તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Total Number Of Infected People In The State Crossed 46 Lakh, With More Patients Recovering Here For The Second Day In A Row Than New Cases

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઝિટિવ કેસમાં મહારાષ્ટ્ર વિશ્વમાં છઠ્ઠા સ્થાને:રાજ્યમાં સંક્રમિતોનો કુલ આંક 46 લાખને પાર, અહીં સતત બીજા દિવસે નવા કેસ કરતાં વધુ દર્દી સાજા થયા

મુંબઈ14 દિવસ પહેલા
  • મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 46લાખથી વધુ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા

મહારાષ્ટ્રમાં નવા સંક્રમિતોની સંખ્યા 60 હજારથી ઉપર નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 62,919 કેસ નોંધાયા હતા. અને 69,710 દર્દીઓ સાજા થયા હતા. અહીં રાહતની વાત છે કે અહીં બે દિવસથી વધુ નવા દર્દીઓ કરતાં વધુ દર્દી સ્વસ્થ થઈ રહ્યા છે. શુક્રવારે 66,189 કેસ આવ્યા તેની તુલનામાં 68,537 દર્દીઓ સાજા થયા. રાજ્યમાં એક દિવસમાં 828 લોકોનાં મોત થયાં.

રાજ્યમાં અત્યાર સુધીમાં 46.02 લાખ લોકોને કોરોના સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 38.69 લાખ લોકો સાજા થયા છે અને, 68,813 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ કેસોની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર દુનિયામાં છઠ્ઠા નંબર પર છે. ભારતની બાદ કરીએ તો, તેના કરતાં વધુ કેસ ફક્ત પાંચ દેશોમાં છે. જેમાં અમેરિકા (3.31 કરોડ), બ્રાઝિલ (1.46 કરોડ), ફ્રાન્સ (56.17 લાખ), તુર્કી (48.20 લાખ) અને રશિયા (48.05) લાખનો સમાવેશ થાય છે. કુલ મૃત્યુના મુદ્દે મહારાષ્ટ્ર વિશ્વના 210 દેશો કરતા આગળ છે.

મુંબઇમાં દર સતત ઘટી રહ્યો છે પોઝિટિવિટી રેટ
મુંબઈમાં કોરોના પોઝિટિવિટી રેટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 4 એપ્રિલે અહીં 27.94% દર્દીઓ કોરોના પોઝિટિવ હતા, આ સંખ્યા શુક્રવારે ઘટીને 9.94% થઈ ગઈ છે. મુંબઈમાં 4 એપ્રિલે 36,878 લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 10,304 લોકો પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 19 એપ્રિલ પછી પોઝિટિવિટી રેટ 20% ની નીચે આવવાનું શરૂ થયું છે.

ઓક્સિજન સપોર્ટ સાથે ઘણા દર્દીઓ હોસ્પિટલોમાં બેડ ખાલી થવાની રાહ જોઇ રહ્યા છે. ઘણા લોકોને ઓક્સિજનની વ્યવસ્થા પણ જાતે કરવી પડી રહી છે
ઓક્સિજન સપોર્ટ સાથે ઘણા દર્દીઓ હોસ્પિટલોમાં બેડ ખાલી થવાની રાહ જોઇ રહ્યા છે. ઘણા લોકોને ઓક્સિજનની વ્યવસ્થા પણ જાતે કરવી પડી રહી છે

આજથી 18 થી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન
આજે મહારાષ્ટ્ર દિવસ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 18 થી 44 વર્ષની વયના લોકો માટે વેક્સિનેશન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ હેઠળ જુદા જુદા શહેરોમાં 18 થી 44 વર્ષની વયના 3.5 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. આ પહેલા શુક્રવારે સીએમ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે મે મહિનામાં માત્ર 18 લાખ ડોઝ પ્રાપ્ત થશે. જ્યારે રાજ્યને 12 કરોડ ડોઝની જરૂર છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના નાગરિકોને વિના મૂલ્યે વેક્સિન આપવામાં આવશે. રાજ્ય સરકાર આનો ખર્ચ ઉઠાવશે. તેમણે કહ્યું કે, જૂન-જુલાઈ સુધીમાં વેક્સિનનો નિયમિત સપ્લાય થવા લાગશે. એવામાં વેક્સિનેશન કેન્દ્રો પર ભીડ ન થવી જોઈએ. રાજ્યમાં દરરોજ 10 લાખ લોકોને વેક્સિન આપવાની ક્ષમતા છે. અત્યાર સુધીમાં 1 કરોડ 58 લાખ 88 હજાર 121 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 11 લાખ 5 હજાર 848 ડોઝ હેલ્થ કર્મચારીઓને આપવામાં આવ્યા છે.

આ મહિને મહારાષ્ટ્રને મળશે 18 લાખ વેક્સિન
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ મે માં કોવિશિલ્ડના 13 થી 15 લાખ ડોઝ રાજ્યમાં આપવાની સંમતિ આપી છે. જ્યારે, ભારત બાયોટેકે કોવેક્સિનના લગભગ 4 લાખ ડોઝ આપવાનું કહેવામાં આવ્યું છે. આ પછી, સંપૂર્ણ ક્ષમતાથી વેક્સિનેશન શરૂ કરી શકાય છે. ટોપે જણાવ્યું હતું કે રાજ્યમાં 45થી વધુ વયના લોકોને વેક્સિન આપવા માટે 4,200 વેક્સિન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તેમાં સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે.

આજે મુંબઈમાં ફક્ત 1 હજાર લોકોને વેક્સિન અપાશે
આજે મુંબઇમાં માત્ર 5 કેન્દ્રો પર 1 હજાર લોકોને જ વેક્સિન આપવામાં આવશે. BMCના જણાવ્યા અનુસાર, આ કેન્દ્રોમાં નાયર હોસ્પિટલ, બીકેસી જંબો સુવિધા, કૂપર હોસ્પિટલ, સેવન હિલ્સ હોસ્પિટલ અને રાજાવાડી હોસ્પિટલનો સમાવેશ થાય છે. જ્યારે, પુણેમાં પણ આજે આટલા જ લોકોનું વેક્સિનેશન માટે તંત્રને કહેવામાં આવ્યું છે.

મુંબઈમાં વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લેવા માટે લોકોની લાઇન લાગી રહી છે.
મુંબઈમાં વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લેવા માટે લોકોની લાઇન લાગી રહી છે.

કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોએ CM રિલીફ ફંડમાં જમા કરાવ્યો એક મહિનાનો પગાર
મહાવિકાસ અઘાડી સરકારના સાથી પક્ષ એવા NCPએ CM રિલીફ ફંડમાં 2 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. ડેપ્યુટી CM અજિત પવારે કહ્યું કે પાર્ટી વેલ્ફેર ટ્રસ્ટથી ek કરોડ અને રાજ્ય વિધાનસભાના તમામ સભ્યો અને સાંસદોના એક મહિનાના પગાર સહિત કુલ બે કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવ્યા છે.

આજે મહારાષ્ટ્રના મોટાભાગનાં કેન્દ્રો પર 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવશે નહીં. કારણ કે વેક્સિનનો સ્ટોક સમાપ્ત થઈ ગયો છે.
આજે મહારાષ્ટ્રના મોટાભાગનાં કેન્દ્રો પર 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવશે નહીં. કારણ કે વેક્સિનનો સ્ટોક સમાપ્ત થઈ ગયો છે.

આ પહેલા સરકારના સાથી પક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ CM રિલીફ ફંડમાં એક મહિનાનો પગાર જમા કરવાની જાહેરાત કરી હતી. સરકારી અધિકારીઓના સંગઠને બે દિવસનું વેતન મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો