• Gujarati News
  • National
  • The Third Wave Caused Such An Ordeal Of Death That People Kept Leaving The Village In Fear Of The Third Wave, The Door Of The House Was Locked.

ગોરખપુરના આ ગામમાં સ્વયંભૂ લોકડાઉન:બીજી લહેરમાં મોતનું એવુ તાંડવ સર્જાયેલું કે ત્રીજી લહેરની દહેશતમાં લોકો ગામ છોડી જતા રહ્યા, ઘરના દરવાજાને તાળા લાગી ગયા

19 દિવસ પહેલા
  • ગામમાં બીજી લહેર સમયે 60 દિવસમાં 130 લોકોએ જીવ ગુમાવ્યા હતા

દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે ત્રીજી લહેરનો ફફડાટ કેટલો વધી ગયો છે તેનું ઉદાહરણ ગોરખપુર જિલ્લાના ગોનર ગામમાંથી મળ્યો છે. ચૌરી-ચૌરા વિસ્તારના આ ગામમાં ગયા વર્ષે કોરોનાની બીજી લહેર સમયે મોતના એવા ભયજનક દ્રશ્યો સામે આવ્યા હતા કે હવે ત્રીજી લહેરની આહટ સાથે જ ગામની શેરીઓમાં સન્નાટો ફેલાયેલો છે.

ગામમાં બીજી લહેર સમયે 60 દિવસમાં 130 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે અનેક મકાનોને તાળા લાગી ગયા હતા. હવે ફરી વખત કેસ વધતાની સાથે જ અનેક પરિવારો તાળા લગાવીને ઘર છોડી ગયા છે. દુકાનદારોએ પણ આપમેળે જ લોકડાઉન લાગૂ કરી દીધુ છે અને ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નિકળી રહ્યા છે.

બીજી લહેર સમયે તમામ નાકાથી નનામી ઉઠી હતી

ઈન્ટર કોલેજ સામાન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ જોવા મળતા હતા. પણ હવે તે બંધ પડેલી છે
ઈન્ટર કોલેજ સામાન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ જોવા મળતા હતા. પણ હવે તે બંધ પડેલી છે

ચૌરી-ચૌરાના સરદારનગર બ્લોકના ગામ ગૌનરની કુલ વસ્તી આશરે 15 હજાર છે. ગામમાં કુલ 18 જેટલા નાકા છે. કોરોનાની બીજી લહેર સમયે આ ગામનુ એક પણ નાકુ બાકી ન હતું કે જ્યાંથી 2-3 લોકોના મોત થયા ન હોય. બીજી લહેર સમયે અહીં 20 દિવસમાં 40થી વધારે લોકોના મોત થયા હતા.

ગ્રામીણોના મતે અહીં આશરે 60 દિવસમાં 130 મોત થયા હતા. મોતના તાંડવથી લોકો એવા સમસમી ગયા કે અનેક પરિવારોએ તો ગામ જ છોડી દીધુ છે. તે સમયે કમિશ્નરે સમગ્ર વહીવટીતંત્ર તથા સ્વાસ્થ્ય વિભાગની ટીમ સાથે અહીં કેમ્પ કરવો પડ્યો હતો. તેમ છતા દહેશતનો એવો માહોલ હતો કે અનેક લોકો આજે પણ પાછા આવ્યા નથી. આજે સ્થિતિ એવી છે કે ગામમાંથી 40થી 50 ઘરોને તાળા લાગી ચુક્યા છે.

ગામના માર્ગો-ગલીઓ સુનસામ છે, દુકાનો પર લોકડાઉન જેવો માહોલ

ગામના લોકોના ગયા બાદ બજાર આપમેળે જ બંધ થઈ છે
ગામના લોકોના ગયા બાદ બજાર આપમેળે જ બંધ થઈ છે

સવાર હોય કે બપોર, આ ગામમાં સન્નાટો છવાયેલો રહે છે. ગામના બગીચાથી લઈ તળાવ પર કોઈ જ જગ્યાએ લોકો એકત્રિત થતા નથી. ગામની ગલીઓમાં બાળકોનું રમવાનું પણ બંધ છે. મોટાભાગના દુકાનદારોએ જાતે જ લોકડાઉન લગાવી દીધેલું છે. ઘરોની બહાર પશુઓ સિવાય કંઈ જ દેખાતુ નથી. ખૂબ જ જરૂરી બનવામાં સંજોગોમાં જ લોકો ઘરોની બહાર નિકળે છે. ફક્ત કેટલાક લોકો અહીં ખેતરોમાં કામ કરે છે અથવા તો આવતા-જતા દેખાય છે.

મહિનાઓ સુધી ચૂલો, ઝાડ પર માટલી બાંધવાની જગ્યા બચી નહીં
ગામના લોકો આજે કોરોનાની બીજી લહેરનો ભૂલ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તેમને આજે પણ એ દિવસો યાદ છે કે જ્યાંરે મહિનાઓ સુધી આ ગામમાં ચુલો સળગ્યો ન હતો. મોતનો આ કહેર એવો દેખાયો હતો કે અડધા લોકો ઘરે તો અડધા સ્મશાનમાં હતા. ગામમાં નાગરિક કૃષ્ણ પ્રતાપ કહે છે કે બીજી લહેરના મોતના ડરથી તે સમયે જ આશરે 50 કરતાં વધારે પરિવારે ગામ છોડી દીધુ હતું.અ

આમના ખાતૂન કહે છે કે અમે અહીં એવી તો તબાહી જોઈ છે કે જેને ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. અરવિંદ કુમાર કહે છે કે આ ગામના તળાવ પાસે એક પીપળનું ઝાડ છે. જ્યાં ગામમાં થઈ રહેલા મોતના અંતિમ સંસ્કાર માટે એક સાથે એટલી બધી માટલી બાંધવામાં આવી હતી કે ઝાડની ડાળી તૂટી પડી હતી. અંતિમ સંસ્કાર માટે લાકડાની પણ ભારે અછત સર્જાઈ હતી.
વહીવટીતંત્ર પર ગુસ્સો...બીજી લહેર બાદ સફાઈ થઈ નથી

અહીં લોકોનો સન્નાટો ફેલાઈ ગયો છે
અહીં લોકોનો સન્નાટો ફેલાઈ ગયો છે

ગ્રામીણોમાં વહીવટીતંત્ર અને સ્વાસ્થ્ય વ્યવસ્થા અંગે ભારે ગુસ્સો છે. તેમનું કહેવું છે કે બીજી લહેર ખતમ થયા બાદ ક્યારેય ગામમાં સફાઈ થઈ નથી અને ન તો છંટકાવ થયો છે. જોકે લોકોનું વેક્સિનેશન ચોક્કસ થયું છે. પણ તે અપૂરતું છે.

ખાસ કેમ્પ લગાવી થઈ રહ્યું છે વેક્સિનેશન, DM હવે મોકલશે ટીમ
ગોનર ગામ સ્થિત DM વિજય કિરણ આનંદ કહે છે કે જો આ પ્રકારે છે તો આ એક ગંભીર વિષય છે. કોરોના અંગે જાગૃકતાની જરૂર છે. પણ આ માટે ઘર છોડીને જતા રહેવું તે યોગ્ય વિકલ્પ નથી. એક ટીમની રચના કરવામાં આવી છે,જે ગામમાં મોકલવામાં આવશે.