પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર રવિવારે ફી એક વાર પથ્થરમારાનો મામલો સામે આવ્યો. અઠવાડિયામાં ત્રીજી વાર પથ્થરમારાની ઘટના બની. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બારોસઇ રેલવે સ્ટેશનની પાસે વંદે ભારતના C14 કંપાર્ટમેન્ટ પર પથ્થરો ફેંકવામાં આવ્યા. તેના લીધે બારીઓના કાચ તૂટી ગયા. આ ઘટનાને લીધે ટ્રેનને બોલપુર સ્ટેશને ઘણા સમય સુધી રોકી રાખવી પડી. સદનસીબી એ રહી કે આ પથ્થરમારામાં કોઇ પ્રવાસીને ઇજા નથી થઇ.
30 ડિસેમ્બરે પીએમ મોદીએ બંગાળમાં પહેલી વંદે ભારતને લીલી ઝંડી બતાવી હતી. તેના ચાર દિવસ બાદ 2 જાન્યુઆરી રાત્રે માલદામાં વંદેભારત પર પથ્થરમારો થયો. પથ્થરમારો કુમારગંજ રેલવે સ્ટેશન પાસે થયો. ટ્રેન ન્યૂ જલપાઇગુડીથી નીકળી હતી, હાવરા આવતા દરમિયાન માલદા સ્ટેશનની પાસે અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના લીધે કોચ સી-13નો દરવાજો અને બારી ક્ષતિગ્રસ્ત થઇ ગયાં.
પશ્ચિમ બંગાળમાં નેતા પ્રતિપક્ષ અને ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ ઘટનાને લઇને NIAની તપાસની માંગ કરી હતી. ત્યાર બાદ 3 જાન્યુઆરીએ હાવરાથી ન્યૂ જલપાઇગુડી વંદે ભારત પર કિશનગંજમાં પથ્થરબાજી થઇ હતી.
પૂર્વી ભારતને મળી પહેલી વંદે ભારત ટ્રેન
PM મોદીએ 30 ડિસેમ્બરે દેશની સાતમી વંદે ભારતનું ઉદઘાટન કર્યું. આ પૂર્વી ભારતની પહેલી વંદે ભારત ટ્રેન છે, જે હાવરાથી ન્યૂ જલપાઇગુડીની વચ્ચે ચાલશે. ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. આશરે 600 કિમીનું અંતર કાપતા તેને 7.5 કલાકને સમય લાગશે. હાવરાથી એ સવારે 05.55 વાગે રવાના થશે. બપોરના 1.30 વાગે ન્યૂ જલપાઇગુડી પહોંચશે. આ યાત્રા દરમિયાન ટ્રેન ત્રણ સ્ટેશને રોકાશે. તેમાં બિહારનું કિશનગંજ રેલવે સ્ટેશન સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.