• Home
  • National
  • The vet market, which spreads viruses like Corona, is active in 10 countries

ભાસ્કર રિસર્ચ / કોરોના જેવો વાઇરસ ફેલાવનારા વેટ માર્કેટ 10 દેશમાં સક્રિય

વેટ માર્કેટ.
વેટ માર્કેટ.
X
વેટ માર્કેટ.વેટ માર્કેટ.

  • જોખમ પછી પણ બજાર બંધ નથી થઇ રહ્યું
  • ચીન, સાઉદી અરેબિયા સહિત ઘણા દેશોમાં આવા માર્કેટ આજે પણ બેરોકટોક ચાલી રહ્યા છે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 07:17 AM IST

નવી દિલ્હી: 1980માં એઇડ્સ, 2002માં સાર્સ, 2012માં મર્સ અને હવે કોવિડ-19 ચારેય એક્ઝોટિક મીટથી ફેલાયા. તેમ છતાં ઘણા દેશોમાં આવા મીટ માર્કેટ બેરોકટોક ચાલે છે. થાઇલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા, તાઇવાન, હોંગકોંગ, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ આવા માર્કેટ છે. ચીનમાં ગુઆંગડોંગ વેટ માર્કેટમાં અજગર, કાચબા, કાચિંડો, ઉંદર, ચિત્તાનાં બચ્ચાં, ચામાચીડિયું, કીડીખાઉ, શિયાળનાં બચ્ચાં, જંગલી બિલાડી, મગર જેવાં પ્રાણીઓનું મીટ વેચાય છે. નવેમ્બર, 2002માં આ જ બજારમાંથી સાર્સ સીઆઇવી ફેલાયો હતો, જેણે 26 દેશના 8,000 લોકોને ચેપગ્રસ્ત કરી દીધા. આ કોરોના વાઇરસનું પહેલું આક્રમણ હતું. ત્યાર બાદ ચીને વેટ માર્કેટ બંધ તો કર્યાં પણ થોડા દિવસો પછી ફરી ખોલી દીધાં. 2012માં કોરોનાનું જ અન્ય એક રૂપ મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (મર્સ) સાઉદી અરેબિયામાં ઊંટથી કે ઊંટડીના દૂધથી ફેલાયો. હવે કોરોનાનો ત્રીજો પ્રકાર કોવિડ-19 પણ ચીનના વેટ માર્કેટમાંથી ફેલાયો છે. વેટ માર્કેટમાં પશુઓ-જીવજંતુઓને ખુલ્લામાં કપાય છે. તેમના લોહી, મળ, પસ, લાળ પાણીમાં ભળી જાય છે અને આ રીતે વાઇરસ માણસમાં પ્રવેશે છે.
વેટ માર્કેટ લૉકડાઉનથી પર છે
આટલું થવા છતાં પણ વેટ માર્કેટ બંધ નથી કરાતાં. નિષ્ણાતોનું કહેવું છે કે ક્રાઇમ સિન્ડિકેટ આ બજાર ચલાવે છે. સપ્ટેમ્બર, 2019માં જર્મનીના મીડિયા હાઉસ ડૉયચે વેલેના રિપોર્ટમાં જણાવાયું હતું કે હથિયારો, ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગની જેમ જ વન્ય જીવોની તસ્કરીમાં પણ તગડી કમાણી છે.
ચીન દુનિયામાં આવા વેટ માર્કેટનો વ્યાપ વધારવા માગે છે
લંડનની એન્વાયરમેન્ટલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જણાવ્યું છે કે કોરોના વાઇરસ ફેલાયા બાદ ગેંડાના શિંગડાની તસ્કરીમાં વધારો થયો છે. આ મહિને જ રોઇટર્સના એક અહેવાલમાં જણાવાયું છે કે ચીન બેલ્ટ એન્ડ રોડ માધ્યમથી ખૂણે-ખૂણે જંગલી પશુઓનો વેપાર વિસ્તારવા માગે છે. સાર્સ પછી 54 જંગલી પશુઓના ફોર્મિંગ માટે ચીને લાઇસન્સ આપવાનું શરૂ કરી દીધું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી