તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • The Third Wave Of Corona Will Arrive By The End Of August, With 1 Lakh New Cases Of Corona Every Day

ICMRએ આપી ચેતવણી:કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં આવશે, દરરોજ મળશે કોરોનાના 1 લાખ નવા કેસ

નવી દિલ્હી2 મહિનો પહેલા
 • ICMRએ કહ્યું- લોકડાઉનમાં છૂટના કારણે કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ શકે છે
 • લોકોએ લગ્ન સમારોહ અને ભીડવાળી જગ્યાએ જવાથી બચવું જોઈએ
 • કેરળમાં છેલ્લા 5 દિવસથી કોરોનાના એક્ટિવ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે
 • ઓરિસ્સામાં 26 જુલાઈથી ધોરણ-10 અને 12ની શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હજી પૂરી થઈ નથી, કે ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી છે. ઘણા રાજ્યોમાં લોકડાઉનમાં રાહત અને હિલ સ્ટેશનમાં ઝડપથી વધી રહેલી ભીડ જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે બધું સામાન્ય થઈ ગયું છે, પરંતુ તે એવું નથી. લોકોની બેદરકારીને લીધે દેશની પરિસ્થિતિ ઝડપથી કથળી રહી છે. ઘણા રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર સમીરન પાંડાએ આશંકા વ્યક્ત કરી છે કે કોવિડ -19 (COVID-19)ની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં જ ભારતમાં આવશે. તેનો અંદાજ એવો લાગવાયો છે કે તે સમયે દરરોજ આશરે 1 લાખ કેસ સામે આવશે.

કોરોનાની ત્રીજી લહેરમાં દરરોજ આશરે 1 લાખ કેસ સામે આવશે.
કોરોનાની ત્રીજી લહેરમાં દરરોજ આશરે 1 લાખ કેસ સામે આવશે.

ICMRએ કહ્યું- વાયરસ તેના સ્વરૂપમાં ફેરફાર કરે છે, તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે
ત્રીજી લહેરની ચેતવણી આપતા, ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિવિઝન ઓડ એપિડેમીયોલોજી એન્ડ કમ્યુનિકેબલ વિભાગના વડા ડો. સમીરન પાંડાએ જણાવ્યું હતું કે, જો વાયરસ આગળ વધુ બદલાતો નથી, તો તે પ્રથમ લહેરની સમાન હશે, પરંતુ જો વાયરસ તેના સ્વરૂપમાં ફેરફાર કરે છે, તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે આવનારી લહેર બીજી લહેરની જેમ વિનાશક નહીં બને. પ્રોફેસર પાંડા માને છે કે નીચો વેક્સિનેશનનો દર અને લોકડાઉનમાં છૂટના કારણે કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ શકે છે.

ICMRએ કહ્યું- ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં જ ભારતમાં આવશે.
ICMRએ કહ્યું- ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં જ ભારતમાં આવશે.

લોકોએ આજથી જ લગ્ન સમારોહ અને ભીડવાળી જગ્યાએ જવાથી બચવું જોઈએ
કોરોનાની ત્રીજી લહેરના જોખમનો અંદાજો લગાવવા માટે ઇપીરીયલ કોલેજ લંડન અને આઈસીએમઆરએ ગાણિતિક મોડેલોનો આશરો લીધો છે. પ્રોફેસર પાંડાએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે એવું કહી શકીએ કે ત્રીજી લહેર આવી ગઈ છે. તેમણે કહ્યું હતું કે જો ત્રીજી લહેરને રોકવી હોય તો લોકોએ આજથી જ લગ્ન સમારોહ અને પાર્ટીમાં જવાથી બચવું જોઈએ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવો.

લોકડાઉનમાં છૂટના કારણે કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ શકે છે.
લોકડાઉનમાં છૂટના કારણે કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ શકે છે.

વેક્સિનથી કોરોના સંક્રમણનો દર ઘટાડી શકાય છે
પ્રોફેસર પાંડાએ સ્વીકાર્યું કે ભારતને વ્યૂહાત્મક વેક્સિનેશન અભિયાનની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમય દરમિયાન મુસાફરી શક્ય તેટઌ ઓછી કરવી જોઈએ. પાંડાએ જણાવ્યા અનુસાર વેક્સિન લેવાથી જ સંક્રમણના દરને ઘટાડી શકાય છે અને ત્રીજી લહેરનું જોખમ પણ ઓછું થઈ શકે છે.

કેરળે વધારી ચિંતા, અહીં 5 દિવસથી વધી રહ્યા છે એક્ટિવ કેસ
છેલ્લા 24 કલાકમાં, દેશમાં 41,277 નવા દર્દીઓ મળી આવ્યા, 42,041 સાજા થયા અને 517 લોકો મૃત્યુ પામ્યા. આ રીતે, એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1,299 નો ઘટાડો થયો. કેરળ સૌથી મોટી ચિંતા ઉપજાવી રહ્યું છે. છેલ્લા 5 દિવસથી એક્ટિવ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શનિવારે અહીં 16,148 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 13,197 સાજા થયા હતા અને 114 લોકો મૃત્યુ પામ્યા હતા. આ રીતે એક્ટિવ કેસોમાં 2,837 નો વધારો નોંધાયો છે.

ચિંતાની વાત એ પણ છે કે છેલ્લા 25 દિવસથી દેશમાં કોરોના સંક્રમણના નવા કેસો લગભગ સ્થિર છે. એટલે કે, તેટલા કેસ નોંધાઈ રહ્યા છે, તેની સંખ્યા કરતાં થોડા ઓછા કે વધુ દર્દીઓ સ્વસ્થ પણ થઈ રહ્યા છે. 23 જૂને 54,309 કેસ નોંધાયા હતા. આ દિવસે 69 હજારથી વધુ દર્દીઓ પણ સાજા થયા હતા. આ પછી, દરરોજ દર્દીઓની સંખ્યા 37 થી 45 હજારની વચ્ચે રહે છે. લગભગ આટાળી જ સંખ્યામાં દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

 • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 41,277
 • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 42,041
 • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 517
 • અત્યાર સુધીમાં કુલ કેસ: 3.11 કરોડ
 • અત્યાર સુધી સાજા થયા: 3.02 કરોડ
 • અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 4.13 લાખ
 • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 4.17 લાખ

ઓરિસ્સામાં 26 જુલાઇથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલશે, નવી ગાઈડલાઇન જાહેર
ઓરિસ્સા સરકારે 26મી જુલાઇથી ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સરકારી અને ખાનગી શાળાઓ બંને માટે લાગુ થશે, શનિવારે શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ સત્યબ્રત સાહુએ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'અમે ઓનલાઇન શિક્ષણના મધ્યમથી કુલ વિદ્યાર્થીઓમાંથી ફક્ત 40 ટકા વિદ્યાર્થીઓ સુધી જ પહોંચવામાં સક્ષમ થયા છે, જ્યારે અન્ય 60 ટકા વિદ્યાર્થીઓ હજી પાછળ ચાલી રહ્યા છે.

ઓરિસ્સા સરકારે 26મી જુલાઇથી ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ઓરિસ્સા સરકારે 26મી જુલાઇથી ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ COVID-19 ના પ્રતિબંધોને કારણે 150 દિવસનું વર્ગખંડનું ભણતર ગુમાવ્યું છે. કોવિડ -19 પ્રતિબંધોના કારણે રાજ્યમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ 150 દિવસનું વર્ગ શિક્ષણ ગુમાવ્યું છે. હવે, ખાનગી અને સરકારી બંને શાળાઓ જુલાઇ 26 જુલાઇથી દસમા અને બારમા વર્ગના વિદ્યાર્થીઓ માટે ફરીથી ખોલાશે. વર્ગો સવારે 10.00 થી બપોરે 1.30 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન બપોરનો લાંચ બ્રેક નહીં હોય. તેમણે કહ્યું કે દર રવિવારે અને તમામ રજાઓના દિવસે શાળાઓ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...