• Gujarati News
  • National
  • The Weapon Of A Mentally Ill CRPF Jawan Was Seized Earlier, 4 Jawans Were Brutally Killed By Firing On Another Jawan.

ભાસ્કર એક્સક્લૂઝિવ:માનસિક બીમાર CRPF જવાનનું હથિયાર અગાઉ જ જપ્ત કરી લીધું હતું, બીજાના હથિયારથી 4 જવાન પર ગોળીબાર કરી ક્રૂર હત્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

છત્તીસગઢમાં રવિવારે મોડી રાત્રે સુકમામાં એકે-47થી CRPFના એક જવાને તેના સાથીઓ પર ગોળીબાર કર્યો હતો, જ્યારે ભાસ્કરે આ કેસની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપી જવાન રિતેશ માનસિક રીતે બીમાર છે. CRPFનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રિતેશ માનસિક દર્દી છે. એટલા માટે જ તેની પાસેથી હથિયાર પણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, પરંતુ તેણે બીજા જવાનનું હથિયાર ઉપાડીને ગોળીબાર કર્યો હતો.

CRPFનાં સૂત્રોએ ભાસ્કરને એક્સક્લુઝિવ માહિતી આપી છે કે ઓપરેશન એરિયાનો દરેક જવાન તેની સાથે હંમેશાં શસ્ત્રો રાખે છે. આવા સાયકો કેસના કિસ્સામાં જ જવાનને હથિયાર આપવામાં નથી આવતા. આ ઘટનાની આગલી રાત્રે રિતેશે કોઈની સાથે બોલાચાલી કરી હતી, ત્યાર બાદ તેણે બીજા કોઈના હથિયારથી ગુનો કર્યો હતો.

યુનિટમાં આર્મ્સ માટે ડિપો હોય છે
હકીકતમાં, અર્ધલશ્કરી દળોના દરેક એકમ પાસે શસ્ત્રો રાખવાની જગ્યા છે, જ્યાં યુનિટમાં તહેનાત જવાનોને શસ્ત્રો આપવામાં આવે છે. હથિયારનું કોઈ કામ ન હોય ત્યારે હથિયાર અહીં મૂકી દેવામાં આવે છે.

હથિયારો સુધી સરળ પહોંચ ન હોય
CRPFના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી જવાનને પુનર્વસન કેન્દ્રમાં મોકલવો એ એકમાત્ર ઉકેલ હોય શકે છે. જ્યાં સુધી તેને ત્યાં મોકલવામાં ન આવે ત્યાં સુધી તેને દળના બેઝ, ગ્રુપ સેન્ટર અથવા કમ્પોઝિટ હોસ્પિટલથી દૂર રાખવો જોઈએ, જ્યાં તે સરળતાથી શસ્ત્રોનો ઉપયોગ કરી શકતો નથી.

મોડી રાત્રે આરોપી જવાને ફાયરિંગ કર્યું હતું
કોન્ટા વિકાસખંડના ગામ લિંગનપલ્લી ખાતે CRPFની 217 બટાલિયનનો કેમ્પ છે. બપોરે લગભગ 3.15 વાગ્યે CRPFના જવાન રિતેશ રંજને તેના સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. બે જવાનોની ઘટના સ્થળે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેમ્પમાં 85મી બટાલિયનના જવાનોનો કેમ્પ પણ છે. પાંચ ઈજાગ્રસ્ત જવાનોને કેમ્પથી લગભગ 11 કિમી દૂર તેલંગાણાની ભદ્રચલમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન બે જવાનોએ દમ તોડી દીધો હતો જ્યારે અન્ય 2ની હાલત ગંભીર છે.

મૃત્યુ પામેલા જવાન બિહાર-બંગાળના રહેવાસી
આ ગોળીબારમાં ચાર જવાન શહીદ થયા હત, જ્યારે 3 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. બે જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ફાયરિંગ કરનાર જવાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ગોળીબારની ઘટનામાં માર્યા ગયેલા ત્રણ જવાનો બિહારના હતા, જ્યારે 1 પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો. મૃતક જવાનોમાં બિહારના રહેવાસી ધનજી, ધર્મેન્દ્ર કુમાર અને રાજમણિ કુમાર યાદવ અને પશ્ચિમ બંગાળના રહેવાસી રાજીબ મંડલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જવાનો ધર્મેન્દ્ર કુમાર સિંહ, ધર્મત્મા કુમાર અને મલયા રંજન મહારાણા ઈજાગ્રસ્ત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...