તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Tunnel Leading To Lala Fort, Found In The Delhi Legislative Assembly, Will Soon Be Open To The Public

અંગ્રેજોના સમયની સુરંગ:દિલ્હી વિધાનસભાથી લાલ કિલ્લા સુધી નીકળતી સુરંગ લોકો માટે ખુલ્લી મુકાશે, અંગ્રેજોએ આ સુરંગનો ઉપયોગ કર્યો હોવાનો દાવો

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરંગનું નિર્માણ ક્યારે થયું તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી
  • મરામતનું કામ આગામી 15 ઓગસ્ટ સુધી પુરુ થાય તેવી શક્યતા

તાજેતરમાં જ દિલ્હીની વિધાનસભાની જમીનની અંદર એક સુરંગ જેવો ઢાચો મળ્યો છે અને આ સુરંગ લાલ કિલ્લાને જઈને મળે છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલનું કહેવું છે કે આ સુરંગનું નિર્માણ ક્યારે થયું, તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી. જોકે એમ કહેવાઈ રહ્યું છે કે સ્વતંત્રતા આંદોલન દરમિયાન હિંસાથી બચવા માટે અંગ્રેજોએ આ સુરંગનો ઉપયોગ કર્યો હતો. આ સુરંગનું સમારકામ ઝડપથી પુરુ કરીને તેને લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

સુરંગનું સમારકામ ઝડપી પુરુ કરાશે
રામ નિવાસ ગોયલ વધુમાં કહ્યું કે અમે આ સુરંગની શરૂઆત તો શોધી કાઢી છે, જોકે તેને આગળ ખોદવામાં આવી નથી. તેમણે કહ્યું કે ઝડપથી અમે આ સુરંગનું સમાર કામ કરીશું. તે પછી તેને સામાન્ય માણસો પણ જોઈ શકશે. અમને આશા છે કે સુરંગની મરામતનું કામ આગામી 15 ઓગસ્ટ સુધી પુરુ થઈ જવું જોઈએ.

ફાંસી ઘરને પણ સામાન્ય માણસો માટે ખુલ્લુ મુકવાની તૈયારી
વિધાનસભા અધ્યક્ષે કહ્યું દિલ્હી વિધાનસભાની અંદર બનેલી સુરંગની ઉપરાંત ફાંસી ઘરને પણ સામાન્ય માણસો માટે ખુલ્લુ મુકવાની તૈયારી છે. ગોયલે જણાવ્યું કે 75માં વર્ષની વર્ષગાંઠમાં આગામી 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટ પહેલા તેને એક સ્વરૂપ આપીને સામાન્ય માણસો માટે ખુલ્લુ મુકવામાં આવશે.

સુરંગનો ઉપયોગ અંગ્રેજોએ કર્યો હોવાનો દાવો
તેમણે કહ્યું કે પર્યટન વિભાગને શનિવાર અને રવિવારે વિધાનસભામાં લોકોને લાવવાની પરવાનગી મળે, તે મુજબ વિધાનસભાનો ઢાંચો તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ અંગેના ઈતિહાસ પર કોઈ સ્પષ્ટતા નથી. જોકે તેનો ઉપયોગ અંગ્રેજોએ સ્વતંત્રતા સેનાનીઓને સ્થળાતરિત કરતી વખતે પ્રતિશોધથી બચવા માટે કર્યો હતો.