તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Wife Called The Young Man To The House At Night, Holding The Sleeping Husband's Hand And The Lover Slit His Throat With An Ax

હવે હત્યારી દુલ્હન:લગ્નના 15 દિવસ પછી સાસરે આવી, રાત્રે પતિના ઉંઘતા જ પ્રેમીને ઘરે બોલાવ્યો, પત્નીએ હાથ પકડ્યા અને પ્રેમીએ કુહાડીથી ગળુ કાપી દીધુ

13 દિવસ પહેલા

મધ્ય પ્રદેશના વિદિશામાં પતિની બાજુમાં જ સુતેલી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી. 5 જુલાઈની રાત્રે પત્નીએ તેના પ્રેમી શુભમને તેના ઘરે બોલાવ્યો હતો. તેણે ઉંઘતા પતિ સોનુના હાથ પકડ્યા અને શુભમે કુહાડીથી સોનુનું ગળુ કાપી દીધું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે. હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલી કુહાડી પણ પોલીસે જપ્ત કરી લીધી છે. બંનેના લગ્ન 15 દિવસ પહેલાં જ થયા હતા. એક દિવસ પહેલાં જ જ્યારે દુલ્હન પિયરથી તેના સાસરે આવી હતી.

આ રીતે ખુલ્યુ રહસ્ય
પોલીસે મૃતક સોનુ અને તેની પત્નીના મોબાઈલ નંબરથી ડેટા કઢાવ્યો હતો. તેમાં મહિલા ક્રિશ્ના બાઈની એક નંબર પર સતત વાત થતી હતી. હત્યા વાળી રાતે પણ મહિલાએ તે નંબર પર વાત કરી હતી. જ્યારે આ નંબરની તપાસ કરવામાં આવી તો તે નંબર મહિલાના પીયરમાં તેના પડોશમાં રહેતા યુવકનો હતો. થોડા દિવસ પહેલાં જ કૃષ્ણાબાઈ સાસરે આવી હતી.

પોલીસે તપાસમાં મૃતકની પત્ની કૃષ્ણા બાઈ અને રાયસેન જિલ્લામાં તેના પડોશમાં રહેતા તેના પ્રેમી શુભમ ઉર્ફે કાલુ કહાર આરોપી નોંધાયા છે. બંને વચ્ચે છેલ્લા 4-5 વર્ષથી અફેર ચાલતુ હતું. કૃષ્ણાબાઈ પતિ સાથે રહેવા નહતી માંગતી અને તેથી તેણે પતિની હત્યાની વાત શુભમ સાથે કરી હતી. બંને એકબીજા સાથે મોબાઈલથી સંપર્કમાં હતા. કૃષ્ણાબાઈએ જ શુભમને જણાવ્યું હતું કે, તેના સાસરીમાં દરેક લોકો નર્મદા સ્નાન માટે ગયા છે અને તે અને તેનો પતિ સોનુ એકલા જ ઘરે છે. આ વાત ખબર પડતા શુભમ કુલ્હાડી લઈને કૃષ્ણાબાઈના ઘરે પહોંચ્યો હતો. ગામનો રસ્તો ના ભૂલાઈ જાય અને તે સમયસર પહોંચી જાય તે માટે તેણે મોબાઈલમાં જીપીએસ લોકેશન પણ ઓન રાખ્યું હતું.

કૃષ્ણાબાઈ રાત્રે તેની રાહ જોતી હતી. તેણે જ ઘરનો દરવાજો ખોલીને શુભમને ઘરની અંદર બોલાવ્યો. કૃષ્ણાબાઈએ ઉંઘતા સોનુના હાથ પકડ્યા હતા અને શુભમે કુલ્હાડીથી તેનુ ગળુ કાપી દીધુ હતું. ત્યારપછી તે તુરંત તેના ઘરે પરત ફર્યો હતો. પોલીસે કોલ ડિટેલ્સ અને મોબાઈલ લોકેશનના આધાર પર તેના ઘરેથી જ તેની ધરપકડ કરી હતી. પોલીસે કડક રીતે પૂછપરછ કરતાં તેણે બધુ જ કહી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...