તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Woman Sub inspector Carried The Corpse On Her Shoulders And Walked 2 Km, Burying The Corpse Herself.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:લાશને ઉઠાવવા કોઈ તૈયાર ન હતું, ત્યારે મહિલા PSI એને પોતાના ખભા પર લઈને 2 કિમી ચાલ્યાં, પોતે જ કર્યા લાવારીશ લાશના અંતિમસંસ્કાર

આંધ્રપ્રદેશ23 દિવસ પહેલા
આ મહિલા સબ-ઇન્સ્પેકટરે પોતાના ખભા પર લાશને લઈને 2 કિમી પગપાળા ચાલીને સ્વયં એના 
અંતિમસંસ્કાર કર્યા હતા. - Divya Bhaskar
આ મહિલા સબ-ઇન્સ્પેકટરે પોતાના ખભા પર લાશને લઈને 2 કિમી પગપાળા ચાલીને સ્વયં એના અંતિમસંસ્કાર કર્યા હતા.

આંધ્રપ્રદેશમાં એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે જે કર્યું એ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં એક લાવારીશ લાશને કોઈ સ્પર્શ કરતાં પણ ગભરાઈ રહ્યા હતા, ત્યારે આ મહિલા સબ-ઇન્સ્પેક્ટરે એને પોતાના ખભા પર લઇને બે કિલોમીટર ચાલ્યાં જ નહીં, પણ એના અંતિમસંસ્કાર પણ પોતાના હાથે જ કર્યા હતા.

શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગામાં ફરજ બજાવતાં મહિલા સબ-ઇન્સ્પેક્ટર કે. શ્રીષાએ રુટિન ફરજ બજાવતા જે કર્યું એના માટે દરેક તેમની પ્રશંસા કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કૃષ્ણા રેડ્ડીએ પણ યુવા પોલીસ અધિકારીના માનવતાવાદી પગલાની પ્રશંસા કરી ટ્વીટ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઓફિશિયલ ડ્યૂટીથી એક પગલું આગળ વધીને કોઈ લાવારીશ લાશના અંતિમસંસ્કાર કરવા એ બતાવે છે કે આપણા દેશના દરેક પોલીસકર્મચારીઓ પોતાની અંદર માનવતાનાં મૂલ્યોને જાળવી રાખે છે.

આંધ્રપ્રદેશના પોલીસ ચીફ ડી. ગૌતમ સવાંગે યુવા પોલીસ અધિકારીના આ કામનાં વખાણ કર્યાં છે. શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગા મ્યુનિસિપાલિટીના આદિવિકોટ્ટુરું ગામના એક ખેતરમાં એક લાવારીશ લાશને લોકોએ જોઈ હતી, પરંતુ કોઈપણ વ્યક્તિ એની પાસે જવાની હિંમત કરી ન કરી. કોઈએ જણાવ્યું હતું કે તે ઈસમ લોકો પાસેથી ખાવાનું માગીને પોતાનું પેટ ભરી રહ્યો હતો. તે મૂળ રૂપે ક્યાંનો રહેવાસી હતો એ કોઈ જાણતું ન હતું.

મહિલા સબ-ઈન્સ્પેકટર શ્રીષાને આ ઘટનાની જાણકારી મળતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે જોયું કે લાશના અંતિમસંસ્કાર તો દૂર, પણ લોકો એની પાસે જવાથી પણ ગભરાઈ રહ્યા હતા. કોરોનાના સંક્રમણના ડરને કારણે કદાચ લોકો આવું કરી રહ્યા હતા.

આ જોયા પછી શ્રીષાએ લલિતા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી એ લાશના અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું. શ્રીષા લાશને પોતાના ખભા પર રાખીને બે કિલોમીટર સુધી ચાલીને પોતે જ એના અંતિમસંસ્કાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો