જમ્મુના ભયાનક CCTV:બેકાબૂ ટેમ્પોએ પાછળથી કારને ટક્કર મારી, મહિલા ઉલળીને દૂર ફેંકાઈ ગઈ

17 દિવસ પહેલા

જમ્મુના રેહારીમાં ખતરનાક અકસ્માત થયો હતો. જેમાં બેકાબુ ટેમ્પોએ એક મહિલા અને કારને અડફેટે લીધી હતી. ટક્કર એટલી ખતરનાક હતી કે મહિલા ફંગોળાઈને પટકાઈ હતી જ્યારે ટેમ્પો થાંભલાને અથડાઈ હતી. જો કે, અકસ્માતમાં સદભાગ્યે મહિલાનો આબાદ બચાવ થયો હતો.

રસ્તા પર ચાલતી આવી રહેલી મહિલા પાછળ બેકાબુ ટેમ્પો આવી રહી હતી. બેકાબુ ટેમ્પોથી બેખબર મહિલા કારની પાછળ જઈને ઉભી રહી ગઈ હતી ત્યારે જ ટેમ્પોએ કાર અને મહિલાને અડફેટે લીધી હતી. આ ખતરનાક ટક્કરથી મહિલા હવામાં ફંગોળાઈને જમીન પર પટકાઈ હતી જ્યારે કાર થાંભલાને અથડાતા થાંભલો પણ કાર ઉપર પડ્યો હતો. ખતરનાક અકસ્માતમાં મહિલાનો આબાદ બચાવ થયો હતો. મહિલા અકસ્માતના એક સેકંડ બાદ જ કારની નીચેથી સુરક્ષિત બહાર નિકળી હતી અને આગળ વધી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...