તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Wife, Who Did Not Meet The Demand For A Bullet Bike From Her Father in law, Was Imprisoned For 6 Days And Beaten With A Gun Butt And A Belt; The Wife Fled And Went Straight To The Police Station, Showing The Wound To The Police

પતિની ક્રૂરતા:બુલેટ બાઇકની માગણી પૂરી ન થતાં પત્નીને 6 દિવસ કેદ કરીને માર માર્યો; પત્ની ભાગીને સીધી પોલીસ સ્ટેશને પહોંચી, પોલીસને ઘા બતાવ્યા

કૌશાબી(ઉત્તરપ્રદેશ)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિની નોકરી લોકડાઉનનાં લીધે છૂટી ગઈ હતી
  • સસરા દ્વારા સમજાવવામાં આવ્યો, પરંતુ કોઈનું ન માન્યો

ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં એક પતિની ક્રૂરતા સામે આવી છે. સાસરેથી બુલેટ બાઇક ખરીદીને ન આપતાં પતિએ પત્નીને બંદૂકના કુંદા તેમજ પટ્ટા વડે ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. પત્નીને બાંધીને પતિ 6 દિવસ સુધી તેને ક્રૂરતાપૂર્વક માર મારતો રહ્યો. પત્નીને જીવ બચાવવાની તક મળતાં તે તરત જ ભાગીને પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી. પોલીસને પોતાના શરીર પર પડેલા ઘાનાં નિશાન બતાવી ન્યાયની માગણી કરી હતી. પત્નીની ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાલ ચાલુ કરી છે.

લોકડાઉનમાં પતિની નોકરી છૂટી ગઈ હતી
આ ઘટના સરાય અકિલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ડહિયા ગામની છે. ઉસ્માનપુર તલરી ગામના રહેવાસી રામદાસે પોતાની પુત્રીના લગ્ન 4 વર્ષ પહેલાં કરાવ્યા હતા. લગ્ન પછી રીના અને રાજકુમારનો 2 વર્ષનો પુત્ર હૃતિક પણ છે. રાજકુમાર મુંબઇમાં રહીને પ્રાઇવેટ નોકરી કરી રહ્યો હતો. લોકડાઉનનાં સમયમાં તે ઘરે પાછો આવી ગયો હતો. રાજકુમારે રીના પર પાછળના કેટલાક મહિનાઓથી પોતાના પિયરથી બુલેટ ખરીદીને આપે એવી માગણી કરી પત્ની પર દબાણ કરી રહ્યો હતો. રીનાએ પિતાની પ્રાઇવેટ નોકરી હોવાથી અત્યારે પરિસ્થિતિ નથી એમ કહીને રાજકુમારને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તેની રીના પ્રત્યેની વર્તણૂક બદલાઇ ગઇ હતી.

બુલેટનું ભૂત સવાર હતું
વર્તણૂક બદલવાને લીધે રાજકુમાર વાતે-વાતે રીના પર હાથ ઉઠાવવા લાગ્યો. પતિનો આ સ્વભાવ જોઇને રીનાએ હિંમત કરી પોતાના ભાઇ તથા પિતાને તેનું દર્દ જણાવ્યું. ત્યાર બાદ પિતાએ જમાઇને સમજાવવાના બહુ પ્રયત્ન કર્યા, પરંતુ તેના માથે બુલેટનું એવું ભૂત સવાર હતું કે તેને કોઇની વાત સમજમાં આવતી નહોતી. પત્નીએ જણાવ્યું કે 6 જુલાઇની રાત્રે સાસરે તે દરેકને જમવાનું આપી વાસણ ધોઇ રહી હતી. એ દરમિયાન પતિ રાજકુમારે કોઇપણ વાત વગરનો ઝઘડો ચાલુ કરી દીધો. ખરાબ ગાળો દેવા મંડ્યો. જ્યારે પત્નીએ આનો વિરોધ કર્યો ત્યારે રાજકુમારે બંદૂકના કુંદા તથા પટ્ટે વડે મારવાનું શરૂ કરી દીધું. જ્યાં સુધી પત્ની બેભાન ના થઇ ત્યાં સુધી રાજકુમારે પત્નીને મારવાનું ચાલુ રાખ્યું. ત્યાર પછી રોજ આ ઘટના ચાલુ રહી. ક્રૂરતાપૂર્વક માર ખાધા પછી પત્ની દર્દથી બૂમો પાડવા માંડી, પરંતુ હેવાન પતિએ તેના પર કોઇ દયા ના રાખી.

પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી
છ દિવસ સુધી સતત ક્રૂરતાપૂર્વક માર ખાધા પછી છેવટે પત્નીને ભાગવાની તક મળી ગઇ. છઠ્ઠા દિવસે રવિવારે પત્ની પોતાના પતિના ત્રાસથી આઝાદ થઇ હતી. દર્દ સાથે પત્ની સૌપ્રથમ પોલીસ સ્ટેશન પહોંચી. પત્નીની ફરિયાદ પછી પોલીસે તપાસ ચાલુ કરી છે. ઇન્સ્પેક્ટર સરાય અકિલ બીપી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મહિલા રીના દેવીએ પોતાના પતિ અને સાસરાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાના શરીર પર ઘાનાં નિશાનના આધારે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. મહિલાના જેઠ પ્રવીણકુમાર અને જેઠાણી સવિતા પર પણ ગુનામાં સાથ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પતિ અને સાસરાવાળાઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. પીડિતાની ફરિયાદ ઉપર પતિ સહિત અન્ય લોકોની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...