તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 12 year old Simi Has Been Fighting For Breath For 4 Years, With Oxygen Levels Only 50 Percent During The Transition; Staying At Home Defeated The Virus

એક ફેફસાવાળી બાળકીએ કોરોનાને હરાવ્યો:12 વર્ષની સિમી 4 વર્ષથી શ્વાસ માટે લડી રહી છે, સંક્રમણ દરમિયાન ઓક્સિજન લેવલ 50 ટકા જ હતું; ઘરે રહીને વાયરસને હરાવ્યો

ઈન્દોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેફસા સંકોચાવાથી સિમીનું ઓક્સિજનનું લેવલ 60 સુધી પહોંચી જાય છે

(સંતોષ શિતોલે).ઈન્દોરની 12 વર્ષની સીમી પાસે એક ફેફસું જ છે. જન્મથી જ તેનો એક હાથ નથી. તે જીવતા રહેવા માટે રોજ એક-એક શ્વાસ માટે લડે છે. 4 વર્ષથી દરેક રાતે તેને ઓક્સિજન લાગે છે, જોકે તેની આત્મશક્તિ આગળ કોરોના પણ હારી ગયો છે. એક સમય એવો હતો કે તેનું ઓક્સિજનનું લેવલ 50 પર પહોંચી ગયું, જોકે તેણે હાર ન માની. વાંચો સિમીની કહાની-

શહેરની સાંધી કોલોનીમાં રહેનારા ઈલેક્ટ્રિકના વેપારી અનિલ દત્તની સિમી(12) બીજા નંબરની પુત્રી છે. 2008માં સિમી ગર્ભમાં હતી ત્યારે હોસ્પિટલમાં સોનોગ્રાફી થઈ હતી. ડોક્ટરે રિપોર્ટમાં બધું સારું હોવાનું કહ્યું હતું. જોકે 2009માં સિમીનો જન્મ થયો તો પરિવારમાં ઉદાસીનતા છવાઈ ગઈ. તેનો ડાબો હાથ જ ન હતો. કરોડરજ્જુનું હાડકું ફ્યુઝ હતું અને કિડની પણ અવિકસિત હતી અને પછી 8 વર્ષ પછી એક ફેફસું પણ સંપૂર્ણ રીતે સંકોચાઈ ગયું.

જન્મના સમયથી જ સિમીનો એક હાથ નથી.
જન્મના સમયથી જ સિમીનો એક હાથ નથી.

ફેફસું સંકોચાવાથી સિમીનું ઓક્સિજનનું લેવલ 60 સુધી પહોંચી જાય છે. તેને રોજ રાતે ઓક્સિજન આપવામાં આવે છે. જ્યારે કોરોના સંક્રમણ ફેલાયું તો માતા-પિતાએ તેનું ખૂબ જ ધ્યાન રાખ્યું, જોકે થોડા સમય પછી માતા અંજુ સંક્રમણનો ભોગ બની. થોડા દિવસ પછી સીમી પણ સંક્રમિત થઈ ગઈ. તે એસિમ્પ્ટોમેટિક(સામાન્ય લક્ષણ) હતી. ત્યારે તેનું ઓક્સિજન લેવલ 50 સુધી ચાલ્યું ગયું હતું.

આ દરમિયાન પરિવારે ડો.મથીહ પૈરિયાકુપ્પન(હવે ચેન્નઈમાં)ને કન્સલ્ટન્ટ કર્યા. ઘરમાં જ બાળકીને બાયપેપ અને ઓક્સિજન લગાવવામાં આવ્યો. ઘણા દિવસ સુધી તે આ જ સ્થિતિમાં રહી. જોકે તેણે હિંમત ન હારી અને 12 દિવસ પછી કોરોનાને પણ હરાવ્યો. પછી તેણે ડોક્ટરના કહ્યા મુજબ કસરત શરૂ કરી છે. હવે સ્થિતિ એ છે કે ઘણી વખત તેને ઓક્સિજન અને બાયપેપની જરૂર પડે છે પરંતુ તે હિંમત હારતી નથી.

આખી જિંદગી ઓક્સિજન લેવો પડશે
સિમી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ(ડીડબ્લ્યુપીએસ, શિપ્રા)માં ધો.7માં અભ્યાસ કરે છે. તેણે જીવવા માટે આખી જિંદગી ઓક્સિજન લેવો પડશે. વધુ મુશ્કેલી થવા પર તેને ઘણી વખત બાયપેપ પણ લગાવવામાં આવે છે.