• Gujarati News
  • National
  • The Victim Said He Was Threatening To Sell In Dubai; A Few Days Later, Ankita Was Cremated

અંકિતાના હત્યારાના મિત્ર નઇમ અંગે ઘટસ્ફોટ:પીડિતાએ કહ્યું- દુબઈમાં વેચી દેવાની ધમકી આપતો હતો; એના થોડા દિવસો બાદ અંકિતાને સળગાવી દીધી

3 મહિનો પહેલા
  • પીડિતાએ જણાવ્યું હતું કે ધર્મ બદલીને નિકાહ કરવા માટે નઇમ તેના પર દબાણ કરતો હતો

અંકિતા મર્ડર કેસના મુખ્ય આરોપી શાહરુખના સાથી નઈમની ધરપકડ બાદ હવે અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બુધવારે ઝારખંડના જૂના દુમકાની રહેવાસી એક પીડિતા મીડિયાની સામે આવી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે ધર્મ બદલીને નિકાહ કરવા માટે નઈમ તેના પર દબાણ કરતો હતો. જો તે ના પાડે તો તે તેના દુબઈવાળા ભાઈને વેચી દેવાની ધમકી આપતો હતો. તેના થોડા દિવસ પછી તેમણે અંકિતાને સળગાવી દીધી હતી.

પીડિતાએ જણાવ્યું હતું કે આ ઘટના ગયા વર્ષે બની હતી. તે કોચિંગમાં જતી હતી એ સમયે નઈમ તેની છેડતી પણ કરતો હતો. જો તે તેની વાત નહીં માને તો આખા પરિવારને બરબાદ કરી દેશે એવી ધમકી આપતો હતો. ફોન નંબર પણ માગતો હતો.

નઈમે તેનું અપહરણ કર્યું હતું
એક દિવસ હું ઘરની સામેની શેરીમાં ઊભી હતી, ત્યારે નઈમે મારું અપહરણ કર્યું હતું. મને એક રૂમમાં બંધ કરી દીધી હતી. નઈમ ધર્મપરિવર્તન અને નિકાહ કરવા માટે દબાણ કરી રહ્યો હતો. ના પાડવા બાબતે તે દુબઈમાં વેચી દેવાની ધમકી આપતો હતો. બાદમાં પરિવારજનોએ ફરિયાદ કરતાં પોલીસે મને છોડાવી હતી.

પોક્સો એક્ટ હેઠળ નઈમને જેલમાં ધકેલવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તે જામીન પર છૂટ્યો ત્યારે તેણે મારા પરિવારને કેસ પાછો ખેંચી લેવા બાબતે ધમકી આપતો હતો. આ દરમિયાન અંકિતાને સળગાવીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી હતી. નઇમ પણ આમાં સામેલ હોવાની વાત સાંભળીને મારો પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.

પરિણીત મહિલાનું પણ અપહરણ કર્યું હતું
નઈમે એ જ વિસ્તારના કેવટ પરિવારની એક પરિણીત મહિલાનું પણ અપહરણ કર્યું હતું. લગભગ ત્રણ મહિના સુધી તેને સાથે રાખી બાદમાં મહિલાના પરિવારજનોએ પોલીસની મદદ લીધી, ત્યાર બાદ મહિલાની ભાળ મળી હતી.

60 રૂપિયાના પેટ્રોલથી અંકિતાને સળગાવી દીધી હતી
પોલીસસૂત્રો મુજબ અંકિતા હત્યાકાંડમાં નઈમની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ છે. તેણે જ શાદરુખને આવું કરવા માટે ઉશ્કેર્યો હતો. ઘટનાની રાત્રે તેણે પોતે જ 60 રૂપિયાનું પેટ્રોલ ખરીદીને શાહરુખને આપ્યું હતુ.

પોલીસે પોક્સો એક્ટની કલમો ઉમેરી
અંકિતાના મોત બાદ દુમકા પોલીસે પોક્સો એક્ટની કલમો ઉમેરી છે. અગાઉ પોલીસે અંકિતાની ઉંમર 19 વર્ષની હોવાનું જણાવ્યું હતું, જે હવે સુધારીને 15 વર્ષ કરવામાં આવી છે. આ પછી POCSO એક્ટની કલમો લગાવવામાં આવી છે.

નઈમના પિતા ચિત્રકાર છે
નઇમના પિતા ચિત્રકાર છે અને તેઓ પેઇન્ટિંગનું કામ પણ કરે છે. જ્યારે શાહરુખ તેના મામા સાથે કામ કરે છે. મૂળ દુમકાના રાણીશ્વર બ્લોકના આસનબની ગામના રહેવાસી શાહરૂખના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. એ પછી તે જરુ આડીહમાં તેના મામાને ત્યાં રહે છે. તેના મામા રાજ મિસ્ત્રીનું કામ કરે છે જ્યારે મોટો ભાઈ સલમાન મોટર મિકેનિક છે.

NCWની ટીમે અંકિતાના રૂમની બારીકાઈથી તપાસ કરી
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના અન્ડર સેક્રેટરી શિવાની ડે અને લીગલ કાઉન્સેલર શાલિની સિંહ બુધવારે દિલ્હીથી દુમકા પહોંચ્યા હતા. તેમણે ઘરના સભ્યો પાસેથી ઘટનાની માહિતી લીધી હતા. જે રૂમમાં અંકિતા સાથે ઘટના બની હતી ત્યાં એક-એક ચીજોની ઝીણવટતાપૂર્વક તપાસ કરી હતી. શિવાની ડેએ કહ્યું હતું કે કમિશનના અધ્યક્ષના આદેશ પર તપાસ કરવામાં આવી રહી છે.

રાંચીમાં ડીજીપીને મળ્યા બાદ ટીમ શુક્રવાર સુધીમાં ચેરમેનને રિપોર્ટ સોંપશે. શાલિનીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં અંકિતાની તસવીરો વાઇરલ થઈ રહી છે એ યોગ્ય નથી.

શાહરુખે બારીમાંથી પેટ્રોલ નાખીને સળગાવી દીધી હતી
23 ઓગસ્ટના રોજ અંકિતા દુમકાના જરુવાડીહ વિસ્તારમાં તેના ઘરમાં સૂતી હતી. ત્યાર બાદ લગભગ 5 વાગ્યાની આસપાસ પાડોશમાં રહેતો શાહરુખ હુસૈને બારીમાંથી પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી. પાંચ દિવસની સારવાર બાદ અંકિતાનું મોત થયું હતું.

અંકિતાને બે વર્ષથી પરેશાન કરતો હતો
શાહરુખ બે વર્ષથી અંકિતાને પરેશાન કરતો હતો. તે મિત્રતા કરવા માટે અંકિતા પર દબાણ કરતો હતો. અંકિતાએ આ બાબતે પોતાના પિતાને પણ જણાવી હતી, પરંતુ બદનામી થવાના ડરથી તેઓ ચૂપ રહ્યા હતા. ત્યાર બાદ પણ શાહરુખ પરેશાન કરતો હતો, તો આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ શાહરુખના મોટા ભાઈએ માફી માગી લીધી હતી. તેણે કહ્યું હતું કે હવે તે પરેશાન નહીં કરે. થોડા દિવસો માટે શાંત રહ્યા પછી તે ફરીથી પરેશાન કરવા લાગ્યો હતો. છેલ્લા 15 દિવસથી તે અંકિતાને ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો.

અંકિતા IPS બનવા માગતી હતી
અંકિતા સિંહ ત્રણ ભાઈ બહેનમાં બીજા નંબરે હતી. તેની મોટી બહેનના લગ્ન થઈ ગયા છે, જ્યારે 12 વર્ષનો ભાઈ હાલમાં ભણી રહ્યો છે. અંકિતા અભ્યાસ કરીને IPS બનવા માગતી હતી. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તેના પિતા એક બિસ્કિટ કંપનીમાં સેલ્સમેનનું કામ કરે છે. તેના પરિવારમાં દાદા-દાદી પણ છે. તેની માતાનું મોત ગયા વર્ષે જ થઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...