તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Vegetable Seller Write On Bord 'Those Who Don't Have Money, Take The Vegetables For Free'

લોકડાઉનમાં માનવતા:શાકવાળા ભાઈએ લારી પર બોર્ડ માર્યું-‘જેમની પાસે રૂપિયા ના હોય તેઓ મફત શાક લઇ જાઓ’

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન દરમિયાન દેશમાં ઘણા લોકો માનવતાનું કામ કરીને એકબીજાને આ કપરા સમયમાં મદદ કરી રહ્યા છે. હાલ એક શાકભાજીવાળા ભાઈનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ ફોટોએ દરેકનું દિલ જીતી લીધું છે. તેણે પોતાની શાકની લારી પર બોર્ડ લગાવ્યું છે કે, ‘જેમની પાસે રૂપિયા હોય તેઓ શાકની ખરીદીના રૂપિયા આપજો અને જેમની પાસે રૂપિયા નથી તેઓ મફત લઇ જાઓ.’ તેણે મરાઠી ભાષામાં લખ્યું છે. લોકડાઉનને લીધે ઘણા લોકોના નોકરી-ધંધા બંધ છે અને પૈસાની તંગી પણ છે, તેવામાં આ શાકવાળો માનવતાનું કામ કરી રહ્યો છે.  

હતિન્દર સિંહ નામના ટ્વિટર યુઝરે આ ફોટો શેર કર્યો છે. આ ફોટો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આ ભાઈની માનવતાના વખાણ કરી રહ્યા છે.  

અન્ય સમાચારો પણ છે...