શું સુપ્રીમ કોર્ટ મહોર લગાવે ત્યારે બનશે કાયદો:ઉપરાષ્ટ્રપતિ-લોકસભા અધ્યક્ષે કહ્યું- કોર્ટ મર્યાદાનું પાલન કરે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંસદનાં કામોમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સંસદ કાનૂન બનાવે છે અને સુપ્રીમ કોર્ટ તેને રદ્દ કરી દે છે. શું સંસદ દ્વારા બનાવેલા કાનૂન ત્યારે કાનૂન બને છે જ્યારે સુપ્રીમ કોર્ટની તેના પર મહોર લાગશે. તેઓ જયપુરમાં દેશભરના વિધાનસભા સ્પીકર્સના સંમેલનમાં બોલી રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિની સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ અદાલતના હસ્તક્ષેપ પર નારાજગી દર્શાવી.

ઉપરાષ્ટ્રપતિ બોલ્યા- સંસદનો નિર્ણય બીજું કોઇ કેમ રિવ્યૂ કરે?
ધનખડે કહ્યું- 1973માં એક બહુ ખોટી પરંપરા શરૂ થઇ. કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે બેઝિક સ્ટ્રક્ચરનો આઇડિયા આપ્યો કે સંસદ સંવિધાનમાં સંશોધન કરી શકે છે, પરંતુ તેના બેઝિક સ્ટ્રક્ચરને નહીં. કોર્ટને સમ્માનની સાથે કહેવા માગું છું કે આમાં હુ સહમત નથી. હાઉસ ચેન્જીસ કરી શકે છે. એ સદન બતાવે કે શું તેમાં કરવામાં આવી શકે છે? શું સંસદને એ અનુમતિ આપી શકાય છે કે તેના ફેંસલાને કોઇ બીજી સંસ્થા રિવ્યૂ કરે?

બિરલા બોલ્યા- પોતાની શક્તિઓનું સંતુલન બનાવે કોર્ટ
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું- ન્યાયપાલિકા પણ મર્યાદાઓનું પાલન કરે. ન્યાયપાલિકા પાસે આશા કરવામાં આવે છે કે જે તેમને સંવિધાનિક અધિકારો આપવામાં આવ્યા છે, તેને ઉપયોગ કરે. સાથે પોતાની શક્તિઓનું સંતુલન પણ બનાવે. અમારા સદનોના અધ્યક્ષ આ જ ઇચ્છે છે.

ઉપરાષ્ટ્રપતિએ નેતાઓને પણ લગાવી ફટકાર
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે આજે સંસદ અને વિધાનસભાઓમાં જે માહોલ છે, તે બહુ નિરાશાજનક છે. અમારા ચૂંટેલા જનપ્રતિનિધિઓનો વર્તાવ સંસદ અને વિધાનસભા સદનોમાં બહુ નિમ્ન જઇ રહ્યો છે. આ નિરાશાજનક માહોલનું સમાધાન નિકાળવું જોઇએ, એના સિવાય કોઇ વિકલ્પ નથી. સંસદ અને વિધાનસભા સદનોમાં જનપ્રતિનિધિઓના અશોભનીય વર્તાવથી જનતા નારાજ છે. સંવિધાનની શપથ લેનારા જનપ્રતિનિધિ એવું આચરણ કરે છે જે ગળે નથી ઊતરતું. લોકો વિચારે છે કે અમારા ચૂંટીને મોકલેલા જનપ્રતિનિધિ રસ્તો બતાવશે.

એવું લાગે છે કે ન્યાયપાલિકા કામમાં હસ્તક્ષેપ કરી રહી છેઃ ગેહલોત
સંમેલનમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું- કેટલીક વાર ન્યાયપાલિકા સાથે મતભેદ હોય છે. જ્યુડિશિયરી અમારા કામમાં હસ્તક્ષેપ કરી રહી છે. ઇન્દિરા ગાંધીએ પ્રિવી પર્સ ખત્મ કર્યા હતા. તેને જ્યુડિશિયરીએ રદ્દ કરી દીધા હતા. પાછળથી બેન્કોના રાષ્ટ્રીયકરણથી લઇને તેમના બધા ફેંસલાના પક્ષમાં જજમેન્ટ આવ્યા.

ગેહલોતે કહ્યું- 40 વર્ષમાં મેં પણ જોયું છે. કેટલીય વાર હાઉસ નથી ચાલતું. 10-10 દિવસ ગતિરોધ ચાલે છે. છતાં પક્ષ અને વિપક્ષ સાથે મળીને ભૂમિકા નિભાવે છે. પક્ષ-વિપક્ષ પોતપોતાની વાત કરે છે. જ્યારે 75 વર્ષ નીકળી ગયાં છે તો દેશનું ભવિષ્ય બહુ ઊજળું છે. અમે સંવિધાનની રક્ષા કરીએ. કેટલાક વાર તેના પર પણ સવાલ ઊભા થાય છે. દેશમાં જે માહોલ હોય છે તેનાથી લોકસભા-વિધાનસભા હાઉસ પર પણ ફર્ક પડે છે.

અન્ય સમાચારો પણ છે...