યુવકને સાંકળથી લટકાવી માર માર્યો:પીડિત ગામ છોડીને જતો રહ્યો; તલવાર ચોરી કરવાનો આરોપ હતો

ઉજ્જૈન23 દિવસ પહેલા
  • યુવક છોડી દેવા માટે આજીજી કરી રહ્યો હતો

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક યુવકને સાંકળ વડે લટકાવી માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. 23 સેકન્ડના આ વીડિયોમાં 2 લોકો તેના પગ, પિંડી, જાંઘ અને કમર પર લાકડીથી માર મારી રહ્યા છે. યુવક છોડી દેવા માટે આજીજી કરી રહ્યો હતો. તે વારંવાર કહી રહ્યો છે- હું તારો મામા છું, મને ન માર, હું મરી જઈશ.... આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી તે ગામ છોડીને જતો રહ્યો છે.

આ વીડિયો ઉજ્જૈન જિલ્લાના ઇંગોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સિજાવાતા ગામનો છે. આ વીડિયો એક સપ્તાહ જૂનો હોવાનું કહેવાય છે. આરોપી અર્જુન મોંગિયાએ યુવક પર ખેતરમાં પડેલી તલવાર ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ યુવકને બોરિંગ લિફ્ટર મશીન સાથે સાંકળથી બાંધીને લટકાવી દેવામાં આવ્યો હતો. આ પછી અર્જુન મોંગિયા અને સંજય જાટે તેને લાકડીઓ વડે માર માર્યો હતો. પોલીસનું કહેવું છે કે આરોપી અર્જુન મોંગિયા સંજયે ચોથી નવેમ્બરે ચોરીની અરજી કરી હતી.

ઉજ્જૈનના ઇંગોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સિજાવાતા ગામમાં એક યુવકને બોરિંગ લિફ્ટર મશીન પર લટકાવીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. માર મારનારે યુવક પર તલવાર ચોરીનો આરોપ લગાવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. જેને માર મારવામાં આવ્યો હતો તે યુવક ગામ છોડીને જતો રહ્યો છે.
ઉજ્જૈનના ઇંગોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સિજાવાતા ગામમાં એક યુવકને બોરિંગ લિફ્ટર મશીન પર લટકાવીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. માર મારનારે યુવક પર તલવાર ચોરીનો આરોપ લગાવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. જેને માર મારવામાં આવ્યો હતો તે યુવક ગામ છોડીને જતો રહ્યો છે.

કોઈએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી
ઈંગોરિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પૃથ્વીસિંહે જણાવ્યું હતું કે આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ અને પુષ્ટિ થતાં દોષિત સામે કાર્યવાહી કરવામાં આવશે. હજી સુધી ફરિયાદી તરફથી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક સાથે મારપીટ કરવામાં આવતાં તે ભયભીત થઈને ગામ છોડીને જતો રહ્યો છે. શું ચોરી થઈ હતી અને એના શું સંબંધ હતા એ બાબતે હજી કંઈ જાણવા મળ્યું નથી. યુવક અહીં મજૂરીકામ કરવા માટે આવ્યો હતો.

હું તારો મામા છું, મારીશ નહીં, મરી જઈશ
વીડિયામાં અર્જુંન મોંગિયાએ પોતાના સાથીની મજજથી યુવકને બોરિંગ લિફ્ટક મશીન પર લટકાવી દીધો હતો. યુવકના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા. આ પછી તેમણે યુવકને લાકડી વડે નિર્દયતાથી માર માર્યો હતો. મારપીટ પણ એવી છે કે જાણે કોઈ તાલિબાની સજા આપવામાં આવી રહી હોય. વીડિયોમાં ફરિયાદી વારંવાર કહેતો જોવા મળે છે કે હું તારો મામા છું, મને ન માર, હું મરી જઈશ. આ પછી પણ અર્જુન તેને સતત મારતો રહે છે.

બચાવવા આવેલા લોકોને પણ ભગાડી મૂક્યા હતા
મારપીટ દરમિયાન ગામના કેટલાક લોકો પણ પીડિતને બચાવવા આવે છે, પરંતુ આરોપી યુવક બધાને ભગાડી મૂકે છે. ત્યાર બાદ તેઓ યુવકને તેના પગ અને કમર પર લાકડીઓ વડે મારે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવકને માર મારતી વખતે લાકડી તૂટી ગઈ હતી, પણ મારપીટ કરનાર અટક્યા નહોતા.

આ પણ વાંચો...
માસૂમને તાલિબાની સજા: મોબાઈલ ચોરીની આશંકામાં બાળકને કૂવામાં લટકાવ્યો

લવકુશનગર પોલીસ સ્ટેશન ચોકી અક્ટોહાંમાં મોબાઈલ ચોરીની શંકાએ એક માસૂમ બાળકને અમાનવીય સજા આપતા ઊંડા કૂવામાં લટકાવ્યો હતો. આરોપ છે કે અક્તોહાં પોલીસચોકીના ઈન્ચાર્જ પ્રથા દુબેએ બાળક સાથે મારપીટ કરી હતી અને તેમના કહેવા પર જ બાળકને કૂવામાં લટકાવવામાં આવ્યો હતો. આ વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. બાળકને લટકાવનાર અજિત રાજપૂત નામના યુવક સામે કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે પોલીસચોકીના ઈન્ચાર્જે તેમના પર લગાવાયેલા આરોપોને નકારી કાઢ્યા છે.

અન્ય સમાચારો પણ છે...