તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Tone Of Protest Within The Sangh On The Issue Of Bhagwat's Statement, Was The Same Ideology Of The RSS Even In Golwalkar's Time?

સંઘમાં સુનામી:ભાગવતના નિવેદન મુદ્દે સંઘની અંદર વિરોધના સૂર, શું ગોલવલકરના સમયમાં પણ RSSની આ જ વિચારધારા હતી?

નવી દિલ્હી21 દિવસ પહેલાલેખક: વિજય ત્રિવેદી
  • સંઘની અંદર નાગપુર, આસામ અને પશ્ચિમ બંગાળથી ઊઠ્યા વિરોધના સૂર
  • સંઘવિરોધીઓનું કહેવું છે કે મુસલમાનો પર RSSની વાત હાથીના દાંત જેવી, ચાવવાના અલગ-બતાવવાના અલગ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડો.મોહન ભાગવતના મુસ્લિમો સાથેના હિન્દુઓના સંબંધ અંગેના નિવેદને વૈચારિક ગરમાવો લાવી દીધો છે. સંઘમાં ઘણા લોકોએ એનો વિરોધ શરૂ કરી દીધો છે. આ લોકો કહે છે કે ગુરુજી ગોલવલકરના સમયમાં હિન્દુત્વ અંગે સંઘની વિચારધારા આનાથી અલગ રહી હતી.

ખરેખર, આ વિવાદના મૂળમાં રવિવારે ગાઝિયાબાદમાં સંઘના વડા ડો. ભાગવતનું નિવેદન છે, જેમાં તેમણે કહ્યું હતું કે 'જો કોઈ હિન્દુ કહે કે કોઈ મુસ્લિમ અહીં રહી શકતો નથી, તો તે હિન્દુ નથી. ગાય એક પવિત્ર પશુ છે, પરંતુ જે લોકો તેના નામ પર અન્યની હત્યા કરી રહ્યા છે તે હિન્દુત્વની વિરુદ્ધ છે. આવા કિસ્સાઓમાં કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે બધા ભારતીયોના DNA એક જ છે, પછી ભલે તે કોઈપણ ધર્મના હોય.

સંઘની અંદર જ ભાગવતનો વિરોધ
લગભગ 50 વર્ષ પછી સંઘ-પ્રમુખની વિચારણા અંગે સંઘમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યા હોય ત્યારે કદાચ આ સ્થિતિ ફરીથી બનતી હોય તેવું લાગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ખાસ કરીને વિરોધના સૂર નાગપુર, આસામ અને પશ્ચિમ બંગાળથી આવ્યા છે. સંઘે આસામ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ઘણું કામ કર્યું હતું. આસામમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં દરેક બૂથ પર 20-20 લોકોની સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ દરેક બૂથ પર 5 કરતાં વધારે મતો મળ્યા ન હતા. બંગાળમાં પણ તમામ પ્રયાસો છતાં મમતા બેનર્જી જીતી ગયા.

મુસ્લિમો વિના હિન્દુત્વ અધૂરું છે
મુસ્લિમો વિશે ભાગવતનું આ પહેલું નિવેદન નથી. ત્રણ વર્ષ પહેલાં સપ્ટેમ્બર 2018માં દિલ્હીમાં 3 દિવસીય વ્યાખ્યાનમાળામાં ડો. ભાગવતે કહ્યું હતું કે મુસ્લિમો વિના હિન્દુત્વ અધૂરું છે અને ભારતમાં રહેતી દરેક વ્યક્તિ હિન્દુસ્તાની છે. જો કોઈને હિન્દુસ્તાની શબ્દ પર વાંધો છે, તો તેણે તેને ભારતીય કહેવું જોઈએ, એમાં પણ કોઈ સમસ્યા નથી, પરંતુ સંઘમાં આ નિવેદન બાદ આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એટલે કે નારાજગી વ્યક્ત કરવામાં આવી ન હોય, પણ સંઘ-પ્રમુખના વિચારને સ્વીકાર કરવામાં આવ્યા નહીં.

મુસ્લિમો પર RSSમાં હંમેશાં મતભેદો રહેલા. સંઘ વિચારક દિલીપ દેવધર, જેઓ કહે છે, 'સંઘ-પ્રમુખ ડો. ભાગવતનું નિવેદન ડો.હેડગેવાર અને દેવરસના વિચારને આગળ વધારનારું છે. વિશ્વાસ છે કે તેઓ આમાં સફળ થશે. ગુરુજી ગોલવલકરની વિચારસરણી કંઈક જુદી રહી હતી. જો આપણે સંઘના ઇતિહાસ પર નજર કરીએ તો RSSમાં હિન્દુત્વને લઈને હંમેશાં મતભેદો બની રહ્યા છે. ડો.હેડગેવાર કહે છે કે હિંન્દુસ્તાનમાં રહેનારા હિન્દુ છે. જે રીતે અમેરિકામાં અમેરિકન, જર્મનીમાં જર્મન હોય છે. એ હિન્દુ શબ્દ સાથે જોડાયેલા ન હતા, પરંતુ દસ હજાર વર્ષ પૌરાણિક હિન્દુ પરંપરા અને વિચારધારા સાથે ચાલતા હતા.

મુસ્લિમોનો હેતુ ધર્માંતરણ છે: ગોલવલકર
સંઘના બીજા સરસંઘચાલક, ગુરુજી ગોલવલકરે લખ્યું છે કે ભારતનો છેલ્લાં 1200 વર્ષનો ઇતિહાસ ધાર્મિક યુદ્ધનો ઇતિહાસ રહ્યો છે, જેમાં હિન્દુઓને ખતમ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ગોલવલકર માનતા હતા કે મુસ્લિમોએ આ પૃથ્વી પર 1200 વર્ષ પહેલાં પગ મૂક્યો ત્યારથી, તેમનો એકમાત્ર હેતુ સમગ્ર દેશમાં ધર્માંતરણ કરાવવાનો અને તેને પોતાનો ગુલામ બનાવવાનો રહ્યો છે. સંઘે બાદમાં બૅન્ચ ઓફ થોટ્સમાં ગુરુજીએ આ વિચારોને નકારી કાઢ્યા હતા.

સાવરકર અને દીનદયાલ ઉપાધ્યાય વચ્ચે વિરોધાભાસ
વીર સાવરકર મુસ્લિમોને તાકીદ કરે છે કે તેઓ પોતાના લોહીમાં હિંદુઓનું લોહી ભેળવે અને પોતાનું હિન્દુકારણ કરે, તો જ તેઓ યુગયા થશે કે તેઓ ભારતમાં રહેવાલાયક છે. એનાથી વિપરીત, દીનદયાલ ઉપાધ્યાય હિન્દુઓને સલાહ આપે છે કે તેઓ મુસ્લિમોને સ્નેહપૂર્વકનો સ્વીકાર કરે.

ભાગવત સાથે પ્રચારક બનેલા રમેશ સિલદાર કહે છે કે હિન્દુત્વનો અર્થ ધર્મનિરપેક્ષ હોવાનો છે, તેથી તેને માટે અલગથી વારંવાર આગ્રહ કરવાની જરૂર નથી, એનાથી કાર્યકરોમાં મૂંઝવણ ઊભી થાય છે.

દેવરસે મુસ્લિમો માટે RSS ખોલવાની દલીલ કરી હતી
મુસ્લિમો વિશે સૌથી મહત્ત્વની ચર્ચા ત્રીજા સંઘના વડા બાલાસાહેબ દેવરસ દરમિયાન થઈ હતી. મુસ્લિમો અને સંઘના સવાલ પર 1977માં RSSની પ્રતિનિધિ સભામાં મોટી ચર્ચા થઈ હતી. પ્રતિનિધિ બેઠકમાં બાલાસાહેબ દેવરસનું વલણ એ હતું કે RSSને મુસ્લિમો માટે ખોલવું જોઈએ, પરંતુ યાદવરાવ જોશી, મોરોપંત પિંગલે, દત્તોપંત થેંગડી જેવા ઘણા નેતાઓએ એનો સખત વિરોધ કર્યો હતો.

દેવરસને સલાહ મળી હતી- નવું RSS બનાવો
પ્રતિનિધિ સભા પૂર્વે જ દિલ્હીમાં એક પ્રેસ-કોન્ફરન્સમાં બાલાસાહેબ દેવરસને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સંઘ મુસ્લિમો માટે પોતાના દરવાજા ખોલવા જઈ રહ્યું છે? જવાબમાં દેવરસે કહ્યું હતું, સૈદ્ધાંતિક રીતે અમે સ્વીકાર્યું છે કે ભિન્ન પૂજાની રીતો હોવા છતાં મુસ્લિમો રાષ્ટ્રના જીવનમાં સુમેળપૂર્ણ થઈ શકે છે, એમ થવી પણ જોઈએ.

દેવરસના નિર્ણય પર ત્યારે મહારાષ્ટ્રના RSS પ્રમુખ કે બી લિમયેએ પોતાની નારાજગી વ્યક્ત કરતાં એક પત્ર લખ્યો હતો. એમાં તેમણે લખ્યું હતું કે તમને RSSના સરસંઘવાહકનું એ આસન આપવામાં આવ્યું, જેના પર ક્યારેક ડો. હેડગેવાર બેઠા હતા. કૃપા કરીને એ જ સંઘને ચલાવવું અને એને જ આગળ વધારવાનો રસ્તો તૈયાર કરો. એમાં પરિવર્તન કરવાના પ્રયાસ ન કરવા. તમને લાગે છે કે બદલાવ જરૂરી છે તો પછી પોતાના માટે એક નવું RSS બનાવી લો. હિન્દુઓને સંગઠિત કરવા માટે ડોકટરજીના RSSને અમારા માટે છોડી, જો તમે આ RSSને બદલ્યું તો પછી એવા સંઘ સાથે હું કોઈ સંબંધ રાખીશ નહીં. ' આ હોવા છતાં દેવરસે માર્ગ બદલ્યો નહીં અને તેમણે પ્રયત્નો ચાલુ રાખ્યા.

સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ
દેવરસ પછી સંઘના વડા કે.એસ. સુદર્શનના નેતૃત્વ હેઠળ 2002માં મુસ્લિમ રાષ્ટ્રીય મંચની શરૂઆત કરવામાં આવી હતી, તેના માર્ગદર્શિકા ઇન્દ્રેશ કુમાર છે, પરંતુ સંઘ પોતાને એનાથી થોડે દૂર રાખે છે. અહીં મુસ્લિમોને સાથે રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ 2019ની ચૂંટણી જીત્યા બાદ ભાજપ સંસદીય દળની પ્રથમ બેઠકમાં કહ્યું હતું કે સૌનો સાથ-સૌનો વિકાસની સાથે સૌની વિશ્વાસ જીતવો પણ જરૂરી છે. આ અલગ વાત છે કે ભાજપ સરકારોમાં અલ્પસંખ્યકોનું પ્રતિનિધિત્વ લોટમાં મીઠા જેટલું પણ નથી. સંઘવિરોધીઓનું કહેવું છે કે મુસલમાનો પર RSSની વાત હાથીના દાંત જેવી છે, એટલે કે ખાવાના અલગ અને બતાવવાના અલગ...તો પછી ભાગવત આ કઈ કન્સ્ટિટ્યૂએન્સીની તરફ નજર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...