તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Third Wave Is Not Expected To Start From Kerala, As No New Variant Has Been Found

ભાસ્કર એક્સપ્લેનર:કેરળથી ત્રીજી લહેર શરૂ થવાની આશંકા નહીં, કેમ કે કોઇ નવો વેરિયન્ટ નથી મળ્યો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેરળમાં જ વધુ સંક્રમણ કેમ?

તેનાં 3 કારણ જણાઇ રહ્યાં છે. પહેલું- કેરળમાં માત્ર 44.4% વસતીમાં એન્ટિબૉડી મળી હતી, એટલે કે 65.6% વસતી સંક્રમણથી દૂર હતી, જે હવે ઝપટમાં આવી શકે છે. બીજું- કેરળમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં ટેસ્ટિંગ 1.7 લાખથી ઘટાડીને 1 લાખ કરી દેવાયું. તેના કારણે સંક્રમણદર વધ્યો અને કેસ વધવા લાગ્યા. ત્રીજું- કેરળમાં હોમ ક્વોરેન્ટાઇન સંપૂર્ણપણે ફેલ રહેતાં સંક્રમણ વધ્યું છે.

  • કેરળમાં કોઇ જુદો વેરિયન્ટ છે?

કેરળમાં હજુ પણ 90% કેસ ડેલ્ટા વેરિયન્ટના આવી રહ્યા છે. અન્ય રાજ્યોની પણ આ જ સ્થિતિ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ખાસ ટીમો કેરળથી જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલિંગ કરી રહી છે. તેમને હજુ સુધી નવો વેરિયન્ટ નથી મળ્યો.

  • ત્રીજી લહેર કેરળથી આવશે?

ના. કેમ કે નવી લહેર કોઇ નવા વેરિયન્ટથી જ આવી શકે છે. જેમ કે બીજી લહેર ડેલ્ટા વેરિયન્ટને કારણે આવી હતી. મહત્ત્વની વાત એ છે કે કેરળનાં પડોશી રાજ્યો- કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રમાં નવા દર્દી 2 મહિનાથી સતત ઘટી રહ્યા છે. તેથી સંક્રમણ કેરળ સુધી જ સીમિત છે.

  • કેરળમાં સંક્રમણનો આ દૌર કેટલો લાંબો ચાલી શકે છે?

ત્યાં હવે લાંબા સમય સુધી સ્થિતિ નહીં બગડે. 15 સપ્ટે.થી નવા દર્દીઓ ઘટવા લાગશે, કેમ કે ત્યાં સુધીમાં ત્યાંની ઘણીખરી વસતી સંક્રમિત થઇ ચૂકી હશે. તેમાં એન્ટિબૉડી બની ચૂકી હશે. કેરળમાં અગાઉ સંક્રમણની ઝડપ ધીમી હતી. તેથી જે વસતી સંક્રમણથી બચી ગઇ હતી તે હવે સંક્રમિત થઇ રહી છે.

  • કેરળમાં ફરી લૉકડાઉન લદાઇ શકે છે?

ત્યાં લૉકડાઉન થઇ શકે છે. કેરળ સરકારના નિષ્ણાતો પણ 2-3 અઠવાડિયાંના સંપૂર્ણ લૉકડાઉનની ભલામણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર સતત નિર્દેશ આપી રહી છે કે જે જિલ્લામાં સંક્રમણદર 10%થી વધુ છે ત્યાં નિયંત્રણો લાદવા જોઇએ. કેરળના બધા જિલ્લામાં સંક્રમણદર 10%થી વધુ છે. જોકે, રાજ્ય સરકાર ઓણમને કારણે હાલ નિયંત્રણો વધારવાનું ટાળી રહી છે.

  • વેક્સિનની શું ભૂમિકા રહેશે?

વેક્સિનથી સંક્રમણ સંપૂર્ણપણે ન અટકી શકે, કેમ કે વેક્સિન લઇ ચૂકેલા લોકો પણ સંક્રમિત થઇ રહ્યા છે. જોકે, સારી વાત એ છે કે તેઓ ગંભીર રીતે બીમાર નથી થઇ રહ્યા.
> પ્રો. સંજય રાય, કોમ્યુનિટી મેડિસિન, એઇમ્સ, દિલ્હી

અન્ય સમાચારો પણ છે...