તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Third Wave Of Corona Will Arrive In India By The Month Of August, It Will Be At Its Peak In September

SBI રિસર્ચનો અહેવાલ:ભારતમાં ઓગસ્ટ મહિના સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવશે, સપ્ટેમ્બરમાં તે પીક પર હશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • ડેટા પ્રમાણે જુલાઈના બીજા સપ્તાહ સુધી દરરોજ નવા કેસની સંખ્યા 10 હજાર સુધી આવશે. ઓગસ્ટના બીજા પખવાડીયાથી ફરી કેસ વધવા લાગશે

દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી ગઈ છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે બીજી લહેર હજુ પૂરી થઈ નથી. દરમિયાન SBI રિસર્ચના બીજા અહેવાલમાં ઓગસ્ટ સુધીમાં ત્રીજી લહેર આવી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. કોવિડ-19: ધ રેસ ટુ ફિનિશિંગ લાઈન નામથી પ્રકાશિત આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેરની પીક સપ્ટેમ્બરમાં આવશે. બીજી લહેર એપ્રિલથી શરૂ થઈ હતી અને 7 મેના રોજ તેની પીક આવી હતી. તે સમયે દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળ જેવા મોટા રાજ્યોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.

ઓગસ્ટના બીજા પખવાડિયાથી નવા કેસ વધવા લાગશે
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યારના ડેટા પ્રમાણે જુલાઈના બીજા સપ્તાહ સુધી દરરોજ નવા કેસની સંખ્યા 10 હજાર સુધી આવશે. તે ઓગસ્ટના બીજા પખવાડીયાથી ફરી કેસ વધવા લાગશે. દેશમાં રવિવારે 40,111 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. તે સમય દરમિયાન 42,322 લોકો સાજા થયા.

કોરોનાથી થતા મોતની બાબતમાં ઘટાડો
કોરોના મહામારીની બીજી લહેરનો કહેર ભલે ઓછો થયો હોય, પણ તે યથાવત છે. દરરોજ સેંકડો લોકો વાઈરસના સંક્રમણથી જીવ ગુમાવી રહ્યા છે. રવિવારે 725 લોકોના સંક્રમણને લીધે મોત નિપજ્યું હતું. જોકે, આ આંકડો 88 દિવસમાં સૌથી ઓછો છે. આ અગાઉ 7 એપ્રિલના રોજ 684 લોકોના મોત થયા હતા. રવિવારે દેશમાં 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 10થી ઓછા લોકોએ જીવ ગુમાવ્યો. એટલે કે અહીં મોતો આંકડો ઘટી રહ્યો છે. જ્યારે 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાથી એક પણ મોત થયું નથી.