• Gujarati News
  • National
  • The Truck Was Passing Close To The Young Man, Suddenly Falling On The Young Man The Truck Turned Again; Both Legs Of The Young Man Became Detached From The Waist

મોતનો LIVE VIDEO:યુવકની નજીકથી ટ્રક પસાર થઈ રહ્યો હતો, અચાનક પડી જતાં યુવક પર તોતિંગ પૈડાં ફરી વળ્યાં; યુવકના બંને પગ કમરના ભાગેથી જુદા પડી ગયા

કોટા14 દિવસ પહેલા
  • ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા યુવક મોતને ભેટયો

રાજસ્થાનના કોટાના અનંતપુરાના ભામાશાહ માર્કેટમાં ભયાનક દુર્ઘટનામાં એક વ્યક્તિ મોતને ભેટયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. માર્કેટ પરિસરમાં બનેલી દુર્ઘટના CCTVમાં કેદ થઈ હતી. માત્ર ત્રણ જ સેકન્ડમાં યુવકનું મૃત્યુ થયું હતું.

ટ્રકના પાછળના ટાયરમાં આવી જતાં યુવકનું મોત
આ ઘટના સોમવારની છે. દુર્ઘટના પહેલા મૃતક ચેતરામ રસ્તાની સાઈડ પર ઊભા રહીને કોઈ સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. બીજી તરફ એક ટ્રક ચેતરામની નજીકથી જ પસાર થઈ રહ્યો હતો. ટ્રક ધીમી ગતિએ આગળ વધી રહ્યો હતો. રસ્તા પર ચાલતા ચાલતા અચાનક જ ચેતરામ પડી જાય છે અને ટ્રકના પાછળનું ટાયર ચેતરામ પર ફરી વળે છે. દુર્ઘટનામાં ટ્રકના પાછળના ટાયરમાં આવી જતાં ચેતરામના બંને પગ કમરના ભાગેથી છૂટા પડી હાય છે. અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચેતરામ મોતને ભેટે છે.

અકસ્માતની થોડી સેકન્ડ પહેલાની આ તસવીરમાં ચેતરામ ફુટપાથ પર ઉભેલો નજરે પડી રહ્યો છે.
અકસ્માતની થોડી સેકન્ડ પહેલાની આ તસવીરમાં ચેતરામ ફુટપાથ પર ઉભેલો નજરે પડી રહ્યો છે.

આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ અનંતપુરા પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારી પુષ્પેન્દ્ર ઝાઝડિયાએ જણાવ્યુ હતું કે ફૂટેજ જોતાં આ અકસ્માત જ થયો હોવાનું લાગી રહ્યું છે. જો કે આ મામલે દરેક બાજુએથી તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે રોષ ફેલાયો
મૃતક ચેતરામ કોટાના પ્રમનગરનો રહેવાસી છે. તેનો એક પુત્ર પણ છે. છેતરામ છેલ્લા 25 વર્ષથી માર્કેટમાં કામ કરી રહ્યો હતો. સ્પ્મવારે તેઓ દુકાનથી કમિટી ઓફિસે જઇ રહ્યા હતા. આ દરમિયાન તે એક ટ્રકની ઝપેટમાં આવી જાય છે. અકસ્માતમાં ચેતરામ પર ટ્રકનું પાછળનું ટાયર ફરી વળતા તેના બંને પગ કમરના ભાગેથી જુદા થઈ ગયા હતા. અકસ્માતના કારણે ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોને હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ટ્રકમાં તોડફોડ પણ કરી હારી. મૃતકના પરિવારને રૂ.11 લાખની સહાય આપવાની માંગ સાથે લગભગ 5 કલાક સુધી મૃતદેહને રસ્તા પર રાખીને વિરોધ દર્શાવ્યો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લાંબા સમયની વાતચીત બાદ રૂ. 8 લાખની આર્થિક સહાયતા આપવા બાબતે સંમતી થઈ હતી.

ચેતરામ છેલ્લા 25 વર્ષથી માર્કેટમાં કામ કરી રહ્યા હતા.
ચેતરામ છેલ્લા 25 વર્ષથી માર્કેટમાં કામ કરી રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...