તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Wall Suddenly Fell On The Youths Walking On The Road, Miraculously Rescued By Fleeing After Seeing Death

રાજસ્થાન:ત્રણ યુવકને સ્પર્શીને નીકળી ગયું મોત, ટેમ્પોનો કચ્ચરઘાણ, જુઓ દીવાલ પડવાના ભયાનક દૃશ્યો

22 દિવસ પહેલા

રાજસ્થાનના દૌસાની એક શૉકિંગ ઘટના સામે આવી છે. અહીંના બજરંગ મેદાનમાં સાંજે અચાનક દીવાલ ધારાશાયી થઈ ગઈ હતી. દીવાલ પડવાની આ ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ત્રણ યુવકો ચાલતાં ચાલતાં જઈ રહ્યા છે. એટલામાં અચાનક જ એક દીવાલ પડે છે. મોતને નજર સામે જોઈ આ ત્રણેય યુવક જીવ બચાવવા માટે દોડાદોડી કરે છે. આ તરફ તાસના પત્તાની જેમ દીવાલ પડતાં ધૂળના ગોટેગોટા ઊડવા લાગે છે.સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, દીવાલ પડવાને લીધે ટેમ્પોનો ભૂક્કો થઈ જાય છે. મહત્ત્વનું છે કે, આ સમગ્ર ઘટનામાં ત્રણેય યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...