જ્વેલર પાસેથી 2.50 લાખ રૂપિયા અને સોનાંના દાગીના લૂંટ્યા, VIDEO:બદમાશોએ જમીન પર પાડી લાત-ઘૂંસા વરસાવ્યા, લોકો જોતા રહ્યા

એક મહિનો પહેલા

ધોલપુરમાં બિઝનેસમેન પાસેથી 2.5 લાખ રૂપિયા અને 100 ગ્રામ સોનું લૂંટવાનો મામલો સામે આવ્યો છે. નવ બદમાશોએ વેપારીને જમીન પર પાડી દીધો અને લાત અને ઘૂંસા માર્યા અને બેગ લૂંટીને ફરાર થઈ ગયા. બદમાશો ત્રણ બાઈક પર આવ્યા હતા. મારપીટમાં ઘાયલ થયેલા વેપારીને હોસ્પિટલમાં દાખલ કર્યો. બદમાશો જ્યારે વેપારી સાથે મારપીટ કરીને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે રસ્તા પર ઘણાં લોકો હતા પરંતુ કોઈ વેપારીને બચાવવા આગળ ન હતું આવ્યું અને પોલીસને પણ જાણ કરી નહોતી. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘાયલ વેપારીના ભાઈએ કેસ નોંધાવ્યો છે, જો કે તેણે બેગમાં ફક્ત પાંચ હજાર રુપિયા હોવાનું જણાવ્યું હતુ, ત્યાં હોસ્પિટલમાં દાખલ વેપારીએ બેગમાં 2.5 લાખ રૂપિયા અને 100 ગ્રામ સોનું હોવાની જાણકારી આપી હતી. હાલ પોલીસ સીસીટીવીના આધારે બદમાશોની તપાસ કરી રહી છે. પરંતુ વેપારીના નિવેદન અને ભાઈએ નોંધાવેલા રિપોર્ટમાં અલગ-અલગ માહિતીને કારણે પોલીસને હજુ શંકા છે.

અન્ય સમાચારો પણ છે...