તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Villagers Caught The Two Thieves Fleeing With LEDs; Beaten With Belts, Ropes And Sticks, Later Handed Over To Police

બે ચોરને બાંધીને મારવામાં આવ્યા:LEDની ચોરી કરતા બે યુવકોને દોરડાથી બાંધી ઘસડવામાં આવ્યા, વીજ થાંભલા સાથે બાંધી બેલ્ટ અને દંડા વડે ઢોરમાર માર્યો

ભરતપુર3 મહિનો પહેલા
  • બન્ને ચોરે તેમની ઉપર ગોળીબાર કર્યાનો પણ દાવો કર્યો
  • પોલીસને એલઈડી અને હથિયાર, 2 કારતૂસ અને 2 મોટરસાયકલ મળી આવ્યા

રાજસ્થાનના ભરતપુરના જુરહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવકો સાથે મારઝૂડ કરવામાં આવી રહ્યાનો એક વીડિયો વાયરલ થયો છે. કેટલાક લોકો યુવકોને વીજળીના થાંભલા સાથે બાંધીને ખૂબ જ મારઝૂડ કરી હતી. આ વીડિયો 24 જૂનનો છે. ગ્રામીણોનું કહેવું છે કે બે યુવક કંચનનેર ગામમાંથી એક LED ચોરી કરીને લઈ જઈ રહ્યા હતા. આ સંજોગોમાં ગ્રામીણોએ બન્ને આરોપીને પકડીને પોલીસને સોંપી દીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો સામાન અને હથિયાર જપ્ત કર્યા છે.

બન્ને યુવકો સાથે મારઝૂડ કરવામાં આવી હોય તેનો વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો બન્ને યુવકને વીજળીના થાભલા સાથે બાંધીને નિર્દયતાપૂર્વક મારઝૂડ કરી રહ્યા છે. ગ્રામીણોએ બન્ને યુવકોને બાંધી દીધા હતા. ત્યારબાદ વીજળીના થાંભલા સાથે તેમને દોરડા વડે ધસડીને લઈ જઈ બાંધી દીધા હતા. બન્નેને બેલ્ટ, દોરડા તથા દંડા વડે માર મારવામાં આવ્યો હતો.

યુવકોએ ગ્રામીણો પર કર્યું હતું ફાયરિંગ
ગ્રામીણોનો આરોપ છે કે બન્ને યુવક સાકિર અને બિલાલ 23 જૂનની રાત્રે કંચનનેર ગામમાં આવ્યા હતા. બન્ને ગ્રામીઓના મકાનમાં ચોરી કરીને ભાગવા લાગ્યા હતા, જોકે કેટલાક ગ્રામીઓ ઉંઘમાંથી જાગી ગયા હતા અને બન્ને યુવકનો પીછો કર્યો હતો. આ સમયે બન્ને યુવકોએ ગ્રામીણો પર ફાયરિંગ પણ કર્યું હતું. બન્ને યુવકને પકડી પાડવામાં આવ્યા હતા અને સવારે પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. સાકિર અને બિલાલ હરિયાણાના નૂહ જિલ્લાના પુન્હાનાના રહેવાસી હતા.
બીજી બાજુ જુરહરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મુકુટે જણાવ્યું હતું કે 24 જૂનના રોજ સવારે માહિતી મળી હતી કે બે ચોરની ગામવાસીઓએ ધરપકડ કરી છે. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો એલઈડી અને હથિયાર, 2 કારતૂસ અને 2 મોટરસાયકલ મળી આવ્યા હતા. બન્ને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.