તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Union Cabinet Has Approved PM Wi Fi For The Entire Country, Opening 10 Million Data Centers In The Country

મોદી સરકારનો નિર્ણય:દેશના દરેક ગામ સુધી Wi-Fi પહોંચાડવા PM વાણી સ્કીમ લોંચ, સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના શરૂ કરી

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપી - Divya Bhaskar
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપી

કેન્દ્ર સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે બુધવારે ત્રણ મોટી યોજનાની જાહેરાત કરી છે. તેમા બે ડિજિટલ અર્થતંત્રને લગતી જાહેરાત છે. આ પૈકી એક પબ્લિક વાઈ-ફાઈ નેટવર્ક એક્સેસ સ્કીમ 'PM વાણી' છે. તેનો ઉદ્દેશ દરેક ગામ સુધી વાઈ-ફાઈ નેટવર્ક પહોંચાડવાનો છે.

બીજી યોજના અરુણાચલ પ્રદેશમાં 4G નેટવર્ક અને લક્ષદ્વીપમાં ફાઈબર કેબલ પહોંચાડવાનો છે. તે સાથે જ આત્મનિર્ભર યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, માહિતી-પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને શ્રમ મંત્રી સંતોષ ગંગવારે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી.

જાહેર વાઈ-ફાઈ યોજના

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ યોજના અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે તે અંતર્ગત પબ્લિક ડેટા ઓફિસ, પબ્લિક ડેટા એગ્રીગેટર અને એપ પ્રોવાઈડર તૈયાર કરવામાં આવશે. એપ પ્રોવાઈડરને સાત દિવસની અંદર જ રજિસ્ટ્રેશન મળી જશે. તે માટે લાઈસન્સની પણ જરૂર નહીં પડે.

તે અંતર્ગત સરકાર પબ્લિક ડેટા ઓફિસ (PDO) ખોલશે, આ માટે કોઈ પણ પ્રકારના લાઈસન્સની જરૂર પડશે નહીં. કોઈ પણ વર્તમાન દુકાનને ડેટા ઓફિસમાં બદલવામાં આવશે. સરકાર તરફથી ડેટા ઓફિસ, ડેટા એગ્રિગેટર, એપ સિસ્ટમ માટે 7 દિવસમાં સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

એપ ડાઉનલોડ કરતા જ Wi-Fi ઉપલબ્ધ બનશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ એજ્યુકેશનની વ્યાપક પ્રમાણમાં સંભાવના રહેલી છે. આ માટે કોઈ પણ વ્યક્તિએ એક વખત એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તે કોઈ પણ પબ્લિક ડેટા ઓફિસથી વાઈફાઈ લઈ શકે છે. તેનો ફાયદો એ રહેશે કે લોકો હાઈ-સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરશે. નવા કારોબાર શરૂ થશે. ગામડાઓમાં બાળકો ઈન્ટરનેટથી પુસ્તકો ડાઉનલોડ કરી શકશે. વાઈ-ફાઈની મદદથી શિક્ષણ મેળવી શકશે. તેનો ઉપયોગ કરવાનો દર પણ નિર્ધારીત જ હશે. તેમા સરકાર કોઈ જ દરમિયાનગીરી નહીં કરે. આ સુવિધાની કિંમત કેટલી હશે તે બજાર પર છોડી દેવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે લક્ષદ્વીપના દ્વીપોને પણ ફાઈબર કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. કોચિનથી લક્ષદ્વીપના 11 દ્વીપોમાં 1000 દિવસમાં કનેક્ટિવિટી પહોંચી જશે.

આત્મનિર્ભર ભારત રોજગારી યોજનાને મંજૂરી
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે માહિતી આપી હતી કે દેશમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લાગૂ કરવામાં આવશે. જે અંતર્ગત વર્ષ 2020-23 સુધીમાં રૂપિયા 22 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત આશરે 58.50 લાખ કર્મચારીઓને લાભ મળશે. માર્ચ,2020થી આગામી વર્ષ સુધી જે લોકો નોકરી પર જોડાયા છે તેમના EPFમાં સરકાર તરફથી યોગદાન આપવામાં આવશે. જે કંપનીમાં 1000થી ઓછા કર્મચારી છે તેમના 24 ટકા EPF યોગદાન સરકાર આપશે.

યોજનાની ખાસ વાત

  • આ યોજના હેઠળ એવા કર્મચારીઓ આવશે કે જેમનું માસિક વેતન રૂપિયા 15,000થી ઓછું છે
  • આ યોજના અંતર્ગત 1લી ઓક્ટોબર,2020થી 30 જૂન 2021 સુધીમાં નોકરી પર રાખવામાં આવેલા કર્મચારીઓના 24 ટકા EPF સરકાર આપશે.
  • જે સંસ્થાઓમાં 1000 અથવા ઓછા કર્મચારી છે તે આ સ્કીમ અંતર્ગત આવશે.
  • 1000થી વધારે કર્મચારી ધરાવતી સંસ્થાઓમાં સરકાર 12 ટકા યોગદાન આપશે.
  • આ ઉપરાંત કોરોના દરમિયાન જેમની નોકરી જતી રહી છે તેમને ફરી નોકરી આપવા વિચારણા ચાલી રહી છે.
  • 50 કર્મચારીવાળી સંસ્થામાં 2 નવા લોકોને નોકરી આપવામાં આવે છે, તેને લાભ મળશે.
  • 50થી વધારે કર્મચારીવાળી સંસ્થાએ 5 લોકોને નોકરી આપવી પડશે, ત્યારે આ યોજનાનો લાભ મળશે.

સંતોષ ગંગવારના જણાવ્યા પ્રમાણે મોદી સરકાર સત્તામાં આવી હતી ત્યારે સંગઠીત સેક્ટરોમાં 6 કરોડ રોજગારી હતી, હવે આ સેક્ટરમાં રોજગારી વધીને 10 કરોડ થઈ છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે અરુણચાલ પ્રદેશ, આસામના બે જીલ્લામાં USOF યોજનાને મંજૂરી આપી છે. ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરી ઉકેલ મેળવી રહી છે.