તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Union Minister Said That Preparations For The Third And Fourth Wave Have To Be Done From Now On, Work On 'Think For The Best, Prepare For The Worst'.

ગડકરીનો UP સરકારને મંત્ર:કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ત્રીજી અને ચોથી લહેરની તૈયારી અત્યારથી જ કરવી પડશે, 'થિંક ફોર ધ બેસ્ટ, પ્રિપેર ફોર ધ વર્સ્ટ' પર કામ કરવામાં આવે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રયાગરાજમાં બુધવારે સરસ્વતી હાઈટેક સિટીમાં ઓક્સિજન પ્લાન્ટનો શિલાન્યાસના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ગડકરી માહિતી આપી રહ્યા હતા - Divya Bhaskar
પ્રયાગરાજમાં બુધવારે સરસ્વતી હાઈટેક સિટીમાં ઓક્સિજન પ્લાન્ટનો શિલાન્યાસના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ગડકરી માહિતી આપી રહ્યા હતા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ઓક્સિજન પ્લાન્ટના શિલાન્યાસમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. ગડકરીએ કહ્યું કે આપણે ત્રીજી અને ચોથી લહેરની તૈયારી પણ કરવાની રહેશે. તેમણે 'થિંક ફોર ધ બેસ્ટ, પ્રિપેર ફોર ધ વર્સ્ટ'નો મૂળમંત્ર આપ્યો.

ગડકરીએ મહારાષ્ટ્રનું ઉદાહરણ આપ્યું કે કેવી રીતે તેમણે મોટા કોમ્પ્લેક્ષ અને ખાલી જગ્યાઓમાં વેક્સિનેશન શરૂ કરાવ્યું. વરિષ્ઠ નાગરિકોને ગાડીઓમાં જ વેક્સિન આપવામાં આવી અને પાણીની બોટલ તથા ફૂલ આપવાની પરંપરા શરૂ કરી. તેનાથી લોકોમાં ઉત્સાહ છે.

અમે અત્યારે જિયોલાઈટ 350 ટન રશિયાથી આયાત કરી છે. આગામી સમયમાં આપણે આ બાબતમાં આત્મનિર્ભર થઈ જશું, આ માટેનો પ્રયત્ન થતો રહેશે. આપણા રોડ કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટને નૈનીમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવાની યોજના બનાવી, અહીં સમાજ માટે હિતકારી છે. કાર્યક્રમમાં UPના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, સિદ્ધાર્થનાથ સિંહ અને મહેન્દ્ર નાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજનીતિ, ધર્મનીતિ અને લોકનીતિની નવી પરિભાષા ગડકરીએ દરિદ્ર નારાયણની સેવાને જ જીવનનો મૂળ ઉદ્દેશ બતાવ્યો હતો અને રાજનીતિ, ધર્મનીતિ તથા લોકનીતિની નવી પરિભાષા આપી. દલિતો, દરિદ્ર નારાયણને ભગવાન માની સેવા કરતાં રહો. પંડિત દીન દયાલ ઉપાધ્યાયનો પણ આ ધ્યેય હતો.

  • ગડકરીના ભાષણની ત્રણ મહત્વની વાત....

50 બેડના હોસ્પિટલમાં મેન્ડેટરી હશે ઓક્સિજન પ્લાન્ટ

  1. ગડકરીએ કહ્યું કે હું કેશવ પ્રસાદ, મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ અને મહેન્દ્ર સિંહને કહેવા માગુ છું કે પ્રદેશમાં જેટલી પણ 50 બેડની હોસ્પિટલ છે, તેમા ઓક્સિજન પ્લાન્ટ ફરજિયાત કરી દેવા જોઈએ. સરકાર જલ્દીથી આ નિયમ લાવે.
  2. હવે ઓક્સિજન કન્સેન્ટ્રેટર દેશમાં તૈયાર થવા લાગ્યા છે. ચાર લોકોને એક જ સિલેન્ડરથી ઓક્સિજન મળવા લાગે છે. આપણે મહારાષ્ટ્રમાં ઘણા સસ્તામાં આ ખરીદી છીએ. આ માટે ઓક્સિજન કન્સેન્ટ્રેટરની બેન્ક પણ ખોલી છે. તેનાથી કોઈનો જીવ નહીં જાય.
  3. મહત્વની વાત છે કે રેમડેસિવિરની અછત હતી, હવે આપણે આત્મનિર્ભર છીએ. UP ઈચ્છે તો અમારી પાસેથી લઈ શકે છે. રૂપિયા 1250માં બ્લેક ફંગસનું ઈન્જેક્શન પણ તૈયાર કરવામાં આવ્યું છે. UPને અમે આપી શકીએ છીએ. સરસ્વતી હાઈટેક સિટીમાં પ્લાન્ટના શિલાન્યાસમાં ઉપસ્થિત મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને સિદ્ધાર્થ નાથ સિંહ