• Gujarati News
  • National
  • The Union Minister Said In The Rajya Sabha Monitoring Will Be Done To Avoid Cyber Attacks

ન્યુક્લિયર પ્લાન્ટ માટે સિક્ટોરિટી સિસ્ટમ બનાવાશે:રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું- સાયબર હુમલાથી બચવા માટે મોનિટરિંગ કરવામાં આવશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સિસ્ટમ્સ (પરમાણુ ઊર્જા)ને સાયબર હુમલાઓથી બચાવવા માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. જિતેન્દ્ર સિંહે કહ્યું કે આમાં સત્તા, એક્સેસ કંટ્રોલ, કડક નિયંત્રણ અને દરેક સિસ્ટમનું મોનિટરિંગ સામેલ છે.

તેમણે કહ્યું કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સિસ્ટમો ઈન્ટરનેટથી અલગ છે અને તેની પાસે વહીવટી નેટવર્કની ઍક્સેસ નથી. જો કે, હવે પરમાણુ પાવર પ્લાન્ટ માટે વહીવટી નેટવર્ક પણ મજબૂત કરવામાં આવશે. આ માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે. આમાં ઇન્ટરનેટ અને વહીવટી ઇન્ટ્રાનેટ કનેક્ટિવિટીને મજબુત કરવી, રિમુવેબલ મીડિયા પર પ્રતિબંધ, વેબસાઇટ્સ અને IP ને બ્લોક કરવા જેવી બાબતન સમાવેશ થાય છે.

કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર સાઈબર હુમલો
સિંહે સપ્ટેમ્બર 2019માં કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અંગે સાઈબર એટેકનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે તેની તપાસ કોમ્પ્યુટર એન્ડ ઈન્ફર્મેશન સિક્યોરિટી એડવાઈઝરી ગ્રુપ (CISAG) - DAE અને ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) જેવી રાષ્ટ્રીય એજન્સીઓની છે.

આ સિક્યોરિટી સિસ્ટમ લાગુ થશે
નેશનલ એજન્સીઓની ભાલામણના આધાર પર ઈન્ટ્રાનેટ એક્સેસનું ફિઝિકલ સેપરેશન, ઈન્ટરનેટ ઉપયોગ માટે સિક્યોર વર્ચુઅલ બ્રાઉઝિંગ ટર્મિનલ, સિક્યોર ડેટા ટ્રાન્સફર નિયમ, નવી વેબ એપ્લીકેશન પોસ્ટ કરવામાં આવે તે પહેલાં ઈન્ડીપેન્ડેન્ટ સિક્યોરિટી અથવા LAN માં ફેરફારોનો સમાવેશ કરવામાં આવે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ આર્કિટેક્ચર, ઈન્ફોર્મેશન સિક્યોરિટી પોસ્ચરની દેખરેખ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

2019માં સાઈબર હુમલો થયો હતો
તામિલનાડુનાં કુડનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ પર સાઈબર હુમલો થયો હતો. ન્યુક્લિયર પાવર કોર્પોર્શન ઓફ ઈન્ડીયાએ એક દિવસ પહેલા એવી કઈ ઘટનાથી ઈન્કાર કર્યો હતો. જો કે એક દિવસ બાદ જ તેણે સ્વીકારી લીધુ હતુ કે પાવરના કન્ટ્રોલ સિસ્ટમમાં રહેલા કોમ્પ્યુટર પર વાયરસથી હુમલો કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે તેનાથી સિસ્ટમ પર કોઈ એસર નહી થાય અને રિએક્ટર સંપુર્ણપણે સલામત છે.

આ મામલો 4 સપ્ટેમ્બર 2019ના રોજ પ્રકાશમાં આવ્યો હતો. આ પછી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને તેની જાણકારી આપવામાં આવી હતી. ન્યુક્લિયર પાવર ડિપાર્ટમેન્ટના નિષ્ણાંતે પણ તાત્કાલિક તપાસ કરાવી હતી. સંસ્થાના એક યુઝરની સિસ્ટમમાં વાયરસ હતો અને તે સિસ્ટમ ઈન્ટરનેટ નેટવર્ક સાથે જોડાયેલ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ સંસ્થાના આંતરિક નેટવર્કથી અલગ છે.

અન્ય સમાચારો પણ છે...