રતલામમાં મહિલાને ટ્રકે કચડી:પેટ્રોલ પંપની બહાર પતિની રાહ જોતી હતી, પાછળથી ટ્રક આવ્યો અને કચડીને ભાગી ગયો

2 મહિનો પહેલા
  • ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

રતલામમાં પતિની રાહ જોતી મહિલાને ટ્રકે કચડી નાખી હતી. તે એક પેટ્રોલ પંપની બહાર ઉભીને તેના પતિની રાહ જોતી હતી, ત્યારે પાછળથી એક ટ્રકે તેને ટક્કર મારી હતી. મહિલાને થોડી દૂર સુધી ઘસડીને ટ્રક ડ્રાઈવરે બ્રેક મારી હતી. પછી ટ્રક ડ્રાઈવરે ટ્રકને ઝડપથી રિવર્સ લઈને ભાગી ગયો હતો. તે મહિલા ત્યાંજ તડપતી રહી હતી. જો તે ટ્રક વધુ સમય સુધી મહિલાને ઘસડી હોત તો તે મહિલાનું મૃત્યુ થયુ હોત. જોકે અત્યારે તે ગંભીર હાલતમાં છે. તેને મંદસૌર જીલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલા આકતવાસમાં રહેનાર જવાહરલાલ રાયકવારની પત્ની શાંતિબાઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

પોલીસ અધિકારી કમલેશ સીનસે જણાવ્યુ હતુ કે જવાહર અને શાંતિબાઈ બાઈક પર જઈ રહ્યા હતા. તેઓ જાવરાના રતલામ નાકાના એક પેટ્રોલ પંપ પર ઉભા રહ્યા હતા. જવાહર પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવા ગયો હતો, અને શાંતિબાઈ પેટ્રોલ પંપની બહાર ઉભીને પતિની રાહ જોતી હતી. ત્યારે જ બીજી તરફથી ઝારખંડ પાસીંગનો એક ટ્રક આવ્યો હતો. તે ટ્રકે પહેલા મહિલાને ટક્કર મારી હતી, પછી થોડી દૂર સુધી તેને ઘસડી હતી. ત્યારબાદ ટ્રક ડ્રાઈવર ટ્રકને રિવર્સમાં લઈને ભાગી ગયો હતો. મહિલાના ભત્રીજા જિતેન્દ્ર રાયકવારે ટ્રક ડ્રાઈવર સામે કેસ દાખલ કર્યો છે.

મહિલા એક પેટ્રોલ પંપની બહાર ઉભીને તેના પતિની રાહ જોતી હતી, ત્યારે પાછળથી એક ટ્રકે તેને ટક્કર મારી હતી.
મહિલા એક પેટ્રોલ પંપની બહાર ઉભીને તેના પતિની રાહ જોતી હતી, ત્યારે પાછળથી એક ટ્રકે તેને ટક્કર મારી હતી.
ટ્રકે તે મહિલાને કચડી હતી. પછી થોડી દૂર સુધી તેને ઘસડીને ટ્રક ડ્રાઈવર ટ્રકને રિવર્સમાં લઈને નાસી ગયો હતો.
ટ્રકે તે મહિલાને કચડી હતી. પછી થોડી દૂર સુધી તેને ઘસડીને ટ્રક ડ્રાઈવર ટ્રકને રિવર્સમાં લઈને નાસી ગયો હતો.