તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • The Whole Congress Organization Wants Rahul Gandhi To Be The President, I Told Him That The New Direction Of The Party Is Decided Under Your Leadership ... They Say I Think, I Think ...

ભાસ્કર ઈન્ટરવ્યૂ:આખું કોંગ્રેસ સંગઠન ઈચ્છે છે કે, રાહુલ ગાંધી અધ્યક્ષ બને, મેં તેમને કહ્યું કે, પાર્ટીની નવી દિશા તમારા નેતૃત્વમાં નક્કી થાય... તેઓ કહે છે- હું વિચારું છું, હું વિચારું છું...

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: મુકેશ કૌશિક
 • કૉપી લિંક
 • રાજ્યસભામાં કોંગ્રેસનો અવાજ મનાતા જયરામ રમેશ સાથે સંગઠન, નેતૃત્વ અને બળવાખોરો મુદ્દે સ્પષ્ટ વાત

કોંગ્રેસમાં ખુલ્લા વિચાર મંથનનો દોર જારી છે. પક્ષના ઉચ્ચ નેતા પોતાની વાત ખૂલીને કરી રહ્યા છે અને પક્ષને સંગઠનથી લઈને જમીની સ્તરે પુનર્જીવિત કરવાની વકીલાત કરી રહ્યા છે. રાજ્યસભામાં કોંગ્રેસનો અવાજ ગણાતા જયરામ રમેશે ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં કોંગી નેતાઓ વિશે ઘણી વાત કરી. ‘ધ લાઈટ ઓફ એશિયા’ નામના તાજા પુસ્તકથી ચર્ચામાં આવેલા જયરામ રમેશે સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની આંતરિક સ્થિતિ, પક્ષનું સુકાન સંભાળવામાં રાહુલ ગાંધીની સ્વીકૃતિ અને સંગઠનની નબળાઈઓ અંગે ખૂલીને વાત કરી. તેમની સાથેની વાતચીતના અંશ...

 • ખુરશીને ચીપકી રહેવું અને હાઈ કમાન્ડની પૂજા કરતા રહેવી... શું કોંગ્રેસ આ બે અવગુણનો શિકાર છે?

દેશમાં તમામ કોંગ્રેસ નિષ્ણાત છે. કોંગ્રેસને નિશાન બનાવવી રાષ્ટ્રીય રમત બની ગઈ છે. સત્તાને ચીપકી રહેવાના ગુણ દરેક પક્ષમાં છે. કોંગ્રેસ એનજીઓ નથી, સત્તા માટે જ લડે છે. ભક્તિનો સવાલ છે, તો બાબા સાહેબ આંબેડકરે દસકાઓ પહેલા કહ્યું હતું કે, એક દિવસે આપણે બધા ભક્તિયોગી બની જઈશું, કર્મયોગી નહીં રહીએ. કોંગ્રેસથી પણ ભૂલો થઈ છે અને તેની પણ નબળાઈઓ છે.

 • 2014 અને 2019ની હારની સમીક્ષા કરાઈ?

આ ચિંતાનો વિષય છે. પહેલા પણ અટલ બિહારી વાજપેઈના કાળમાં અમે છ વર્ષ સત્તામાં ન હતા, પરંતુ વાજપેઈના ભાજપ અને નરેન્દ્ર મોદી-અમિત શાહના ભાજપમાં જમીન-આસમાનનો ફર્ક છે. મોદી-શાહનું ભાજપ બહુ ક્રૂર છે. આઈટી, ઈડી, સીબીઆઈ વગેરેનો દુરુપયોગ કરવામાં કોઈ સંકોચ નથી. વાજપેઈ-અડવાણી નહેરુવાદી વિશ્વમાં ઉછર્યા હતા.

 • કોંગ્રેસ 2 વર્ષથી અધ્યક્ષ પદનો નિર્ણય કેમ નથી કરી શકી?

અધ્યક્ષ તો સોનિયાજી છે જ, પરંતુ તેઓ વચગાળાના અધ્યક્ષ છે. અમારે બધા સ્તરે નેતાગીરી મજબૂત કરવાની જરૂર છે. એવું નેતૃત્વ જે પ્રજામાં વિશ્વાસ સર્જે.

 • રાહુલના બિન-ગાંધી અધ્યક્ષના સૂચન સાથે સંમત છો?

મને લાગે છે કે, કોંગ્રેસ સંગઠન ઈચ્છે છે કે, રાહુલજી કમબેક કરે. જો તમે બધા સાથે વાત કરો, તો ભારે બહુમતીથી લોકો ઈચ્છશે કે, રાહુલ ગાંધી કોંગ્રેસનું સુકાન સંભાળે. ...અનુસંધાન પાના નં. 11

 • તો મુશ્કેલી ક્યાં છે?

આ વિશે હું શું બોલું. મેં રાહુલજીને કહ્યું કે, બધા ઈચ્છે છે કે, તમે પાછા આવો. તેઓ કહે છે કે, હું વિચારી રહ્યો છું, હું વિચારી રહ્યો છું.

 • કોંગ્રેસ ક્યારેય ભાજપ જેવો આક્રમક વિપક્ષ કેમ ના બની શકી?

તે બરાબર નથી. અમારે વિપક્ષમાં રહેતા શીખવાનું છે. આજે પણ અમારી પ્રતિક્રિયા એવી હોય છે, જાણે અમે મંત્રી છીએ. જે કોંગ્રેસી મંત્રી રહી ચૂક્યા છે, તેઓ આ અવગુણ છોડી નથી શક્યા. તેઓ ઘણીવાર કહે છે કે, અમારા સમયમાં તો આવુ થતું હતું. અરે ભાઈ, તમારો સમય સાત વર્ષ પહેલા જતો રહ્યો. હાલમાં જ યુવા કોંગ્રેસે કોરોના કાળમાં કર્યું, હવે તેવા કામની જરૂર છે.

 • વિપક્ષની ભૂમિકા શીખતા હવે કેટલો સમય લાગશે?

ચૂંટણીના રાજકારણમાં તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. આમ તો, વિપક્ષની ક્યારેક રચનાત્મક ભૂમિકા હોય છે. રસીકરણ પણ આવો જ મુદ્દો છે. આપણે હમણા સુધી ત્રીસેક લાખને રસી આપી શક્યા છીએ. આપણે રોજ 80 લાખને રસી આપવી જોઈએ. આ પ્રયાસ ફક્ત સરકારનો ના હોવો જોઈએ. એ માટે આપણે એકજૂટ થવું પડશે. હવે અંગ્રેજોનું શાસન નથી. આપણે ચૂંટાયેલી સરકાર સામે હંમેશા અસહકારનું આંદોલન ના કરી શકીએ.

 • બુદ્ધ પર પુસ્તક લખવાની પ્રેરણા ક્યાંથી મળી?

લૉકડાઉનમાંથી. મને લાગ્યું કે, મારા પ્રેરણાસ્રોત હંમેશા ગૌતમ બુદ્ધ રહ્યા છે. આ દેશના માનસને બુદ્ધે પ્રભાવિત કર્યું છે. આ લૉકડાઉનનો લાભ ઉઠાવીને મેં મારા મનની ઈચ્છા પૂરી કરી. સત્તામાંથી બહાર હોવાથી સમય પણ મળ્યો. આ દરમિયાન બે પુસ્તક લખી ચૂક્યો છું. હજુ 2024 સુધી સમય છે. ત્યાર પછી કદાચ આટલો સમય નહીં મળે.

કોંગ્રેસ કંઈક વધારે જ લોકતાંત્રિક પક્ષ છે... લાગે છે કે, શિસ્ત જરૂરી છે

જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્યના જવાથી શું નુકસાન થયું? એક જિતિન પ્રસાદ કે સિંધિયા જશે, તો હજારો યુવાનો જેમના પાસે મોટા પરિવારના નામ નથી, તેઓ કોંગ્રેસમાં આવશે. સિંધિયા, જિતિનને કોંગ્રેસે શું નથી આપ્યું. જિતિન પ્રસાદને પ્રભારી બનાવાયા હતા. સિંધિયાને પીસીસી અધ્યક્ષની ઑફર કરાઈ હતી. આ લોકો તકવાદી છે, ફક્ત પોતાનો લાભ જુએ છે.

 • પક્ષમાં જી-23ના શું સૂચન છે? આ મીડિયાની શોધ છે. કોંગ્રેસ લોકતાંત્રિક પક્ષ છે. અમે એકબીજાની ટીકા કરીએ છીએ, વ્યંગ કરીએ છીએ. ક્યારેક લાગે છે કે, પક્ષમાં શિસ્ત જરૂરી છે. કોંગ્રેસમાં કોઈ બેઠક થાય, તો 10 મિનિટ પછી આખા મીડિયાને ખબર પડી જાય છે. ભાજપ, સીપીએમની બેઠકની તો કોઈને જાણ પણ નથી થતી.
 • જ્યોતિરાદિત્ય અને જિતિન પ્રસાદ જેવા લોકો તકવાદી છે, પોતાનો લાભ જુએ છે
અન્ય સમાચારો પણ છે...