તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The WHO Warns On Use Of Ivermectin For Covid Patients Goa Government Approved On Monday

આઇવરમેક્ટિન પર WHOની બીજી ચેતવણી:WHO કોવિડની સારવાર માટે આઇવરમેક્ટિનના ઉપયોગની વિરુદ્ધમાં, ગોવામાં એક દિવસ પહેલાં જ એને મંજૂરી મળી

નવી દિલ્હી/જીનિવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોવિડ દર્દીઓના ઈલાજ માટે આઇવરમેક્ટિનના ઉપયોગ પર ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે કોઈ નવાં લક્ષણને લઈને કોઈ દવાના ઉપયોગ દરમિયાન સુરક્ષા અને એનો પ્રભાવ ઘણો જ મહત્ત્વપૂર્ણ હોય છે. તેઓ ક્લિનિકલ ટ્રાયલ સિવાય આઇવરમેક્ટિનના જનરલ ઉપયોગની વિરૂદ્ધમાં છે.

એક દિવસ પહેલાં સોમવારે જ ગોવા સરકારે કોવિડ સંક્રમણ રોકવા માટે વયસ્કો પર આ દવાના ઉપયોગને મંજૂરી આપી છે. WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને મંગળવારે આઇવરમેક્ટિનના ઉપયોગને લઈને ટ્વીટ કર્યું છે, જેમાં પહેલા માર્ચમાં WHOએ કહ્યું હતું કે આ દવાથી મોત ઓછાં થવાં કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ઓછી પડે એવા પુરાવા મળવાની સંભાવના ઘણી જ ઓછી છે.

જર્મન કંપનીએ પણ આપી હતી ચેતવણી
WHOની પહેલાં જર્મન હેલ્થકેર અને લાઈફ સાયન્સ કંપની મર્કએ પણ આ દવાને લઈને ચેતવણી આપી હતી. મર્કએ કહ્યું હતું- અમારા વૈજ્ઞાનિક આઇવરમેક્ટિનની અસરનાં તમામ તથ્યો અને સ્ટડીઝની તપાસ કરી રહ્યા છે. અત્યારસુધી આ દવા કોરોના પર અસરકારક સાબિત થઈ તેવા કોઈ જ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી મળ્યા. સૌથી મોટી ચિંતા એ વાતની છે કે મોટા ભાગના અભ્યાસમાં સેફ્ટી ડેટાની ઊણપ છે.

ગોવા સરકારે આપી ઉપયોગની મંજૂરી
10 મેના રોજ ગોવા સરકારે આઇવરમેક્ટિનને કોરોના સંક્રમણના ઈલાજ માટે મંજૂરી આપી છે. ગોવાના સ્વાસ્થ્યમંત્રી વિશ્વજિત રાણેએ કહ્યું હતું કે કોરોના સંક્રમિતોને 5 દિવસ સુધી 12 mg આઇવરમેક્ટિન આપવામાં આવશે. બ્રિટન, ઈટાલી, સ્પેન અને જાપાનમાં દર્દીઓ પર આ દવાના ઉપયોગથી રિકવરીનો સમય ઘટ્યો છે, મોતમાં પણ ઘટાડો નોંધાયો છે. તેમણે કહ્યું હતું કે આ કોવિડ ઈન્ફેક્શન સામે સંરક્ષણ નથી આપતી, પરંતુ આ બીમારીની ગંભીરતાને ઓછી જરૂરથી કરે છે. એનો ઉપયોગ કરનારા સુરક્ષાના ખોટા ભ્રમમાં ન જાય, તેઓ તમામ ગાઇડલાઈન્સનું પાલન કરે.

IMAએ કહ્યું- માત્ર 5 દિવસ દવા આપવી પૂરતું નથી
ઈન્ડિયન મેડિકોલ એસોસિયેશન ગોવાના ડૉ. વિનાયક બુવાજીનું કહેવું છે કે આ વેક્સિનનો ઉપયોગ 5 દિવસના ઓછા પિરિયડ માટે ન આપવી જોઈએ. આઇવરમેક્ટિનની શરૂઆતમાં પહેલા, ત્રીજા અને સાતમા દિવસે આપવી જોઈએ. એ બાદ એને અઠવાડિયામાં એક વખત ત્યાં સુધી આપવી જોઈએ જ્યાં સુધી આ મહામારી કંટ્રોલમાં ન આવી જાય. માત્ર 5 દિવસ ટેબ્લેટ આપવી અસરકારક પુરવાર નહીં થાય. તેમણે વધુમાં કહ્યું હતું કે આ દવાની એકસરખી માત્રા તમામ લોકોને ન આપવી જોઈએ. 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને 12 mg અને 60થી ઉપરના લોકોને 18 mg આપવી જોઈએ. અમે ગોવાના સ્વાસ્થ્ય વિભાગને એમાં જરૂરી ફેરફાર કરવા માટે પત્ર લખીશું.

કોરોનાના દર્દી પર કેટલી અસરકારક
આઇવરમેક્ટિન એક એન્ટી-પેરાસ્ટિક દવા છે, જેને ભારતમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મંજૂરી આપી છે. આ દવાનો ઉપયોગ સંક્રમણમાં કરવામાં આવે છે. એના માટે ડોકટર્સની સલાહ જરૂરી હોય છે. એક સ્ટડી મુજબ, આઇવરમેક્ટિન કોઈપણ વ્યક્તિમાં કોરોના સંક્રમણ ફેલાતો રોકે છે. અમેરિકામાં પણ આ અંગે એક અભ્યાસ પબ્લિશ થયો હતો. અનેક સ્ટડી સામે આવ્યા બાદ સાયન્ટિસ્ટે દવા અને કોરોના સંક્રમણના કનેક્શન પર રિસર્ચ કર્યું. અત્યારસુધીમાં લગભગ અઢી હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...