• Gujarati News
  • National
  • The Tickets Of Defecting Office Bearers Will Also Be Cut Off, They Will Not Be Able To Contest Elections For 5 Years

પ્રસ્તાવ:પક્ષપલટુ હોદ્દેદારોની ટિકિટો પણ કપાશે, 5 વર્ષ ચૂંટણી નહીં લડી શકે

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર પક્ષપલટા કાયદામાં ફેરફારની તૈયારીમાં, કેટલાક પક્ષો સંમત પણ થયા

કેન્દ્ર સરકાર પક્ષ પલટા કાયદામાં વહેલી તકે નવી જોગવાઇઓ સામેલ કરવાની તૈયારીમાં છે. હવે આ કાયદાની હદમાં નોંધણી કરાવી ચૂકેલા પક્ષોના હોદ્દેદારોને પણ સામેલ કરાશે. ચૂંટાયેલા પ્રતિનિધિ પણ તેના દાયરામાં આવી જશે. જો પાર્ટીના હોદ્દેદારો ચૂંટણી વખતે પક્ષ બદલે છે તો તે પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.

સૂત્રોના કહેવા મુજબ કાયદા મંત્રાલય આગામી બજેટ સત્ર દરમિયાન આ સુધારો લાવવાની તૈયારીમાં છે. પક્ષપલટા કાયદામાં સુધારાનો હેતુ ચૂંટણીનાં સમય પર પાર્ટી બદલીને ટિકિટ મેળવવાના દુષણને રોકવાનો છે.

કાયદા મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું છે કે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને સ્થાનિક પક્ષો ચૂંટણી સમયે પક્ષપલટાને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પાર્ટીઓનું કહેવુ છે કે આ ખરીદ-વેચાણની બાબત સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી આડે અડચણ સમાન છે. ભય અને લાલચના કારણે પાર્ટી બદલવાની પરંપરા કેટલાક વર્ષોમાં વધી છે. હવે કાયદા મંત્રાલય એવી જોગવાઇ કરવાની તૈયારીમાં છે જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને પાર્ટી હોદ્દેદારો વિધાનસભા અથવા તો લોકસભાની અવધિ પૂર્ણ થવામાં છ મહિનાનો સમય હોય ત્યારે પાર્ટી બદલી શકશે નહીં.

કાયદામાં સુધારો કરાયા બાદ જો કોઇ હોદ્દેદારો આવું કરે છે તો પાંચ વર્ષ કોઇ બીજી પાર્ટીના પ્રતીક પર ચૂંટણી લડી નહીં શકે. અલબત્ત અપક્ષ ચૂંટણી લડવાની તક રહેશે. નોંધનીય છે કે રાજકીય પક્ષોના હોદ્દેદારોની યાદી ચૂંટણી પંચની પાસે રહે છે. કોઇના પદ બદલવામાં આવે છે તો તેની સૂચના પંચને અપાય છે. જો કોઇ ચૂંટણીનાં સમય પર પાર્ટી બદલશે તો પાર્ટીની સૂચના પર પંચ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દેશે.

ચૂંટણી વખતે બળવાથી તમામ પક્ષ પરેશાન
તમામ પક્ષોને ચૂંટણીનાં સમય બળવાખોર ઉમેદવારોથી પરેશાની રહે છે. કેટલીક વખત ટિકિટ ન મળવા પર હોદેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિ બીજા પક્ષોમાં જતા રહે છે. આવી સ્થિતિમાં કેટલાક પક્ષોએ પક્ષપલટા કાયદામાં ફેરફાર કરવાની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...