• Gujarati News
  • National
  • The Wife Of An Army Soldier Pushes 900 Km Every Third Month To Get A Pension, Just To Say I Live

95 વર્ષના વિધવા પ્રત્યે સરકારની નિર્દયતા:સેનાના જવાનના પત્ની પેન્શન લેવા માટે દર ત્રીજા મહિને 900 કિમીનો ધક્કો ખાઈ રહ્યા, માત્ર એટલું જ કહેવા માટે કે હું જીવું છું

બિલાસપુર2 મહિનો પહેલાલેખક: આશિષ દુબે
  • કૉપી લિંક
  • બીજા વિશ્વ યુદ્ધના સૈનિક રણજીત સિંહના પત્ની છે.
  • દર ત્રણ મહિને પોતે જીવતા હોવાનો પુરાવો આપવા બલિયા જવું પડી રહ્યું છે.

છત્તીસગઢના બિલાસપુરના 95 વર્ષીય વિધવા લલિતા દેવી પેન્શન માટે દર ત્રીજા મહિને 900 કિમીની મુસાફરી કરે છે. તેમને 6,000 રૂપિયા પેન્શન મળે છે. તે મેળવવા માટે, તેઓ 20 વર્ષથી બિલાસપુરથી બલિયા (ઉત્તર પ્રદેશ)ની મુસાફરી કરી રહ્યા છે. લલિતા દેવી બીજા વિશ્વ યુદ્ધના સૈનિક રણજીત સિંહના પત્ની છે.

જો કે તેઓ બલિયામાં હતા, પરંતુ છેલ્લા બે દાયકાથી બિલાસપુરમાં છે. બિલાસપુર આવ્યા પછી તેમને દર ત્રણ મહિને જીવતા હોવાના અસ્તિત્વનો પુરાવો આપવા બલિયા જવું પડી રહ્યું છે. અગાઉ, તેમને તેમના પુત્ર સાથે બલિયા આવવા-જવામાં બહુ મુશ્કેલી પડતી ન હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી તેઓ મુસાફરી કરવાની સ્થિતિમાં નથી.

તેમના દીકરાને પણ આંખે ઓછું દેખાય છે. જેના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી બિલાસપુરના અધિકારીઓને અરજી કરીને પેન્શન બલિયાથી બિલાસપુર શિફ્ટ કરાવવા માંગે છે, પરંતુ સુનાવણી થઈ રહી નથી.

સસરા પણ સ્વતંત્રતા સેનાની હતા
લલિતા દેવીના પતિ દેશ માટે લડ્યા હતા, તેમના સસરા પણ ઉત્તર પ્રદેશમાં સ્વતંત્રતા સેનાની રહી ચૂક્યા હતા, તેમને પતિ અને સસરા બંનેએ દેશ માટે જીવ આપ્યો છે પરંતુ અત્યારે બિહાર અને છત્તીસગઢ બંને રાજ્યોના અધિકારીઓ તેમની વિનંતીને અવગણી રહ્યા છે તેનું ખુબ દુખ છે.

બે વર્ષ પહેલા તેમણે બિલાસપુર સૈનિક કલ્યાણ બોર્ડમાં અરજી કરી હતી કે તેને બલિયાને બદલે બિલાસપુરથી પેન્શન મળવું જોઈએ. તે છતા પણ ત્યાંથી કોઈ રાહત મળી નથી.

લલિતાના પતિ વિશ્વયુદ્ધમાં 3 વર્ષ સુધી લડ્યા હતા
લલિતા દેવીના પતિ રણજીત સિંહ રાજપૂત રેજિમેન્ટના સૈનિક હતા. તે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના મહલીપુરના રહેવાસી હતા. રણજીત સિંહ 1942 થી 1945 દરમિયાન બીજા વિશ્વ યુદ્ધમાં લડ્યા અને સેનામાંથી નિવૃત્ત થયા હતા. તેમનું મૃત્યુ 2003 માં થયું હતુ.

દીકરો પણ થઈ ચુક્યો છે નિવૃત્ત
લલિતા દેવીના પુત્ર આરકે સિંહ પણ 67 વર્ષના થઈ ગયા છે. તેઓ કૃષિ વિભાગના નિવૃત અધિકારી છે. તેમને પણ હવે ઓછું દેખાય છે. ઘરમાં પણ એવો કોઈ વ્યક્તિ નથી કે જે લલિતા દેવીને બલિયામાં રાખીને દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરીને પેન્શન બિલાસપુરમાં ટ્રાન્સફર કરાવી શકે. સમસ્યા જાણ્યા બાદ પણ અહીના અધિકારીઓ તેમને મદદ કરી રહ્યા નથી.

NOC પછી જ મદદ કરી શકાશે
બિલાસપુરમાં સૈનિક કલ્યાણ બોર્ડના જિલ્લા અધિકારી કુલદીપ સેંગર કહે છે કે આવા કિસ્સાઓમાં પેન્શનરનું જે રાજ્યમાં રજીસ્ટ્રેશન થયું હોય ત્યાંની એનઓસી જરૂરી છે. જો દસ્તાવેજો બલિયાથી ટ્રાન્સફર થયા પછી આવે, તો અહીંથી તેમનું પેન્શન શરૂ કરી શકાય છે. તે નિયમ છે કે પેન્શનરનું ફિઝિકલ વેરિફિકેશન દર 3 મહિને જરૂરી છે. તેથી તેમને જવું પડી રહ્યું છે, પછી જ તેમને રૂપિયા મળે છે.

અન્ય સમાચારો પણ છે...