તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Transition To India Was Proof That Corona Would Re emerge In The World With A New Incarnation.

ભાસ્કર ઈન્ટરવ્યૂ:ભારતમાં ફેલાયેલું સંક્રમણ એ વાતનો પુરાવો હતો કે કોરોના વિશ્વમાં નવા અવતાર સાથે ફરી ફેલાશે

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે ભારતમાં જે રીતે સંક્રમણ ફેલાયું હતું તે પુરાવો હતું કે વિશ્વમાં કોરોના નવા અવતારમાં ફરી ફેલાશે. આજે અમેરિકામાં આવી રહેલા 99% કેસ ડેલ્ટા વેરિયન્ટના મળી રહ્યા છે. આમ કહેવું છે ડૉ. સાયરા મડાડનું. તેઓ અમેરિકાની કોવિડ રિસ્પોન્સ ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે. તેમણે ભાસ્કર જૂથના રિતેશ શુક્લના વેક્સિન સંબંધી ઘણાં સવાલોના જવાબ આપ્યા, જેના મુખ્ય અંશ...

  • કોરોનાને કોઇ ફ્લૂ જેવો કેમ ન માનવો જોઇએ?

વિશ્વની અડધીથી વધુ વસતીને વેક્સિન આપવાની બાકી છે. તેથી આવનારા મહિનાઓમાં વાયરસ કયું રૂપ લેશે તે કહી ન શકાય. વાઇરલ ફ્લૂનો વાઇરસ કોરોના જેટલો ડાયનેમિક નથી હોતો. તે થોડો સમય જ ચેપી રહી શકે છે. કોરોનાની ફ્લૂ સાથે સરખામણી કરવી ભૂલ હશે.

  • વેક્સિન લઇ ચૂકેલા લોકો સંક્રમિત થઇ રહ્યા છે. વેક્સિનને બેઅસર માની શકાય?

જે દેશોમાં વેક્સિનેશન ઝડપી છે ત્યાં સંક્રમણ ફેલાઇ રહ્યું છે પણ હોસ્પિટલાઇઝેશનમાં કે મોતમાં ભારે ઘટાડો થયો છે. આ ઘટાડો વેક્સિન અસરકારક હોવાનો પુરાવો છે. વેક્સિન વિના શરીરમાં પ્રતિકારક ક્ષમતા વિકસિત થવામાં લાંબો સમય લાગે છે. આ દરમિયાન મોતનો આંકડો અનપેક્ષિત રીતે વધી જાય છે.

  • વેક્સિનને કયા માપદંડો પર અસરકારક માનવી જોઇએ?

હાલની વેક્સિન અંગે ક્યારેય એવો દાવો નથી કરાયો કે તે સંક્રમણ રોકશે. શરૂમાં વેક્સિનથી સંક્રમણ અટક્યું હતું પણ તે બોનસ જ હતું, કેમ કે તેની આશા નહોતી. ઇઝરાયલ, બ્રિટન જેવા દેશોમાં સાબિત થઇ રહ્યું છે કે વેક્સિન લેનારા પણ સંક્રમિત થઇ શકે છે પણ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ઓછી પડે છે અને મોત સાવ ઓછા થઇ રહ્યા છે. ખાસ કરીને ડેલ્ટા વેરિયન્ટના કિસ્સામાં જોવા મળી રહ્યું છે કે વેક્સિનથી મોત અટક્યા છે. વેક્સિન કારના સીટ બેલ્ટ જેવી છે. તે અકસ્માત નથી રોકતી પણ તેનાથી થનારી ઇજા રોકે છે. કોરોના ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યા છે. વિશ્વમાં ક્યાંય પણ બેદરકારી રખાશે તો વાઇરસ નવા રૂપમાં સંક્રમણ ફેલાવતો રહેશે.

  • બાળકો વેક્સિનથી વંચિત છે. હાલની વેક્સિન તેમને આપી શકાય?

અમેરિકામાં પણ જે લોકોએ વેક્સિન નથી લીધી તેમનામાં વાઇરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દર અઠવાડિયે 2 લાખ બાળકો કોરોનાગ્રસ્ત થાય છે. હું પોતે 3 સંતાનની માતા છું. મારા બાળકો 8 વર્ષથી નાના છે. હાલની વેક્સિન તેમને ન આપી શકાય, કેમ કે તેનું બાળકો પર ટેસ્ટિંગ નથી થયું. કેટલો ડોઝ આપવો, તેની અસર શું થશે તે અંગે રિસર્ચ ચાલી રહ્યું છે. બાળકો માટેની વેક્સિન સત્તાવાર રીતે ન આવે ત્યાં સુધી તેમને હાલની વેક્સિન આપવાનું જોખમ ન લઇ શકાય.

અન્ય સમાચારો પણ છે...