જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર RSSનું નિવેદન:સત્ય ક્યારેય છુપાવી શકાતું નથી, હકીકતો બહાર આવવા દેવી જોઈએ

દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ મોટું નિવેદન આપ્યું છે. RSS નેતા સુનીલ આંબેકરે કહ્યું કે જ્ઞાનવાપીનો મુદ્દો ચાલી રહ્યો છે. અનેક તથ્યો સામે આવી રહ્યા છે. આપણે કોઈ પણ સંજોગોમાં સત્ય બહાર આવવા દેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતુ કે કેસ ગમે તે હોય પણ સત્ય હંમેશા તેનો રસ્તો શોધી લે છે. સત્ય ક્યારેય છુપાવી શકાતું નથી.

ઈન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ કેન્દ્રમાં આયોજિત પત્રકાર પુરસ્કાર સમારોહ દરમિયાન RSS નેતા સુનીલ આંબેકરે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

RSS નેતા સુનીલ આંબેકરે કહ્યું હતુ કે તમે કેટલા સમય સુધી સત્યને છુપાવશો? મારું માનવું છે કે ઐતિહાસિક તથ્યોને સામાજની સામે આવવા દેવા જોઈએ.
RSS નેતા સુનીલ આંબેકરે કહ્યું હતુ કે તમે કેટલા સમય સુધી સત્યને છુપાવશો? મારું માનવું છે કે ઐતિહાસિક તથ્યોને સામાજની સામે આવવા દેવા જોઈએ.

સંજીવ બાલિયાને કહ્યું, નંદી શિવજીની રાહ જોઈ રહ્યા હતા
આ જ સમારોહમાં કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન પણ હાજર રહ્યા હતા, તેમણે કહ્યું- શિવલિંગ વિશે માહિતી મળતાં હું ભાવુક થઈ ગયો હતો. જ્યારે માહિતી મળી ત્યારે હું બનારસમાં હતો. બાલિયાને કહ્યું કે એક પત્રકારે કહ્યું કે ઘણી સદીઓથી શિવાજીની રાહ નંદી જોઈ રહ્યા હતા, પછી તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.

સર્વેમાં શિવલિંગ મળ્યોનો દાવો કરવામાં આવ્યો હતો
વારાણસી કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદ- કાશી વિશ્વનાથ મંદિરનો સરવે 16 મે ના રોજ પુરો થઈ ગયો છે. હિન્દુ પક્ષનાં અરજીકર્તા સોહનલાલ આર્યાએ દાવો કર્યો છે કે સરવે કરનાર સમિતીને મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળ્યું છે. જો કે આ કેસમાં આજે સુપ્રીમ કોર્ટે બનારસ કોર્ટને આ મામલે કોઈપણ કાર્યવાહી કરવાથી દુર રહેવા જણાવ્યું છે.

SCએ કહ્યું- નમાજ પઢવાથી ન રોકવામાં આવે​​​​​​​
વારાણસી કોર્ટે કલેકટર કૌશલ રાજ શર્માંને આદેશ આપ્યા હતા કે જ્યાં શિવલિંમ મળી આવ્યું હતુ, તે વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. સાથે જ લોકોને તે સ્થાન પર જવા દેવામાં આવશે નહીં. આ કેસની સુનાવણી કરતા આજે સુપ્રીમ કોર્ટે વારાણસીના ડીએમને આદેશ આપ્યા હતા કે શિવલિંગ મળ્યાના દાવાવાળા સ્થાનને સુરક્ષિત કરવામાં આવે, પરંતુ મુસ્લિમોને નમાજ પઢવાથી રોકવામાં ન આવે.

અન્ય સમાચારો પણ છે...