંવરનું દેહાંત થઈ ગયું છે. મૃત્યુ પહેલાં તેને પોતાના તમામ ઘરેણાંને રામ મંદિર નિર્માણ માટે આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી પરિવારના તમામ સભ્યોએ ઘરેણાંને ભેટમાં આપવાનો નિર્ણય કર્યો છે.

આશા કંવરની ઈચ્છાનુસાર તેમના ઘરેણાંને વેચીને જે 7 લાખ 8 હજાર રૂપિયા મળ્યા તે તેમના પરિવારના લોકોએ સમર્પણ નિધિના સભ્યોને સોંપી દિધા.
આશા કંવરની ઈચ્છાનુસાર તેમના ઘરેણાંને વેચીને જે 7 લાખ 8 હજાર રૂપિયા મળ્યા તે તેમના પરિવારના લોકોએ સમર્પણ નિધિના સભ્યોને સોંપી દિધા.

આશા કંવર કોરોનાનો શિકાર બન્યાં
મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા આશા કંવર હાલમાં જ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. જે બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ ફેફસાં સંક્રમણ થયા હોવાને કારણે તેમનું નિધન થઈ ગયું. તેઓએ પોતાના પુત્ર અને પતિની સામે પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી.

રામ સમર્પણ નિધિ અભિયાનના સભ્ય જ્યારે તેમના ઘરે પહોંચ્યા તો પરિવારના લોકોએ સમગ્ર વાતની જાણકારી આપી. આશા કંવરની ઈચ્છાનુસાર તેમના ઘરેણાંને વેચીને જે 7 લાખ 8 હજાર રૂપિયા મળ્યા તે તેમના પરિવારના લોકોએ સમર્પણ નિધિના સભ્યોને સોંપી દિધા. ભગવાન રામ પ્રત્યે આ આસ્થા અને પરિવારના આ નિર્ણયને જોતા તમામ લોકો ઘણાં જ ભાવુક થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો