• Gujarati News
  • National
  • The Third Wave Is Not As Intense As The Previous Two Waves, There Is No Need For Booster Dose Of Vaccine At Present: Dr. Randeep Guleria

ત્રીજી લહેરનો ભય નથી:AIIMSના ડાયરેક્ટર ડો.ગુલેરિયાએ કહ્યું- પ્રથમ બે લહેર જેવી ત્રીજી લહેર ઘાતક નહીં હોય, ભારતમાં હાલમાં બુસ્ટર ડોઝની જરૂર નથી

નવી દિલ્હી12 દિવસ પહેલા
AIIMSના દિલ્હીના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા (ફાઈલ ફોટો).
  • ડો.બલરામ ભાર્ગવના પુસ્તક 'ગોઇંગ વાઇરલઃ મેકિંગ ઓફ કોવેક્સિન- ઈન્સાઈડ સ્ટોરી'ના લોન્ચિંગ સમયે વાત કરી

દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર હવે ઘણી હદ સુધી ઘટી ગયો છે, પણ ત્રીજી લહેરની શક્યતા યથાવત્ છે. વિશ્વના ઘણા દેશોમાં ત્રીજી લહેરનો કહેર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન AIIMS(ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) દિલ્હીના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે દેશમાં કોવિડની પહેલી બે લહેરમાં જે અસર થઈ હતી એની સરખામણીએ ત્રીજી લહેરમાં આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું હતું કે હાલ સંક્રમણના મામલામાં વધારો ન થવો એ વાતની ખાતરી આપે છે કે રસી હાલ પણ વાઈરસથી સુરક્ષા આપી રહી છે અને હાલ રસીના ત્રીજા બૂસ્ટરની કોઈ જરૂરિયાત નથી.

રસીને કારણે કોઈ મોટી લહેરની શક્યતા પ્રત્યેક દિવસે ઘટી રહી છે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો.બલરામ ભાર્ગવના લખેલી બુક ગોઈંગ વાઈરલઃમેકિંગ ઓફ કોવેક્સિન- ઈન્સાઈડ સ્ટોરીના લોન્ચિંગ દરમિયાન ગુલેરિયાએ આ વાત કહી હતી. ગુલેરિયાએ કહ્યું હતું કે હાલ જે રીતે રસી સંક્રમણના મામલા ઘટાડવામાં કારગાર સાબિત થઈ રહી છે અને હોસ્પિટલમાં દાખલ થવાથી બચાવી રહી છે એ દર્શાવે છે કે કોઈ મોટી લહેરની શક્યતા પ્રત્યેક દિવસે ઘટી રહી છે.

રસીના બૂસ્ટર કે ત્રીજા ડોઝની હાલ જરૂર નથી
તેમણે વધુમાં કહ્યું હતું કે દેશમાં કોવિડની પ્રથમ બે લહેરની સરખામણીમાં એટલી જ તીવ્રતાવાળી ત્રીજી લહેર આવવાની શક્યતા નથી. સમયની સાથે મહામારી સ્થાનિક બીમારીનું રૂપ લેશે. મામલા આવતા રહેશે, જોકે પ્રકોપ ખૂબ ઘટી જશે. રસીના બૂસ્ટર ડોઝના સંદર્ભમાં ગુલેરિયાએ કહ્યું હતું કે હાલ મામલામાં વધારો દેખાઈ રહ્યો નથી, એના પરથી એ વાત ખ્યાલ આવે છે કે રસીથી કોરોના વાઈરસની વિરુદ્ધ હાલ પણ સુરક્ષા મળી રહી છે. આ કારણે રસીના બૂસ્ટર કે ત્રીજા ડોઝની હાલ જરૂર નથી.

ત્રીજી રસી અંગેનો નિર્ણય વિજ્ઞાનના આધારે કરવો જોઈએ
નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે કહ્યું હતું કે ત્રીજી રસી પર નિર્ણય વિજ્ઞાનના આધારે લેવો જોઈએ. જ્યારે બલરામ ભાર્ગવે કહ્યું હતું કે કોવિડ-19ની વિરુદ્ધ સંરક્ષણ માટે રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાતના સમર્થનમાં હાલ કોઈ વૈજ્ઞાનિક પુરાવો ન હોવાની વાત કહી. ગત દોઢ વર્ષમાં કોવિડ-19ની વિરુદ્ધની લડાઈમાં વૈજ્ઞાનિકો, સરકાર અને લોકોના કામમાં સ્પષ્ટતા તથા ગંભીરતા હતી. તેમણે કહ્યું હતું કે મહામારીમાંથી લોકોએ શીખ લીધી અને સ્વાસ્થ્ય સંબંધી ઢાંચો મજબૂત થયો છે. આ સિવાય આપણે વિશ્વમાં તમામ વાઈરસ પર નજર રાખવી પડશે.

77 કરોડ લોકોને પ્રથમ ડોઝ લાગ્યો છે
આધાર ડેટા મુજબ, દેશમાં 95 કરોડ લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે, એમાંથી 77 કરોડ લોકોને પ્રથમ ડોઝ લાગી ચૂક્યો છે, જ્યારે બીજો ડોઝ લગાવનારા લગભગ 41 કરોડ છે, એટલે કે 18 કરોડ લોકો એવા છે, જેમને હાલ પ્રથમ ડોઝ પણ લાગ્યો નથી. એવામાં તેમને રસી આપવી એ સરકારની પ્રાથમિકતા છે, એટલે કે 18+નું રસીકરણ પૂરુ કરવા માટે હજી 72 કરોડ ડોઝની જરૂર છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 9283 નવા કેસ નોંધાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9823 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય મામલાઓની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલ સક્રિય મામલાઓની સંખ્યા 1,11,481 છે, જે છેલ્લા 537 દેશમાં સૌથી ઓછી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 437 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 10,949 લોકોએ મહામારીને માત આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, કોરોના સંક્રમણના મામલા સતત 47મા દિવસે 20,000થી ઓછા અને સતત 150મા દિવસે 50,000થી ઓછા છે.

અન્ય સમાચારો પણ છે...