મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં પરંપરાગત નૃત્ય કરતી વખતે એક વૃદ્ધનું ઓચિંતા જ મોત થયું હતું. લગ્ન સમારંભમાં કેટલાક પુરુષો નૃત્ય કરતા હતા. અચાનક વૃદ્ધ જમીન પર પડી ગયા હતા. શરૂઆતમાં તો લોકોને લાગ્યું કે તેઓ તડકા અને ગરમીને લીધે બેભાન થઈ ગયા છે. વૃદ્ધાને ભાનમાં લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પણ તેમનામાં કોઈ મૂવમેન્ટ જણાતી ન હતી. નૃત્ય કરતી વખતે વૃદ્ધ જમીન પર પડતા હોય તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ઓઝર ગામના પારદકિયા ફળિયામાં શુક્રવારે લગ્ન સમારંભમાં પરંપરાગત વાદ્ય વગાડવામાં આવી રહ્યું હતું. 60 વર્ષીય મુરસા દાવર પણ લોકો સાથે પરંપરાગત નૃત્ય કરી રહ્યા હતા. આ દરમિયાન તે હાંફવાથી નીચે પડી ગયા હતા. લોકોએ તેમની ઉપર પાણીનો છંટકાવ કર્યો. જ્યારે તે હોશમાં ન આવ્યો, ત્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યાં હતા. પરિવારે આ અંગે પોલીસને જાણ કરી ન હતી. સાંજે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે અસહ્ય તડકામાં નૃત્ય કરવાને લીધે બેભાન અવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.