નેટવર્ક:4G કરતાં 10 ગણી સ્પીડ ધરાવતા 5G નેટવર્કની ટ્રાયલને મંજૂરી મળી

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં 6 મહિના ટ્રાયલ થશે
  • ચાઇનીઝ ટેકનોલોજી ટ્રાયલમાંથી બાકાત રાખવામાં આવી

ભારતમાં 5Gનેટવર્કની ટ્રાયલ માટે ટેલિકોમ ડિપાર્ટમેન્ટે વિવિધ ટેલિકોમ ઓપરેટર્સને સ્પેક્ટ્રમની ફાળવણી કરી છે. પ્રારંભિક તબક્કામાં છ મહિના સુધી ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગાલુરુ તથા હૈદરાબાદ સહિતના સ્થળોએ 5Gની ટ્રાયલ કરવામાં આવશે. આ પહેલા 4 મેના રોજ ટેલિકોમ વિભાગે ચાઇનીઝ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના 5G ટ્રાયલ માટેની રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ, વોડાફોન આઇડિયા તથા એમટીએનએલની અરજીઓને મંજૂરી આપી હતી. 5Gની ટ્રાયલ એરિક્સન, નોકિયા, સેમસંગ તથા સી-ડૉટ સાથે કરવાની મંજૂરી આપવામાં આવી છે. ટેલિકોમ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 4Gની તુલનામાં 5G નેટવર્કની સ્પીડ 10 ગણી વધારે રહેશે.

ટ્રાયલ દરમિયાન ભારતીય સેટિંગમાં 5G ની ચકાસણી કરાશે. ટ્રાયલ દરમિયા 5G નેટવર્ક હેઠળ ટેલિ-મેડિસિન, ટેલિ-એજ્યુકેશન તથા ડ્રોન આધારિત એગ્રીકલ્ચર મોનીટરીંગ કરવામાં આવશે. ટેલિકોમ અધિકારીઓએ જણાવ્યું હતું કે 5G નેટવર્કનો લાભ માત્ર શહેરી વિસ્તારો પૂરતો મર્યાદિત ન રહે એ માટે ટ્રાયલ હેઠલ માત્ર શહેરી વિસ્તારો નહીં પણ ગ્રામીણ વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચીન સાથેના ગજગ્રાહના પગલે ચીની કંપનીઓને 5G નેટવર્કમાંથી બાકાત કરી દેવાઈ હતી. આ કારણે હવે દેશની જ ટેલિકોમ કંપનીઓ આ ટ્રાયલ હાથ ધરી રહી છે.

યુઝર્સના મનમાં 5G અંગે ઊભા થતા પ્રશ્નો

  • શું આ માટે નવો ફોન લેવો પડશે?

હા, 5G નેટવર્કનો લાભ લેવા માટે નવો ફોન લેવો પડશે. ભારતમાં 5G ફોનનું વેચાણ શરૂ થયું છે જેની કિંમત સરેરાશ ફોન કરતા હાલ વધારે છે.

  • શું 5Gનેટવર્કથી માત્ર સ્પીડમાં વધારો થશે?

ના, 5Gનો મતલબ માત્ર વધુ સ્પીડ નથી. તેનાથી વધુ સારી મોબાઇલ બ્રોડબેન્ડ સર્વિસ મળે છે. ક્લાઉડ કમ્યુટિંગનો ગ્રોથ પણ વધશે તથા વર્ચ્યુઅલ રિઆલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટિલેજન્સને પણ વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...