તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The United States Will Deliver 2 Of The 24th Seahoek Helicopters To India Next Month, The Most Effective Against Ships And Submarines.

સંબંધોની તાકાત:અમેરિકા આગામી મહિને 2 સીહોક હેલિકોપ્ટર ભારતને આપશે, એ સમુદ્રી જહાજો અને સબમરીન સામે મજબૂતાઈથી લડશે

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • સીહોક હેલિકોપ્ટર અદ્યતન ટેકનોલોજી હથિયારોથી સજ્જ છે
  • 24 હેલિકોપ્ટરની કિંમત આશરે 17,500 કરોડ રૂપિયા

ભારતીય નૌકાદળ હવે વધુ શક્તિશાળી બનવા જઈ રહ્યું છે. એને આ વર્ષે અમેરિકાથી વિશ્વનાં શ્રેષ્ઠ MH-60R સીહોક હેલિકોપ્ટર મળશે. ભારતને 24માંથી 2 હેલિકોપ્ટર જુલાઇમાં, જ્યારે બાકીનાં એક વર્ષને અંતે મળશે. આ હેલિકોપ્ટરમાં દરિયાઇ જહાજો અને સબમરીન શોધીને એને નષ્ટ કરવાની ક્ષમતા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં 15 જેટલા નેવી અધિકારીઓ હેલિકોપ્ટર ચલાવવાની તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમ સોમવારથી અમેરિકાના ફ્લોરિડાના પેન્સાકોલા શહેરમાં શરૂ થઈ છે.

ભારતને આ વર્ષે અમેરિકાથી વિશ્વનાં શ્રેષ્ઠ MH-60R સીહોક હેલિકોપ્ટર મળશે.
ભારતને આ વર્ષે અમેરિકાથી વિશ્વનાં શ્રેષ્ઠ MH-60R સીહોક હેલિકોપ્ટર મળશે.

સીહોક હેલિકોપ્ટર બ્રિટિશ સી કિંગની જગ્યા લેશે
રોમિયો સીહોક હેલિકોપ્ટરનું નિર્માણ લોકહિડ-માર્ટિન કંપની દ્વારા કરવામાં આવે છે. ભારત સરકારે અમેરિકન સરકાર સાથે ગયા વર્ષે માત્ર હેલિકોપ્ટર ખરીદવા માટે કરાર કર્યા હતા. 24 હેલિકોપ્ટરની કિંમત આશરે 17,500 કરોડ રૂપિયા છે. કરાર મુજબ, અમેરિકાએ 2024 સુધીમાં તમામ હેલિકોપ્ટર ભારત પહોંચાડવાનાં છે.

અમેરિકાના ફ્લોરિડાના પેન્સાકોલા શહેરમાંહાલમાં 15 જેટલા નેવી અધિકારીઓ હેલિકોપ્ટર ચલાવવાની તાલીમ લઈ રહ્યા છે.
અમેરિકાના ફ્લોરિડાના પેન્સાકોલા શહેરમાંહાલમાં 15 જેટલા નેવી અધિકારીઓ હેલિકોપ્ટર ચલાવવાની તાલીમ લઈ રહ્યા છે.

ભારત સરકાર છેલ્લાં 15 વર્ષમાં પ્રથમ વખત નૌકાદળ માટે હેલિકોપ્ટરની ખરીદી કરી રહી છે. એ ભારતીય નૌસેનામાં બ્રિટિશ સી કિંગ હેલિકોપ્ટરને બદલશે. સી કિંગ 2 દાયકા પહેલાં સેવાની બહાર થયાં છે.

MH-60R આવવાથી નવી તાકાત મળશે
દરિયાઇ બાબતોના નિષ્ણાત નિવૃત્ત રિયર એડમિરલ સુદર્શન શ્રીખંડેએ જણાવ્યું હતું કે 1960થી વિવિધ વિશેષ ક્ષમતાઓવાળાં હેલિકોપ્ટર કોઈપણ નૌકાદળ માટે જરૂરી આવશ્યકતા બની ગયાં છે. મને યાદ છે 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં સી કિંગ 42 અને કમોવ વેરિયન્ટ જેવાં હેલિકોપ્ટર કાફલામાં સામેલ થયાં હતાં. હવે MH-60Rના આવવાથી સાથે નવી તાકાત મળશે.

અદ્યતન ટેકનોલોજીવાળાં હથિયારોથી સજ્જ છે સીહોક
સીહોક હેલિકોપ્ટર AGM-114 હેલફાયર મિસાઇલ, MK 54 ટોર્પિડો અને અદ્યતન ટેકનોલોજી હથિયારોથી સજ્જ છે. આ ડબલ એન્જિન હેલિકોપ્ટરનો ઉપયોગ યુદ્ધ જહાજો, ક્રૂઝર્સ અને એરક્રાફ્ટ માટે થઈ શકે છે. રોમિયોના નામથી જાણીતું MH-60R સીહોક હેલિકોપ્ટર એન્ટી-સબમરીન ઉપરાંત સર્વેલન્સ, માહિતી, ટાર્ગેટ સર્ચ અને બચાવ, ગનફાયર અને લોજિસ્ટિક્સ આધારમાં અસરકારક છે.

આ હેલિકોપ્ટર દુશ્મન સબમરીનને નષ્ટ કરવા ઉપરાંત સમુદ્રમાં જહાજોને બહાર કાઢવા અને સર્ચ અભિયાનમાં અસરકારક સાબિત થશે. આ હેલિકોપ્ટરની મદદથી ઘરેલુ સ્તરે ભારતની સુરક્ષા વધુ મજબૂત બનશે અને ક્ષેત્રીય દુશ્મનોનો સામનો કરવામાં મદદ કરશે. અમેરિકાના જણાવ્યા અનુસાર, ભારતને આ હેલિકોપ્ટરને નેવીમાં સામેલ કરવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. હાલમાં આ અમેરિકન નેવીમાં એન્ટી-સબમરીન અને એન્ટી-સર્ફેસ વેપન તરીકે તહેનાત છે.