• Gujarati News
  • National
  • The Uncle Said, "Blessed Be The Young Man Who Took My Hand."; The Angelic RPF Saved Lives

ઉતરવા જતા ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયો યાત્રી:કાકાએ કહ્યું, "ભલું હો એ જવાનનું કે જેણે મારો હાથ પકડ્યો."; દેવદૂત બનેલા RPFએ બચાવ્યો જીવ

એક મહિનો પહેલા

બિહારના પૂર્ણિયા રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે એક વ્યક્તિ પડી ગયો. તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો. એને પડતાં જોઈને ત્યાં હાજર RPF જવાને દોટ મૂકી. જવાનની આ બાહદૂરીને જોઈને તેને પુરસ્કૃત કરવાની વિભાગ દ્વારા ઘોષણા કરવામાં આવી છે.

આ આખી બાબત કટિહાર રેલ મંડલના સ્ટેશનની છે. મંગળવારે જોગબની થી કટિહાર આવતી ફાસ્ટ પેસેન્જર ટ્રેન જેવી પ્લેટફોર્મ પર આવી કે અચાનક એક યાત્રી ચાલતી ટ્રેને ઉતરવાની કોશીશ કરવા લાગ્યો હતો. આ સમયે તેણે ધોતી પહેરેલી હોવાથી તેનો પગ તેમાં ફસાઈ ગયો. તે અનિયંત્રિત થઈને નીચે પડ્યો અને ધીરે-ઘીરે પાટા તરફ જવા લાગ્યો હતો.

ત્યારબાદ પ્લેટફોર્મ પર ફરજ બજાવતાં RPF જવાન સંજીવ કુમારસિંહની નજર યાત્રી પર પડી હતી. RPF જવાન યાત્રીને બચાવા અર્થે કૂદી પડ્યા હતા અને પાટા તરફ ગબડતાં એ યાત્રીને ઝટકો મારી તેની તરફ ખેંચી જમીન પર પડી ગયા હતાં. આથી, પીડિતનો સલામત રીતે જીવ બચી ગયો હતો. આ આખી ઘટના સ્ટેશન પરના સીસીટીવીમાં કેદ થયું હતું.

કટિહાર રેલ મંડળના RPF સીનિયર કમાંડેંટ કમલસિંહે રેલવે સુરક્ષા બળના જવાન સંજીવ કુમાર સિંહના આ કાર્યની પ્રશંસા કરી અને વિભાગ દ્વારા પુરસ્કૃત કરવાની ઘોષણા કરી હતી.