• Gujarati News
  • National
  • The Tractor Was Swept Away By The Rising Water Level Of Bald River, 3 Trapped People Saved Their Lives In This Way

જળસ્તર વધતા નદીમાં ફંગોળાયુ ટ્રેક્ટર,VIDEO:બાલ્દ નદીનું જળસ્તર વધતા વહી ગયુ ટ્રેક્ટર, ફસાયેલા 3 લોકોએ આવી રીતે બચાવ્યો જીવ

9 દિવસ પહેલા

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લા સ્થિત બદ્દીમાં શુક્રવારે સાંજે બાલ્દ નદીમાં એક ટ્રેક્ટર અચાનક ફસાઈ ગયુ,અને તેના પર બેઠેલા 3 લોકોનો જીવ આફતમાં ફસાઈ ગયો. ટ્રેક્ટર અંદાજે 1 કલાક સુધી નદીમાં ફસાયેલુ રહ્યુ અને રમકડાની જેમ વહેતુ રહ્યુ, પણ ના તો હિમાચલ કે ના તો હરિયાણા પ્રશાસનની ટીમ ત્યાં પહોંચી. એવામાં ટ્રેક્ટર પર સવાર ત્રણ લોકોએ નદીમાં કૂદીની મહામહેનતે પોતાનો જીવ બચાવ્યો. મળતી માહિતી અનુસાર, અહીં એક પ્રવાસી ચાલકને સનસિટી બાયપાસથી મંધાવાલા હરિયાણા જવાનું હતું, પરંતુ તે રોડ પર સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી પ્રતિબંધ હતો એટલે કે નો એન્ટ્રી જેનાથી બચવા માટે, ટ્રેક્ટર ચાલકે કચરો ભરેલી ટ્રક પોતાના જોખમે સનસિટી નદીમાં ઉતારી દીધી, જેથી તે પડોશી રાજ્ય હરિયાણામાં જઈ શકે. ટ્રેક્ટર ડ્રાઈવર નદીમાં ઉતરતાની સાથે જ અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો, કારણ કે દૂનના પહાડી વિસ્તારમાં ભારે વરસાદ હતો જ્યારે મેદાની વિસ્તારમાં તેની અસર થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...