- Gujarati News
- National
- The Vatican Was Quiet On Christmas Eve During The Corona Era, With Millions Flocking In 2019.
વિશ્વભરના સમાચારો તસવીરોમાં:કોરોનાકાળમાં વેટિકનમાં નાતાલ પર્વે સન્નાટો છવાયો, 2019માં લાખો લોકો ઊમટ્યા હતાઃ આગામી દિવસોમાં કાતિલ ઠંડીની શક્યતા
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડીન જોન્સનું મુંબઈની એક હોટેલમાં તાજેતરમાં નિધન થયું હતું. મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટી-બ્રેક દરમિયાન ડીન જોન્સની પત્ની જેન અને પુત્રીઓ ઓગસ્ટા અને ફોબેએ પીચ પર આવીને ડીન જોન્સને શ્રદ્ધાંજલિ આપી હતી.
માઈકલ જેક્શનનો આલીશાન બંગલો વેચાયો
કેલિફોર્નિયામાં સ્થિત દિવંગત અમેરિકન પોપ સિંગર માઈકલ જેક્શનના આલીશાન મેન્શન નેવરલેન્ડને નવા માલિક મળી ગયા છે પણ આ મેન્શન માત્ર 2.2 કરોડ ડોલર એટલે કે 160 કરોડ રૂપિયામાં વેચાયો છે. જેક્શનના પૂર્વ સહયોગી રૉન બર્કલેએ આ મેન્શન ખરીદ્યો છે. આ મેન્શનની કિંમત અગાઉ 10 કરોડ ડોલર માગવામાં આવી હતી. આ મેન્શનમાં અનેક ગેસ્ટહાઉસ, 50 સીટોવાળું મૂવી થિયેટર અને સ્વિમિંગ પૂલ છે.
ક્રિસમસ માનવતાની શાંતિનો સ્ત્રોત બને: પોપ
પોપ ફ્રાન્સિસે વેટિકન સિટીના સેન્ટ પીટર્સ બેસિલિકા ચર્ચમાં માત્ર 100 લોકો સાથે ક્રિસમસ મનાવી. ગત વર્ષે અહીં દુનિયાભરમાંથી લાખો લોકો પહોંચ્યા હતા, પણ આ વર્ષે કોરોનાને હરાવવા માટે અહીં કોઈ નથી પહોંચ્યું. વેટિકનના ઇતિહાસમાં આ પહેલીવાર ક્રિસમસ 100 લોકોની હાજરીમાં મનાવાઈ.
પોપે તેમના સંદેશમાં કહ્યું હતું- ‘ક્રિસમસ આપણા બધા માટે જીવન-વિશ્વાસ, પ્રેમ, ભાઈચારા અને પૂરી માનવતા માટે શાંતિનો એક સ્ત્રોત બને. ગરીબ, બેરોજગાર અને શરણાર્થી સૌને હું મારાં ભાઈ-બહેનના રૂપમાં જોઉં છું. પ્રભુને સૌની મદદ માટે વિનંતી કરું છું.’
ઇંગ્લેન્ડના બેડફોર્ડશાયરમાં પૂર, સેંકડોનું સ્થળાંતર
ઇંગ્લેન્ડમાં બેડફોર્ડશાયરમાં ભારે વરસાદ પછી ગ્રેટ ઓઉસ નદીનો જળસ્તર ભયાનક રીતે વધી જતાં પૂર આવ્યું. આ સ્થિતિમાં 1300થી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ સાથે પૂર સંબંધિત ગંભીર ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
ટ્યુનિશિયામાં બોટ ડૂબી, 4 સગર્ભા મહિલા સહિત 20 માઇગ્રન્ટ્સનાં મોત
મધ્ય ટ્યુનિશિયામાં માઇગ્રન્ટ્સ સાથેની એક બોટ ડૂબી ગઈ હતી. Sfax પ્રદેશમાં બનેલી આ દુર્ઘટનામાં 4 ગર્ભવતી મહિલા સહિત 20 લોકોનાં મોત થયાં છે, જ્યારે હજુ 13 લોકો લાપતા હોવાની માહિતી મળી છે.
નેશવિલે બ્લાસ્ટનું સસ્પેન્સ યથાવત્
નેશવિલેમાં અનેક કિમી સુધી આ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, પરંતુ વિસ્ફોટ કઈ રીતે થયો અને કોઈ આતંકી હુમલો છે કે કેમ એ રહસ્ય હજુ બહાર આવી શક્યું નથી.
અમેરિકાના નેશવિલેમાં જોરદાર વિસ્ફોટ પછી ઘટનાસ્થળે તપાસ કરી રહેલી પોલીસ ટીમ. કેટલાક રિપોર્ટ્સમાં જણાવાયું છે કે વિસ્ફોટના સ્થળેથી માનવશરીરના ટુકડા મળ્યા છે. જોકે હજુ આ અંગે અધિકૃત માહિતી મળી નથી.
આગામી દિવસોમાં કાતિલ ઠંડીની ચેતવણી
નવેમ્બરમાં ભારે બરફવર્ષા પછી હવે હવામાન વિભાગ તરફથી ડિસેમ્બરના અંતિમ દિવસોમાં કાતિલ ઠંડીની ચેતવણી અપાઈ છે. દેશના અનેક ભાગોમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે.
રાયપુરની હસદેવ નદીમાં ગાઢ ધુમ્મસનો નજારો.
હિમાચલ પ્રદેશમાં 25 ડિસેમ્બરે ફરીથી ભારે બરફવર્ષા થઈ. હાડ થિજાવતી ઠંડીમાં લાહૌલ-સ્પિતિમાં સિસુ સરોવર થીજી ગયું છે.