તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • If The Indian Government Is Not Spying, Then Who Is Behind This? PM Modi Should Investigate It

ભાસ્કર એક્સક્લૂસિવ:જો ભારત સરકાર જાસુસી નથી કરાવી રહી તો આની પાછળ કોણ છે? PM મોદી તેની તપાસ કરાવે

નવી દિલ્હી15 દિવસ પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • વાયરે રવિવારે રાતે જાસૂસી સંબધિત એક રિપોર્ટ શેર કર્યો
  • ભારત સરકારે પેગાસસના ઉપયોગથી પણ ઈન્કાર કર્યો નથી

પેગાસસ પ્રોજેક્ટ એટલે કે સોફ્ટવેર દ્વારા મીડિયા કર્મચારી, નેતાઓ, જજની જાસુસીનો મામલો હાલ સમગ્ર દેશમાં ચર્ચામાં છે. એમ્નેસ્ટી સંસ્થા અને ફ્રેન્ચ મીડિયા કંપની ફોર્બિડેન સ્ટોરીજને મળેલો ડેટા વિશ્વની 16 મીડિયા સંસ્થાની સાથે શેર કરવામાં આવ્યો છે. ભારત તરફથી ન્યુઝ પોર્ટલ ધ વાયરને આંકડા સંબધિત માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ધ વાયરે રવિવારે રાતે જાસૂસી સંબધિત એક રિપોર્ટ શેર કર્યો, જેમાં મીડિયાની ઘણી મોટી હસ્તીઓ છે. ધ વાયરના ફાઉન્ડિંગ એડિટર સિદ્ધાર્થ વરદરાજનનું નામ પણ તેમાં સામેલ છે. ધ વાયરના અન્ય પત્રકારોનું નામ પણ લિસ્ટમાં છે. આ રિપોર્ટમાં પોતાના સહયોગીઓ અને અન્ય લોકોનું નામ પ્રકાશમાં આવવા પર વરદરાજન હેરાન છે. તેઓ આ વાતને અભિવ્યક્તિની આઝાદીનું અતિક્રમણ માને છે.

જાણો દૈનિક ભાસ્કરના સવાલોના તેમણે શું જવાબ આપ્યા...સવાલ- તમને પેગાસસ સ્પાઈવેરની દેખરેખ રાખવાનો રિપોર્ટ ક્યાંથી મળ્યો?- આ રિપોર્ટ નથી પરંતુ ફોન નંબર્સનો એક ડેટાબેઝ છે. ફ્રેન્ચ મીડિયા NGO ફોરબિડેન સ્ટોરીજે તેને પ્રાપ્ત કર્યો. આ આંકડાઓને 16 મીડિયા સંસ્થાઓ સાથે શેર કરવામાં આવ્યા. ધ વાયર પણ આ પૈકીની એક છે.

સવાલ- તેને પબ્લિશ કરવા માટે તમે શું તૈયારી કરી હતી?
- તમામ મીડિયા ગ્રુપ જેમની પાસે આ ડેટા હતો, તેમણે સાથે મળીને આ આંકડાને વિરીફાઈ કરવાનું કામ કર્યું. જે લોકોના ફોન નંબર્સ તેમાં સામેલ હતા, તેમની સાથે વાત કરી. અમે કોશિશ કરી કે તેમના ફોન(ઈન્સ્ટ્રુુમેન્ટ્સ)નો ફોરેન્સિક ટેસ્ટ કરવામાં આવે.

સવાલ- રિપોર્ટ આવતા પહેલા પણ શું તમને લાગતુ હતું કે તમે દેખરેખ હેઠળ છો? તમારા ફોનની જાસૂસી કરાઈ રહી છે?
- લાંબા સમયથી એવુ લાગી રહ્યું હતું કે મારી પર દેખરેખ રખાઈ રહી છે. જોકે આવુ વિચારવું અને વાસ્તવિક રીતે તેના સબુત પ્રકાશમાં આવવામાં ઘણો ફરક છે. મને એવું લાગતુ હતું કે મારો ફોન દેખરેખ હેઠળ છે, જોકે ટેક્નિકલ કન્ફોર્મેશન આવ્યા પછી બધુ ચોંકાવનારુ છે.

સવાલ- માત્ર પત્રકારો પર દેખરેખ શાં માટે? માત્ર 40 જર્નાલિસ્ટ જ શાં માટે? તમે જ શાં માટે?
- પત્રકારો પર દેખરેખ કે જાસુસી કરવી તે મીડિયાની આઝાદી પર હુમલો કરવાની પ્રક્રિયાનો એક હિસ્સો છે. આમ કરવા પાછળનો હેતુ ખાસ સ્ટોરીને પબ્લિશ થતી રોકવાનો છે. અમારી પાસે 40 લોકોનું લિસ્ટ છે, જોકે ચોક્કસ આ લિસ્ટ તો આનાથી ઘણુ મોટુ હશે.

સવાલ- શું સરકાર અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ લગાવવાની કોશિશ કરી રહી છે?
- NSO પોતાની પ્રોડક્ટ પોગાસસ માત્ર સરકારોને વેચે છે. ભારત સરકારે પેગાસસના ઉપયોગથી ઈન્કાર કર્યો નથી. આ કારણે એવું માનવું તાર્કિક છે કે ભારત સરકાર દ્વારા પેગાસસનો ઉપયોગ પત્રકારો, વિપક્ષી નેતાઓ સહિત અન્ય લોકોની જાસુસી માટે કરાઈ રહ્યો છે.

જોકે આવુ બીજા કોઈ દેશની સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે તેની તપાસ કરાવવાના તમામ કારણ છે. એવી કઈ વિદેશી સરકાર છે જે ભારતીય મંત્રીઓ, ન્યાયાધીશો, ચૂંટણી અધિકારીઓ અને પત્રકારોની જાસૂસી કરાવી રહી છે. નિશ્વિત રીતે આ બાબતની તાત્કાલિક તપાસ થવી જોઈએ.

સવાલ- શું બીજા પ્રોફેશનલ કે સંસ્થાઓના ફોનની પણ જાસુસી કરવામાં આવી છે?
- આ સપ્તાહમાં અમે રોજ નવી માહિતી વિગતો સાથે પબ્લિશ કરવા જઈ રહ્યાં છે. ઘણા હિસ્સામાં આ ડેટાબેઝ રિપોર્ટને પણ તમામની સામે લાવવામાં આવશે.