તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Woman Advised The Government Official To Wear A Mask When The Officer Beat Her From The Road To The Office

આન્ધ્રપ્રદેશમાં મહિલા સાથે મારઝૂડ:મહિલાએ સરકારી અધિકારીને માસ્ક પહેરવાની સલાહ આપી તો અધિકારીએ ઓફિસમાં રોડથી મારઝૂડ કરી

અમરાવતી(આન્ધ્રપ્રદેશ):3 મહિનો પહેલા
ઘટનાના CCTVમાંથી લેવાયેલી તસવીર
  • ઘટના શનિવારે સવારે નેલ્લોરની ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ઓફિસમાં થઇ હતી
  • મંગળવારે વીડિયો સામે આવ્યો, મહિલાએ કેસ દાખલ કરાવ્યો

આન્ધ્રપ્રદેશના નેલ્લોરની એક સરકારી કચેરીમાં મહિલા કર્મચારીએ અધિકારીને માસ્ક પહેરવા માટે કહ્યું હતું. અધિકારીને તેનાથી અપમાનની લાગણી થઇ અને તેણે ઓફિસમાં જ મહિલા સાથે રોડથી મારકૂટ કરી હતી. મહિલાના વાળ પકડીને ઢસડી હતી. આ ઘટના બની ત્યારે અમુક કર્મચારીઓએ મહિલાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમ છતા પેલો અધિકારી મારકૂટ કરી રહ્યો હતો. મંગળવારે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. હવે પીડિત મહિલાએ કેસ દાખલ કર્યો છે. પોલીસ આરોપી અધિકારીની શોધખોળ કરી રહી છે. 

ટુરિઝમ ડિપાર્ટમેન્ટની ઘટના
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ ઘટના નેલ્લોરના ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં શનિવારે સવારે બની હતી. CCTV ફુટેજ સામે આવ્યા છે. એક વ્યક્તિ ઝડપથી રૂમમાં પ્રવેશ કરે છે. અહીં અન્ય કર્મચારી કામમાં વ્યસ્ત છે. તે વ્યક્તિ સામે બેસેલી મહિલા કર્મચારી પાસે પહોંચીને તેના વાળ ખેંચીને નીચે પાડી દે છે. મહિલાની ટેબલ પાસેથી કોઇ રોડ જેવી વસ્તુ ઉપાડીને મારવાનું શરૂ કરે છે. અમુક લોકો તેને રોકવાનો પ્રયત્ન કરે છે પણ તે મારકૂટ ચાલુ રાખે છે. 

આરોપી ડેપ્યુટી મેનેજર છે
અધિકારીની આ કરતૂત જોઇને અમુક કર્મચારી દોડીને તેની પાસે પહોંચે છે. તેના હાથમાંથી રોડ છિનવીને મહિલાને બચાવવાનો પ્રયત્ન કરે છે. મહિલા ખુરશી પરથી નીચે પડી જાય છે. મારપીટ પછી આ વ્યક્તિ રૂમની બહાર જતી રહે છે. તેનું નામ ભાસ્કર હોવાનું સામે આવ્યું છે. તે ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર છે. મહિલાએ મંગળવારે કેસ દાખલ કર્યો હતો. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ આરોપી અધિકારીને સંક્રમણથી બચવા માટે માસ્ક લગાવવાની સલાહ આપી હતી. અધિકારીને આ સલાહ તેનું અપમાન લાગ્યું હતું. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો