ગ્રેટર નોઈડા:કારમાં તરફડિયા મારી મારીને મહિલાનું મોત, ડૉક્ટરો જોવા પણ ન આવ્યા

6 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં કોરોનાગ્રસ્ત મહિલા દર્દીનું તરફડિયા મારી મારીને મોત થયું છે. ઓક્સિજન લેવલ ઘટી જતાં મહિલાને કારમાં લઈને પરિવાર GIMS હૉસ્પિટલ પહોંચ્યો હતો. જો કે, હૉસ્પિટલ ફુલ હોવાને કારણે મહિલાને એડમિટ કરવામાં આવી નહીં. પરિવારજનોએ હૉસ્પિટલમાં જઈ ડૉક્ટરોને હાથ જોડ્યા પરંતુ કોઈ ડૉક્ટર મહિલાને જોવા સુદ્ધા આવ્યો નહીં. આ તરફ મહિલા એક એક શ્વાસ માટે કારમાં જ તડપતી રહી. આખરે કલાકો બાદ ડૉક્ટર મહિલાને તપાસવા આવ્યા હતા. જો કે ત્યાં સુધીમાં મહિલાનું મોત થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...