• Gujarati News
  • National
  • The Woman Caught The Husband With The Girlfriend; Outraged Wife Grabs Husband's Girlfriend By The Hair And Slaps Him

ભોપાલના જીમમાં પત્ની-ગર્લફ્રેન્ડ વચ્ચે ધડાધડીનો VIDEO:મહિલાએ પતિને ગર્લફ્રેન્ડ સાથે ઝડપ્યો; રોષે ભરાયેલી પત્નીએ પતિની ગર્લફ્રેન્ડને વાળ પકડીને ચંપલે-ચંપલે ફટકારી

ભોપાલ2 મહિનો પહેલા
  • પત્નીએ પોતાના પતિની ગર્લફ્રેન્ડની કરી ધોલાઈ

ભોપાલના કોહેફીઝા વિસ્તારમાં સુજા ફિટનેસ સેન્ટરમાં પતિ-પત્ની અને તે ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અહીં પત્નીએ તેના પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે મસ્તી કરતા ઝડપી લીધો હતો. ફિટનેસ સેન્ટર પર પહોંચતા જ પતિ-પત્ની અને તે ની વચ્ચે ધડાધડી શરૂ થઈ ગઈ હતી. પતિ સ્પષ્ટતા કરતો રહ્યો, પણ પત્ની તે માનવા માટે તૈયાર ન હતી. તેણે ગર્લફ્રેન્ડના વાળ પકડીને ચંપલે-ચંપલે ફટકારી હતી. આ દરમિયાન વચ્ચે પ્રમિકાનો બચાવ કરી રહેલા પતિને પણ ચપ્પલથી માર મારવામાં આવ્યો હતો અને તેના વાળ ખેંચ્યા હતા. કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ મામલે પોલીસે બંને પક્ષે ગુનો નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અખ્તર એપાર્ટમેન્ટ પાછળ ખાનુગાંવમાં રહેતા પતિ તલહા શમીમની પત્ની ઉરબા શાહી (26) ગૃહિણી છે. તેને તેના પતિ પર શંકા વ્યક્ત કરી હતી કે પતિનું કોઈ યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે. આ વાત તેણે પતિને કહેતા પતિ તલહા શમીમે આ વાતનો ઇનકાર કર્યો હતો. તેણે સ્પષ્ટતા કરી હતી કે હું કોઈ પણ છોકરી સાથે ફરતો નથી. ઉરબાએ તે દિવસથી તેના પતિનો પીછો કરવાનું શરૂ કર્યું.

ગર્લફ્રેન્ડનો બચાવ કરતાં પતિના વાળ ખેંચતી પત્ની.
ગર્લફ્રેન્ડનો બચાવ કરતાં પતિના વાળ ખેંચતી પત્ની.

પતિને રંગે હાથે ઝડપવા માટે તે પોતાની બહેન ફિઝાને તેની સાથે લઈ ગઈ. ઉરબા શાહીનો દાવો છે કે 15 ઓક્ટોબરની સાંજે લગભગ 6.30 વાગ્યે બંને બહેનો સુજા ફિટનેસ સેન્ટર પહોંચી હતી. અહીં તેનો પતિ એક યુવતી સાથે બુલેટ પર બેસીને મસ્તી કરતો જોવા મળ્યો હતો. ઉરબાનો આરોપ છે કે તેણે તેના પતિને કહ્યું કે તમે આ યુવતી સાથે ફરો છો, આ બાબતે તેના પતિએ તેને અપશબ્દો કહેતા મારપીટ કરી. આમાં તેનો સાથે તેની ગર્લફ્રેન્ડે પણ આપ્યો હતો.

યુવતીએ તલહાને ગણાવ્યો હતો દોસ્ત
આ તરફ, છાવણી રોડ ખારે રહેતી યુવતીએ પોલીસને જણાવ્યુ હતું કે તે અન્ય લોકોની સાથે જિમમાં કસરત કરી રહી હતી. સાંજે લગભગ સાડા છ વાગે તેના મિત્ર તલહાની પત્ની ઉરબા અને તેની બહેન ફિઝા ત્યાં આવી હતી. બાદમાં તેણે મને અપશબ્દો કહ્યા હતા. વિરોધ કર્યો તો ઉરબાએ મારપીટ કરવાની શરૂ કરી દીધી હતી, જેમાં અનેક જગ્યાએ તેને ઇજા થઈ છે. પોલીસે આ મામલે કાઉન્ટર કેસ નોંધ્યો હતો. પોલીસમથકના ઇન્ચાર્જ અનિલ વાજપેયીએ કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે 15 ઓક્ટોબરના રોજ, ઉરબાએ તેના પતિ તલહા અને તેના માતા-પિતા વિરુદ્ધ શાહજહાનાબાદ પોલીસ સ્ટેશનમાં દહેજ અને હેરાનગતિનો કેસ નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...